ગિરીશભાઈ પંડ્યા

બોવેન, નૉર્મન લેવી

બોવેન, નૉર્મન લેવી (જ. 21 જૂન 1887, કિંગ્સ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 11 સપ્ટેમ્બર 1956, વૉશિંગ્ટન ડી.સી.) : કૅનેડિયન-અમેરિકન પ્રયોગાત્મક ખડકવિદ અને ખનિજીય રસાયણશાસ્ત્રી. પૃથ્વીના બંધારણમાં રહેલા અગ્નિકૃત ખડકોની રચનાનું સરળ રાસાયણિક પદ્ધતિઓ પરથી અર્થઘટન કરવા માટે પ્રયોગાત્મક સંશોધનો કરનાર તરીકે જાણીતા બનેલા ખડકવિદ. ખાસ કરીને અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિના સંબંધમાં સિલિકેટ-સમૂહોનાં…

વધુ વાંચો >

બોવેન પ્રક્રિયા-શ્રેણી

બોવેન પ્રક્રિયા-શ્રેણી (Bowen’s reaction series) : બોવેન દ્વારા સૂચિત ખનિજનિર્માણની પ્રક્રિયા-શ્રેણી. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી એન. એલ. બોવેને મૅગ્માજન્ય સિલિકેટ દ્રવના સ્ફટિકીકરણનો પ્રયોગશાળામાં અભ્યાસ કરીને ખનિજનિર્માણ બે પ્રકારની શ્રેણીમાં થતું હોવાનું સૂચવેલું છે. આ પ્રક્રિયાને તેમણે મૅગ્માદ્રવમાંથી થતા સ્ફટિકીકરણના સામાન્ય ક્રમ તરીકે ઘટાવી છે. ખનિજોની એવી શ્રેણી, જેમાં શરૂઆતમાં થતી ખનિજરચનાનો તબક્કો…

વધુ વાંચો >

બૉસ્ટન (1)

બૉસ્ટન (1) : યુ.એસ.ના મૅસેચુસેટ્સ રાજ્યનું પાટનગર, ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું મોટામાં મોટું શહેર, યુ.એસ.ના ઈશાન વિભાગનું મહત્વનું ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન ; તે 42° 20´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે. પર, મૅસેચુસેટ્સ ઉપસાગરને મથાળે ચાર્લ્સ અને મિસ્ટિક નદીઓના મુખભાગ પર આવેલું છે. તે ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું…

વધુ વાંચો >

બૉસ્પોરસની સામુદ્રધુની

બૉસ્પોરસની સામુદ્રધુની : એશિયાઈ અને યુરોપીય ટર્કીના વિસ્તારો વચ્ચે આવેલી, કાળા સમુદ્ર અને માર્મરા સમુદ્રને જોડતી સામુદ્રધુની. માર્મરા સમુદ્રને બીજે છેડે ડાર્ડેનલ્સની સામુદ્રધુની પણ આવેલી છે, જે ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રને જોડે છે. કાળા સમુદ્રમાંથી ભૂમધ્ય સમુદ્રમાં જવા-આવવાના જળમાર્ગ તરીકે તે ઉપયોગમાં લેવાય છે. તે 41° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

બોહેમિયન ફૉરેસ્ટ

બોહેમિયન ફૉરેસ્ટ : જર્મન-ચેક સરહદ પર બોહેમિયન ઉચ્ચપ્રદેશની નૈર્ઋત્ય બાજુ પર આવેલી પર્વતમાળા. આ પર્વતમાળા ફિક્ટલ-ગબિર્ગ(Fichtel Gbirge)ની દક્ષિણેથી શરૂ થઈને ડૅન્યૂબ–ડીટ્ઝ નદીઓના સંગમ તરફ વિસ્તરેલી છે. તે 49° 15´ ઉ. અ. અને 12° 45´ પૂ. રે.ની આજુબાજુ આશરે 11,400 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ પર્વતમાળા રેગન ખીણ દ્વારા બાયરીશવાલ્ડથી…

વધુ વાંચો >

બોહેમિયા

બોહેમિયા : ચેકોસ્લોવેકિયામાં આવેલો પશ્ચિમી પ્રાદેશિક વિસ્તાર. વાસ્તવમાં પ્રાચીન મધ્ય યુરોપીય સામ્રાજ્ય શબ્દપ્રયોગ તેના સીમિત અર્થમાં માત્ર બોહેમિયા માટે તથા બહોળા અર્થમાં બોહેમિયા ઉપરાંત મોરેવિયા અને સિલેશિયાના વિસ્તારો માટે વપરાય છે. ભૌગોલિક સ્થાન : તે 49° 50´ ઉ. અ. અને 14° 00´ પૂ. રે.ની વચ્ચેનો આશરે 52,768 ચોકિમી. જેટલો વિસ્તાર…

વધુ વાંચો >

બોંગાઇગાંવ

બોંગાઇગાંવ : આસામ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 28´ ઉ. અ. અને 90° 34´ પૂ. રે. આજુબાજુનો 2,159 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાનનો પહાડી પ્રદેશ આવેલો છે. પૂર્વમાં બારપેટા જિલ્લો, દક્ષિણે ગોલપાડા તથા પશ્ચિમે ધુબરી અને કોકરાઝાર જિલ્લાઓ…

વધુ વાંચો >

બૌધ

બૌધ : ઓરિસા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 50´ ઉ. અ. અને 84° 19´ પૂ. રે.ની આજુબાજુનો 3,444.8 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં સોનેપુર, ઉત્તર અને ઈશાનમાં આંગુલ, પૂર્વમાં આંગુલ અને નયાગઢ, દક્ષિણમાં ફુલબાની…

વધુ વાંચો >

બ્યૂટ

બ્યૂટ (Butte) : એકલું, છૂટુંછવાયું ભૂમિસ્વરૂપ. મેસાનો પ્રકાર. મેસાના સતત ઘસારાજન્ય ધોવાણ દ્વારા ઉદભવતી, નાની સપાટ શિરોભાગવાળી ટેકરી. તેની બાજુઓ સીધી, ઊભા ઢોળાવવાળી હોય છે, જેથી તે ખરાબા(badlands)ના ભૂમિભાગોમાં મિનારા જેવું સ્થળર્દશ્ય રચે છે. નરમ ઘટકોથી બનેલા નિક્ષેપોનો શિરોભાગ સખત ખડકોથી આચ્છાદિત હોય તો શુષ્ક આબોહવાના સંજોગો હેઠળ સતત ફૂંકાતા…

વધુ વાંચો >

બ્રસેલ્સ

બ્રસેલ્સ : બેલ્જિયમનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 50° 50´ ઉ. અ. અને 4° 20´ પૂ. રે. બેલ્જિયમમાં તે પાંચમા ક્રમે આવતું (વસ્તી : 1,37,738–1991) મોટું શહેર છે, પરંતુ તેનાં તમામ પરાં-વિસ્તારોને સાથે લેતાં તે દેશનું સૌથી મોટું (વસ્તી : 9,89,877–1991) મહાનગર બની રહે છે. તે આંતરરાષ્ટ્રીય આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓનું…

વધુ વાંચો >