ગિરીશભાઈ પંડ્યા
ફૉગેસાઇટ (Vogesite)
ફૉગેસાઇટ (Vogesite) : અગ્નિકૃત ખડકો પૈકીના લેમ્પ્રોફાયર ખડકસમૂહનો એક પેટાપ્રકાર. તે મુખ્યત્વે હૉર્નબ્લેન્ડ(ક્યારેક ઑગાઇટ)થી બનેલો હોય છે, તેમજ તેમાં ફેલ્સ્પાર તરીકે ઑર્થોક્લેઝની કે સેનિડિનની હાજરી હોય છે. જોકે પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર પણ ઘણા ફૉગેસાઇટમાં જોવા મળે છે ખરો. આ ઉપરાંત ક્યારેક બાયોટાઇટ અને ઑલિવિન પણ હોઈ શકે છે. ગ્રૅનાઇટિક – ગ્રૅનોડાયોરાઇટિક…
વધુ વાંચો >ફોટો-ભૂસ્તરશાસ્ત્ર (photogeology)
ફોટો-ભૂસ્તરશાસ્ત્ર (photogeology) : હવાઈ તસવીરો દ્વારા કરવામાં આવતો ભૂપૃષ્ઠના ખડકોનો અભ્યાસ. ભૂપૃષ્ઠથી અમુક નિયત ઊંચાઈએથી હવાઈ ઉડ્ડયનો મારફતે ભૂપૃષ્ઠની તસવીરો લઈ તેનાં ભૂસ્તરીય અર્થઘટનો દ્વારા ખડકલક્ષણોનાં અનુમાનો કરવામાં આવે છે. તસવીરો સીધી રેખામાં કે થોડીક ત્રાંસી રેખામાં લેવામાં આવતી હોય છે. એક જ સ્થળર્દશ્યની જુદા જુદા કોણથી અથવા અન્યોન્ય અધ્યારોપિત…
વધુ વાંચો >ફોનૉલાઇટ
ફોનૉલાઇટ : મોટેભાગે નેફેલિન, સોડાલાઇટ. લ્યૂસાઇટ જેવાં આછા રંગવાળાં ફેલ્સ્પેથૉઇડ કે ફેલ્સ્પારથી અને ઓછા પ્રમાણમાં બાયોટાઇટ, સોડા ઍમ્ફિબોલ, સોડા પાયરૉક્સીન જેવા ઘેરા રંગવાળાં મેફિક ખનિજોથી બનેલો આછા રંગનો જ્વાળામુખી–ઉત્પત્તિજન્ય અસ્ફટિકમય (નરી આંખે અષ્ટ સ્ફટિકમય) ખડક. ફોનૉલાઇટ કે નેફેલિન સાયનાઇટ જેવા અંત:કૃત ખડકને રાસાયણિક રીતે સમકક્ષ બહિ:સ્ફુટિત જ્વાળામુખી ખડક છે. આ…
વધુ વાંચો >ફૉર્ટ-દ-ફ્રાન્સ
ફૉર્ટ-દ-ફ્રાન્સ : ફ્રેન્ચ વેસ્ટ ઇન્ડીઝના લઘુ ઍન્ટિલિઝ ટાપુસમૂહમાં આવેલા માર્ટિનિક ટાપુનું પાટનગર, બંદર તથા મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 14° 36´ ઉ. અ. અને 61° 05´ પ. રે. તે માર્ટિનિક ટાપુના પશ્ચિમ કિનારા પરના નૈર્ઋત્ય ભાગમાં માદામ નદીમુખ પર આવેલું છે. માર્ટિનિક ટાપુ ફ્રાન્સનું દરિયાપારનું એક સંસ્થાન છે અને ફૉર્ટ-દ-ફ્રાન્સ…
વધુ વાંચો >ફૉર્તાલેઝા
ફૉર્તાલેઝા : દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલના ઈશાન કિનારે આવેલું સીએરા રાજ્યનું પાટનગર, મહત્વનું બંદર તથા શહેર. ભૌગોલિક સ્થાન : 3° 43´ દ. અ. અને 38° 30´ પ. રે. બ્રાઝિલમાં ઈશાન છેડે આવેલી ભૂશિર નજીકના નાતાલથી વાયવ્યમાં 442 કિમી. અંતરે દરિયાકિનારાની અર્ધચંદ્રાકાર ખાંચાખૂંચીવાળા ભાગમાં પાજેવ (પીજુ) નદી પર તે વસેલું છે. આબોહવા…
