ગિરીશભાઈ પંડ્યા
પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology)
પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology) : ભૂસ્તરશાસ્ત્રની એક વિષયશાખા. તેમાં ભૂપૃષ્ઠરચનાશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. પૃથ્વીનું બંધારણ, તેના વિભાગો, તેના ગુણધર્મો, જુદાં જુદાં પરિબળો દ્વારા પૃથ્વીને અસર કરતી પ્રક્રિયાઓ, ખડકો, ખનિજો અને નિક્ષેપોમાં થતા ફેરફારો, જુદી જુદી સંરચનાઓ, ખડકરચનાઓ, તેમની ઉત્પત્તિ જેવી બાબતોની વિગતવાર માહિતી આ વિજ્ઞાનશાખા દ્વારા મળી શકે…
વધુ વાંચો >પ્રાગ
પ્રાગ : મધ્ય યુરોપના ચેક પ્રજાસત્તાક રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌ. સ્થાન : 50° 05´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે. આ શહેર એલ્બે (હવે લેબે) નદીની ઉપનદી વલટાવા(vltava)ના બંને કાંઠા પર 290.7 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું છે. પ્રાગ યુરોપની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર અને વિદ્યાધામ…
વધુ વાંચો >પ્રાગનો કિલ્લો
પ્રાગનો કિલ્લો : ચેક રાષ્ટ્રનાં ઐતિહાસિક સ્મૃતિચિહ્નો પૈકી મહત્વનો ગણાતો કિલ્લો. તે એની ભવ્યતા માટે પ્રસિદ્ધ છે; એટલું જ નહિ, તે રાષ્ટ્રની ઓળખનું પ્રતીક બની રહેલો છે. તે સમયભેદે દેશનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર, પ્રાગના ધર્મગુરુના મઠનું સ્થળ, રાજવીઓ તથા પ્રમુખોના કાર્યાલયનું સ્થળ છે. પ્રાગમાં આજ સુધીમાં અવારનવાર ઘટેલી મુખ્ય…
વધુ વાંચો >પ્રાગ્જીવયુગ (Proterozoic era)
પ્રાગ્જીવયુગ (Proterozoic era) : પ્રી-કૅમ્બ્રિયન મહાયુગના ઉત્તરાર્ધ ભાગનો સમાવેશ કરતો કાળગાળો. વર્ષોના સંદર્ભમાં જોતાં આ કાળગાળાને ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં આજથી આશરે 200 ± કરોડ વર્ષથી શરૂ કરીને 60 ± (અથવા 57) કરોડ વર્ષ અગાઉ સુધીમાં મૂકી શકાય. કેટલાક તેને આલ્ગોંકિયનને સમકક્ષ પણ ગણે છે. આધુનિક વિચારધારા ધરાવતા સ્તરવિદો આ વિભાગ માટે ‘પ્રાગ્જીવયુગ’…
વધુ વાંચો >પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology)
પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology) : ભૂસ્તરીય અતીતમાં જુદા જુદા કાળગાળાઓ દરમિયાન પૃથ્વીના પટ પર પ્રવર્તેલી આબોહવાનો અભ્યાસ. જે રીતે આજે પ્રવર્તતા હવામાન અને આબોહવાનો ખ્યાલ આપણે તાપમાપકો, ભેજમાપકો, વર્ષામાપકો અને વાયુભારમાપકો જેવાં સાધનો દ્વારા તેમજ ઉપગ્રહ આધારિત વાદળોની તસવીરો, નકશાઓ, આંકડાઓ અને કમ્પ્યૂટર દ્વારા મેળવી શકીએ છીએ તે રીતે ભૂસ્તરીય અતીતની…
