ગિરીશભાઈ પંડ્યા

મહાસાગર-સ્થિત ટાપુઓ

મહાસાગર-સ્થિત ટાપુઓ (Oceanic Islands) : ઊંડા સાગરતળમાંથી ઉદભવેલા અને સમુદ્રસપાટી પર બહાર દેખાતા ટાપુઓ. વિશાળ મહાસાગરથાળાની ધાર પર આવેલા સમુદ્રો અને અખાતોમાં જોવા મળતા મોટાભાગના ટાપુઓ તેમજ છીછરી ખંડીય છાજલીઓ પરના ટાપુઓ નજીક આવેલા ખંડોનાં ભૂસ્તરીય લક્ષણોવાળા હોય છે, તેથી તેમનો અહીં સમાવેશ થતો નથી. મહાસાગર-થાળાંઓમાંથી ઉદભવેલા, પરવાળાંના ખરાબાઓ સહિત…

વધુ વાંચો >

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો : સમુદ્ર કે મહાસાગરતળમાં જોવા મળતાં સીધા ઢોળાવવાળાં, સાંકડાં, ઊંડાં ગર્ત. આ પ્રકારનાં ગર્ત ભૂમિસ્વરૂપોમાં જોવા મળતી ઊભી, સાંકડી V-આકારની ખીણોને સમકક્ષ હોય છે. તેમની દીવાલો છેક તેમના તળ સુધી વિસ્તરેલી હોય છે. આમ તો સમુદ્ર કે મહાસાગરનું તળ જાતજાતનાં વિવિધ લક્ષણો ધરાવતું હોય છે, પરંતુ આ…

વધુ વાંચો >

મહાસાગરો

મહાસાગરો : પૃથ્વીના ગોળા પર અખૂટ જળરાશિથી ભરાયેલાં રહેતાં અગાધ ઊંડાઈ ધરાવતાં વિશાળ થાળાં. આ મહાસાગરોનું જો વિહંગાવલોકન કરવામાં આવે તો તેમની વિશાળતાનો ખ્યાલ આવી શકે. મહાસાગર અને સમુદ્ર બંને સમાનાર્થી શબ્દો છે. તફાવત માત્ર વત્તીઓછી વિશાળતાનો જ છે, એટલે સમુદ્રોને મહાસાગરના પેટાવિભાગો તરીકે ઘટાવી શકાય. કેટલાક સમુદ્રો અંશત: કે…

વધુ વાંચો >

મહાસ્ફટિક

મહાસ્ફટિક (Phenocryst) : પૉર્ફિરિટિક કણરચનાવાળા અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા, અગાઉથી બનેલા, મોટા પરિમાણવાળા, અન્ય ખનિજોથી અલગ પડી આવતા સ્ફટિકો. આવા સ્ફટિકો મોટેભાગે તો પૂર્ણ પાસાદાર હોય છે અને કાચમય કે સૂક્ષ્મદાણાદાર કણરચનાવાળા ખનિજદ્રવ્યથી પરિવેષ્ટિત થયેલા હોય છે. આ મહાસ્ફટિકોની હાજરીને કારણે જ ખડક પૉર્ફિરિટિક કણરચનાવાળો કહેવાય છે. મુખ્યત્વે આવા મહાસ્ફટિકો…

વધુ વાંચો >

મહેન્દ્રગઢ

મહેન્દ્રગઢ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 47´ 50´´થી 28° 28´ ઉ. અ. અને 75° 54´થી 76° 51´ પૂ. રે. વચ્ચેનો 1,683 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભિવાની અને રોહતક જિલ્લા; ઈશાન અને પૂર્વમાં ગુરગાંવ જિલ્લો; પૂર્વ,…

વધુ વાંચો >

મહેબૂબનગર

મહેબૂબનગર : આંધ્રપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 15° 50´થી 17° 20´ ઉ. અ. અને 77° 20´થી 79° 20´ પૂ. રે. વચ્ચેનો 18,432 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રંગારેડ્ડી અને હૈદરાબાદ જિલ્લા, પૂર્વમાં નાલગોંડા અને ગુંતુર જિલ્લા, અગ્નિકોણમાં પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણમાં…

વધુ વાંચો >

મહેસાણા

મહેસાણા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 24´ પૂ. રે.. આજુબાજુનો આશરે 4,501 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લો, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા…

વધુ વાંચો >

મહોબા (મહોત્સવનગર)

મહોબા (મહોત્સવનગર) : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તરપ્રદેશની દક્ષિણ સરહદે ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 20´ ઉ. અ. અને 79° 00´ પૂ. રે.ની આજુબાજુનો 3,068 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હમીરપુર, પૂર્વમાં બાંદા, દક્ષિણે મધ્યપ્રદેશની સરહદ તથા પશ્ચિમે ઝાંસી જિલ્લો આવેલા છે. જિલ્લાનું…

વધુ વાંચો >

મંચુરિયા

મંચુરિયા : ચીનના ઈશાન ભાગમાં આવેલો પ્રદેશ. મંચુરિયા એ ઈશાન ચીન વિસ્તાર માટે અપાયેલું યુરોપિયન નામ છે. આજે પણ ચીનમાં મંચુરિયાને માત્ર ‘ઈશાન ભાગ’ એવા ટૂંકા નામથી ઓળખાવવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી…

વધુ વાંચો >

મંડલા

મંડલા : સ્થાન-સીમા-વિસ્તાર : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 80° 45´ પૂ. રે.ની આજુબાજુનો 13,269 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં શાહડોલ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ બિલાસપુર અને રાજનંદગાંવ જિલ્લા,…

વધુ વાંચો >