વધુ વાંચો >ફૉર્મોસા(તાઇવાન)ની સામુદ્રધુની
ફૉર્મોસા(તાઇવાન)ની સામુદ્રધુની : ઉત્તર પૅસિફિક મહાસાગરના છેક પશ્ચિમ ભાગમાં પૂર્વ ચીની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્રને જોડતી સામુદ્રધુની. આ સામુદ્રધુની ચીનના મુખ્ય ભૂમિભાગ અને ફૉર્મોસા (તાઇવાન) ટાપુ વચ્ચે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલી છે. તેની પશ્ચિમે ચીનના ફુજિયન પ્રાંતનો કિનારો અને પૂર્વ તરફ ફૉર્મોસાનો કિનારો આવેલો છે. કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે.…
વધુ વાંચો >ફૉર્સ્ટીરાઇટ (forsterite)
ફૉર્સ્ટીરાઇટ (forsterite) : ઑલિવીન વર્ગનું મૅગ્નેશિયમ ઘટકયુક્ત ખનિજ. રાસા. બં.: 2MgO.SiO2. સ્ફ. વ. : ઑર્થોર્હૉમ્બિક. સ્ફ. સ્વ : સ્ફટિકો જાડા મેજઆકાર, છેડાઓ ક્યારેક ફાચર જેવા અણીવાળા, ઊભાં રેખાંકનોવાળા, સામાન્ય રીતે દળદાર, ઘનિષ્ઠ અથવા દાણાદાર; દાણા અનિયમિત આકારવાળા કે ગોળાકાર. યુગ્મતા – જો મળે તો, (100) ફલક પર, પણ અસામાન્ય. સ્ફટિકો…
વધુ વાંચો >ફૉસ્ફેટજન્ય ખનિજો (phosphatic minerals)
ફૉસ્ફેટજન્ય ખનિજો (phosphatic minerals) : કુદરતી સ્થિતિમાં ખનિજો રૂપે મળી આવતા ફૉસ્ફૉરિક ઍસિડ H3[PO4]ના અકાર્બનિક ક્ષારો. જાણીતા બધા જ ફૉસ્ફેટજન્ય ખનિજો ઑર્થોફૉસ્ફેટ હોય છે, કારણ કે ઋણભારીય સમૂહ ચતુષ્ફલક એકમવાળો છે. ફૉસ્ફેટજન્ય ખનિજોના 150થી વધુ નમૂના હોવાનું જાણી શકાયું છે. તેમનાં સ્ફટિકીય રાસાયણિક લક્ષણો જટિલ પ્રકારનાં હોય છે. ફૉસ્ફેટજન્ય ખનિજોની…
વધુ વાંચો >ફ્યુજિયામા
ફ્યુજિયામા : જાપાનનો અતિ પવિત્ર મનાતો 3,776 મીટરની ઊંચાઈ ધરાવતો જ્વાળામુખી પર્વત. તે ટોકિયોથી નૈર્ઋત્યમાં 120 કિમી. દૂર હૉન્શુના ટાપુ પર આવેલો છે. જાપાનીઓ તેને ફ્યુજિ, ફ્યુજિયામા અથવા ફ્યુજિ-સાન જેવાં જુદાં જુદાં નામથી ઓળખે છે. તે જાપાની સમુદ્રથી પૅસિફિક મહાસાગર સુધીની લાંબી, અવરોધોવાળી, હૉન્શુને ભેદીને જતી હારમાળાનો એક ભાગ બની…
વધુ વાંચો >ફ્યુમેરોલ
ફ્યુમેરોલ : પોપડાના અંદરના ભાગમાંથી બહાર તરફ ધૂમ્રસેરોની માફક વરાળ કે વાયુબાષ્પ નીકળ્યા કરતી હોય એવાં કાણાં કે જ્વાળામુખી-બહિર્દ્વાર. ગરમ પાણીના ઝરા કે ફુવારામાંથી પણ ક્યારેક વરાળ કે બાષ્પ નીકળતી હોય છે. સામાન્ય રીતે જ્વાળામુખીને પાત્ર વિસ્તારોમાં આ પ્રકારનાં કાણાં જોવા મળતાં હોય છે, જે ફ્યુમેરોલ તરીકે ઓળખાય છે. સક્રિય…
વધુ વાંચો >