વધુ વાંચો >પ્રાચીનપ્રવાહો (Palaeocurrents)
પ્રાચીનપ્રવાહો (Palaeocurrents) : ભૂસ્તરીય ઇતિહાસના જુદા જુદા કાળગાળા દરમિયાન રચાયેલા નિક્ષેપોની જમાવટ વખતે અસ્તિત્વ ધરાવતા જલપ્રવાહો. પ્રવાહપ્રસ્તર, તરંગચિહ્નો જેવી જળકૃત સંરચનાઓમાં ખનિજકણોની ગોઠવણી વિશિષ્ટ પ્રકારની હોય છે. કણ-ગોઠવણીના નિર્ધારણ પરથી તે સંરચના ઉદભવતી વખતે જલપ્રવાહોની ગતિ અને દિશાકીય સ્થિતિ કયા પ્રકારની હતી તેની જાણ મેળવી શકાય. જે તે સ્થળની સંરચનાઓનાં…
વધુ વાંચો >પ્રાચીન ભૂચુંબકત્વ (Paleomagnetism)
પ્રાચીન ભૂચુંબકત્વ (Paleomagnetism) : પૃથ્વીના પ્રાચીન ચુંબકીય ક્ષેત્રના ઇતિહાસનો અભ્યાસ. સમગ્ર ભૂસ્તરીય કાળ દરમિયાન અમુક અમુક ગાળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને તીવ્રતામાં ફેરફારો થયેલા છે અને તેને કારણે ચુંબકીય ધ્રુવોની સ્થિતિ બદલાતી રહી છે. જુદા જુદા ભૂસ્તરીય કાળગાળાઓ દરમિયાન થયેલા આ પ્રકારના ફેરફારોનાં અન્વેષણો પ્રાચીન ભૂચુંબકત્વની ક્ષેત્રમર્યાદામાં આવે છે.…
વધુ વાંચો >પ્રાચીન ભૂસ્તરશાસ્ત્ર (Paleogeology)
પ્રાચીન ભૂસ્તરશાસ્ત્ર (Paleogeology) : અતીત(ભૂતકાળ)નું ભૂસ્તરશાસ્ત્ર. વિષયશાખાના સંદર્ભમાં જોતાં, તે વિશેષે કરીને તો અસંગતિ સાથે સંપર્કમાં રહેલા જૂના-નવા વયની ખડકશ્રેણીઓના તેમજ નિક્ષેપવિરામના કાળગાળાના અર્થઘટન માટે ઉપયોગમાં લેવાય છે, અર્થાત્ જૂના વયના ઘસાયેલા ખડકોની સમતળ કે ખરબચડી સપાટી પર નવા વયના સ્તરોની નિક્ષેપક્રિયા થઈ હોવાનો ખ્યાલ આપે છે. આ પ્રકારના સંજોગોનો…
વધુ વાંચો >પ્રાચીન ભૌગોલિક સ્થિતિ (paleogeography)
પ્રાચીન ભૌગોલિક સ્થિતિ (paleogeography) : ભૂસ્તરીય અતીતના અમુક ચોક્કસ કાળ દરમિયાનની કોઈ વિસ્તારની પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિ કે પર્યાવરણના સંજોગોને લગતો અભ્યાસ. તેમાં તે વિસ્તારનાં ભૂમિ-જળ-આબોહવાના સંજોગોની ભૌગોલિક સંદર્ભમાં મુલવણી કરવામાં આવે છે. ખંડો-સમુદ્રોનું વિતરણ, તેમની ઊંચાઈ-ઊંડાઈ, જીવન અને તેમનાં સ્વરૂપો વગેરે કેવાં હતાં તેનું ચોકસાઈપૂર્વક અનુમાન કરવામાં આવે છે. અનુમાન-આધારિત…
વધુ વાંચો >પ્રાથમિક ખનિજો (primary minerals)
પ્રાથમિક ખનિજો (primary minerals) : પ્રથમ તબક્કામાં તૈયાર થયેલાં ખનિજો. કુદરતમાં મળતાં ખનિજોનાં તેમની ઉત્પત્તિસ્થિતિ, પ્રાપ્તિસ્થિતિ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો જેવા જુદા જુદા આધારો મુજબ વર્ગીકરણ કરવામાં આવેલાં છે. પ્રત્યેક વર્ગીકરણ તેના આધાર મુજબ વિશિષ્ટ હેતુની ગરજ સારે છે. આ પૈકી રાસાયણિક બંધારણને આધારે કરવામાં આવેલું વર્ગીકરણ પ્રમાણમાં સંતોષકારક…
વધુ વાંચો >