ગિરીશભાઈ પંડ્યા
માપુટો
માપુટો : પૂર્વ આફ્રિકાના મોઝામ્બિક દેશનું પાટનગર, બંદર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 56´ દ. અ. અને 32° 37´ પૂ. રે. દેશનું પાટનગર હોવા ઉપરાંત તે તેના પ્રાંતીય વિસ્તારનું પણ વડું વહીવટી મથક છે, વળી તે દેશનું મહત્વનું વાણિજ્ય અને ઔદ્યોગિક મથક પણ છે. તે હિન્દી મહાસાગરના…
વધુ વાંચો >માપુટો (નદી)
માપુટો (નદી) : મોઝામ્બિકના માપુટો શહેર નજીક આવેલી નદી. તે સ્વાઝીલૅન્ડમાંથી આવતી ગ્રેટ ઉસુતુ નદી અને દક્ષિણ આફ્રિકામાંથી આવતી પોન્ગોલા નદીનો સંગમ થવાથી બને છે. સંગમ પછીની તેની લંબાઈ 80 કિમી. જેટલી છે. ત્યાંથી તે ઈશાન તરફ વહીને શહેરથી દક્ષિણે ડેલાગોઆ ઉપસાગરને મળે છે. તેનું મુખ માપુટો શહેરથી દક્ષિણતરફી અગ્નિકોણમાં…
વધુ વાંચો >માયલોનાઇટ
માયલોનાઇટ : સ્તરભંગજન્ય સૂક્ષ્મ બ્રૅક્સિયા ખડક. સ્તરભંગ-સપાટી પર સરકીને સ્થાનાંતર થવાના હલનચલન દરમિયાન તૂટતા જતા ખડકોના ઘટકો વચ્ચે અરસપરસ સંશ્લેષણ થાય છે. કચરાવાની–દળાવાની ક્રિયા દ્વારા પરિણમતો નવો સૂક્ષ્મ દાણાદાર ખડક બ્રૅક્સિયા જેવો બને છે. આ ક્રિયામાં થતી વિરૂપતા મુખ્યત્વે દાબ પ્રકારની અને ભૌતિક વિભંજન પ્રકારની હોય છે. સ્તરભંગક્રિયા દાબપ્રેરિત હોય,…
વધુ વાંચો >માયામી
માયામી : યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લૉરિડા રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 46´ ઉ. અ. અને 80° 11´ પ. રે. તે ફલૉરિડા રાજ્યના અગ્નિકોણમાં આટલાંટિક મહાસાગરના ભાગરૂપ બિસ્કેન ઉપસાગરને કિનારે માયામી નદીના મુખ પર વસેલું છે. આ શહેર તેના 32 ચોકિમી.ના આંતરિક જળપ્રદેશો સહિત કુલ આશરે 140 ચોકિમી. જેટલો વિસ્તાર…
વધુ વાંચો >માયોટે
માયોટે (Mayotte) : હિન્દી મહાસાગરની મોઝામ્બિક ખાડીમાં આવેલા કૉમોરોસ દ્વીપસમૂહમાં છેક અગ્નિકોણ તરફનો ટાપુ. તે માડાગાસ્કરથી વાયવ્યમાં 370 કિમી.ને અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 12° 50´ દ. અ. અને 45° 10´ પૂ. રે. તેનું બીજું નામ માહોરે છે. તે ગ્રાન્ડ ટેરે અને પોટીટ ટેરે નામના બે મુખ્ય ટાપુવિભાગોમાં વહેંચાયેલો…
વધુ વાંચો >માયોસીન રચના
માયોસીન રચના : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો એક, તથા તેના ચોથા ક્રમમાં આવતો વિભાગ. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 2 કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 1 કરોડ 20 લાખ વર્ષ અગાઉ પૂરી થયેલી હોવાથી તેનો કાળગાળો 80 લાખ વર્ષ સુધી રહેલો ગણાય. તેની નીચે ઑલિગોસીન…
વધુ વાંચો >મારમરાનો સમુદ્ર
મારમરાનો સમુદ્ર : વાયવ્ય તુર્કીમાં આવેલો આંતરખંડીય સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 40° 40´ ઉ. અ. અને 28° 0´ પૂ. રે. તે તુર્કીના એશિયાઈ અને યુરોપીય ભાગોને જુદા પાડે છે. તે ઈશાનમાં બૉસ્પરસની સામુદ્રધુની દ્વારા કાળા સમુદ્ર સાથે તથા નૈર્ઋત્યમાં ડાર્ડેનલ્સની સામુદ્રધુની દ્વારા ઈજિયન સમુદ્ર સાથે જોડાયેલો છે. ઈશાનથી નૈર્ઋત્ય દિશામાં…
વધુ વાંચો >મારિયાગાંવ
મારિયાગાંવ : આસામ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 15´ ઉ. અ. અને 92° 25´ પૂ. રે.ની આજુબાજુનો 1559.2 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદી, પૂર્વમાં નાગાંવ જિલ્લો, દક્ષિણે કર્બી અગલાંગ જિલ્લો અને મેઘાલય રાજ્યસરહદ, તથા પશ્ચિમે કામરૂપ અને…
વધુ વાંચો >માર્માગોવા (માર્માગાંવ)
માર્માગોવા (માર્માગાંવ) : ગોવા રાજ્યના દક્ષિણ ગોવા જિલ્લામાં આવેલું નગર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 25´ ઉ. અ. અને 73° 47´ પૂ. રે. તે માર્માગોવા તાલુકાનું તાલુકામથક પણ છે. તે ગોવાના પાટનગર પણજીથી નૈર્ઋત્યમાં આશરે 33 કિમી.ને અંતરે અરબી સમુદ્રને કોંકણ કિનારે તેમજ ઝુઆરી નદીના દક્ષિણ કાંઠે તેના મુખ…
વધુ વાંચો >માર્લ (Marl)
માર્લ (Marl) : જળકૃત ખડકનો એક પ્રકાર. ચૂનાયુક્ત પંકપાષાણ. માટી અને કૅલ્સાઇટ કે ડૉલોમાઇટની કવચ-કણિકાઓના ઓછાવત્તા ઘનિષ્ઠ મિશ્રણથી બનેલો પ્રમાણમાં નરમ ખડક. સામાન્ય રીતે તે રાખોડી કે ભૂરા રાખોડી રંગવાળો અને ઓછાવત્તા પ્રમાણમાં વિભાજનશીલ તેમજ ચૂર્ણશીલ હોય છે. કેટલાંક લક્ષણોમાં તે ચૉક(ખડી)ને મળતો આવે છે અને તેથી કેટલાંક સ્થાનોમાં તો…
વધુ વાંચો >