ગિરીશભાઈ પંડ્યા

ભેખડ

ભેખડ (cliff) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. પર્વત કે ટેકરીની ઊભી કે સીધી કરાડ જેવી બાજુને ભેખડ કહે છે. આ ભૂમિસ્વરૂપની ઓળખ તેના આકારના લક્ષણ પરથી થતી હોય છે. જો તે સમુદ્રકિનારે હોય તો તે સમુદ્રભેખડ (sea cliff) તરીકે ઓળખાય છે. ‘ભેખડ’, ‘કરાડ’, ‘સમુત્પ્રપાત’ સમાનાર્થી શબ્દો છે; પરંતુ ‘ભેખડ’ શબ્દ વધુ…

વધુ વાંચો >

ભેદ્ય ખડકો

ભેદ્ય ખડકો (permeable rocks) : પ્રવાહી પસાર થવા દેવાની ક્ષમતા ધરાવતા ખડકો. કોઈ પણ ખડકની ભેદ્યતા (અથવા પારગમ્યતા) એ તે ખડકમાંથી પ્રવાહીને પસાર થવા દેવાની ક્ષમતા ગણાય. સછિદ્રતા–આધારિત ખડકના ગુણધર્મને ભેદ્યતા કહે છે. ખડક સછિદ્ર હોઈ શકે અને ભેદ્ય ન પણ હોય. ભેદ્યતાની માત્રા ખડકછિદ્રોના આંતરસંપર્ક(આંતરગૂંથણી)નાં આકાર અને કદ તેમજ…

વધુ વાંચો >

ભોજપુર

ભોજપુર : મધ્યપ્રદેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલા રાયસેન જિલ્લાના ગોહરગંજ તાલુકાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ. તે ગોહરગંજથી ઉત્તરે 13 કિમી. અંતરે બેટવા નદી નજીક પૂર્વ તરફ આવેલું છે. આ ગામ તેના અદભુત કોતરણીવાળા, ભવ્ય શિવમંદિર અને એક વખતના વિશાળ બંધ માટે જાણીતું બનેલું છે. પરમાર વંશના રાજા ભોજે અગિયારમી સદીમાં આ…

વધુ વાંચો >

ભોજપુર (બિહાર)

ભોજપુર (બિહાર) : બિહાર રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 84° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2464.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજ્યનો સરન અને ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વમાં પટણા જિલ્લો, દક્ષિણમાં જહાનાબાદ અને રોહતાસ જિલ્લા તથા પશ્ચિમમાં બકસર જિલ્લા…

વધુ વાંચો >

ભોપાલ

ભોપાલ : મધ્યપ્રદેશના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 16´ ઉ. અ. અને 77° 24´ પૂ. રે.ની આજુબાજુનો 2,772 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગુના; ઉત્તર ઈશાન અને પૂર્વમાં વિદિશા; પૂર્વ અને અગ્નિમાં રાયસેન;…

વધુ વાંચો >

ભૌતિક સંકેન્દ્રણ

ભૌતિક સંકેન્દ્રણ (placers) : ભૌતિક ક્રિયાઓ દ્વારા એકઠા થયેલા ખનિજકણજથ્થા. ભૌતિક સંકેન્દ્રણ એ કીમતી રેતીકણો કે ગ્રૅવલથી બનેલો એવા પ્રકારનો સંકેન્દ્રિત નિક્ષેપ છે, જેને માટે માત્ર ભૌતિક પરિબળો જવાબદાર હોય છે. આ પ્રકારનો પર્યાપ્ત જથ્થો મળી રહે તો તેનું ખનનકાર્ય ફાયદાકારક નીવડે છે. ભૌતિક સંકેન્દ્રણો એ સુવર્ણ, પ્લૅટિનમ, હીરા, કલાઈ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકાઉ

મકાઉ : ચીનના અગ્નિ કિનારે હૉંગકૉંગ નજીક આવેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 113° 33´ પૂ. રે. પરનો માત્ર 5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ વિસ્તારમાં મકાઉનો નાનો દ્વીપકલ્પ તેમજ ત્રણ નાનકડા ટાપુઓ આવેલા છે. તે હૉંગકૉંગથી પશ્ચિમે આશરે 65 કિમી.ને અંતરે ઝૂજિયાંગ…

વધુ વાંચો >

મક્કા

મક્કા (Mecca) : ઇસ્લામ ધર્મનું અતિ પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 27° 20´ ઉ. અ. અને 39° 49´ પૂ. રે. તે પશ્ચિમ અરેબિયામાં છૂટીછવાઈ ટેકરીઓ અને પર્વતોથી વીંટળાયેલા શુષ્ક વેરાન પ્રદેશમાં આવેલું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર(સ.અ.)નું આ જન્મસ્થળ છે. મુસ્લિમો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેઓ તેમનો…

વધુ વાંચો >