ગિરીશભાઈ પંડ્યા
ઈક્લોગાઇટ
ઈક્લોગાઇટ (Eclogite) : આલ્મેન્ડાઇન પાયરોપ પ્રકારના ગાર્નેટ અને ઘાસ જેવા તેજસ્વી લીલા ઑમ્ફેસાઇટ પ્રકારના પાયરૉક્સિન ખનિજ-ઘટકોના આવશ્યક બંધારણવાળો મોટા કણકદનો દાણાદાર વિકૃત ખડક. અનુષંગી ખનિજ-ઘટકો પૈકી ઍમ્ફિબોલ, સ્ફીન, ઝોઇસાઇટ, રુટાઇલ, એપેટાઇટ અને મૅગ્નેટાઇટનું ગૌણ પ્રમાણ હોઈ શકે છે. આ ઉપરાંત ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, બ્રૉન્ઝાઇટ, કાયનાઇટ, સિલિમેનાઇટ અને ઑલિવિન પૈકીનાં કેટલાંક ખનિજો…
વધુ વાંચો >ઈયોસીન રચના
ઈયોસીન રચના : પૅલિયોસીન પછીનો અને ઑલિગોસીન પહેલાંનો કાળ. પહેલાં તેના સૌથી પુરાણા કાળને ટર્શિયરી (tartiary) ગણવામાં આવતો હતો. આ મત પ્રમાણે ઈયોસીનનો ગાળો આજથી પૂર્વે. 5.35 કરોડ અને 3.8 કરોડ વર્ષોની વચ્ચેનો ગણાય. ટર્શિયરી યુગને મુખ્ય બે વિભાગોમાં વહેંચેલો છે : (1) પૅલિયોસીન, ઈયોસીન અને ઑલિગોસીનને આવરી લેતો નિમ્ન…
વધુ વાંચો >ઉકાઈ બંધ
ઉકાઈ બંધ : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલો ગુજરાતના મોટા બંધો પૈકીનો બહુહેતુક બંધ. ભૌગોલિક સ્થાન : 21o 15′ ઉ. અ. અને 73o 36′ પૂ. રે.. તે તાપી નદી પરના કાકરાપાર આડબંધના સ્થળેથી પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિમી. અંતરે આવેલો છે. ભૂસ્તરીય રચનાઓ અને…
વધુ વાંચો >ઉગ્ર વળાંક (syntaxis)
ઉગ્ર વળાંક (syntaxis) : પર્વતમાળાઓનું કોઈ એક સ્થળે કેન્દ્રીકરણ થવું તે. કોઈ એક ઉપસ્થિતિવાળી પર્વતમાળા એકાએક વળાંક લઈ અન્ય ઉપસ્થિતિનું વલણ ધરાવે એવા લઘુકોણીય રચનાત્મક વળાંકને ઉગ્ર વળાંક કહી શકાય. હિમાલયમાં આ પ્રકારના ઉગ્ર વળાંક તેના વાયવ્ય અને ઈશાનમાં વિશિષ્ટપણે તૈયાર થયેલા જોવા મળે છે. હિમાલય ગિરિમાળાની ઉપસ્થિતિ (trend-line) સામાન્યપણે…
વધુ વાંચો >ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશ વસ્તીની ર્દષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું રાજ્ય. તે 23o 52’થી 30o 19´ ઉ. અ. અને 77o 10’થી 89o 39′ પૂ. રે. વચ્ચેનો 2,43,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમે…
વધુ વાંચો >ઉધમસિંઘનગર
ઉધમસિંઘનગર : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 29o 00′ ઉ. અ. અને 79o 25′ પૂ. રે.ની આજુબાજુનો 2,027 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર બંદૂકને આબેહૂબ મળતો આવે છે. તેની ઉત્તર તરફ નૈનીતાલ જિલ્લો અને પિથોરાગઢ જિલ્લાનો કેટલોક ભાગ, પશ્ચિમ તરફ બિજનોર જિલ્લો, નૈર્ઋત્ય તરફ…
વધુ વાંચો >ઉન્નાવ
ઉન્નાવ : ઉત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 07’થી 27o 02′ ઉ. અ. અને 80o 03’થી 81o 03′ પૂ.રે.ની વચ્ચેનો આશરે 4,558 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરદોઈ, ઈશાન અને પૂર્વમાં લખનૌ, દક્ષિણમાં રાયબરેલી તથા પશ્ચિમે કાનપુર જિલ્લાઓ આવેલા છે. કાનપુરથી અલગ પડતી…
વધુ વાંચો >ઉલન બટોર (ઉલામ્બતાર)
ઉલન બટોર (ઉલામ્બતાર) : મૉંગોલિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 47o 55′ ઉ. અ. અને 106o 53′ પૂ. રે.. આ શહેર દેશના ઈશાન ભાગમાં, ગોબીના રણની ઉત્તરે, ટોલા નદીને કાંઠે વસેલું છે. તે તુલ ગોલ નદી લોએસના મેદાનમાં આશરે 1330 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે બેજિંગ(ચીન)થી વાયવ્યમાં…
વધુ વાંચો >ઉલ્કા અને ઉલ્કાશ્મ
ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત…
વધુ વાંચો >