ગિરીશભાઈ પંડ્યા

પેરિયાર (નદી સરોવર)

પેરિયાર (નદી, સરોવર) : દક્ષિણ ભારતના નૈર્ઋત્ય ભાગમાં કેરળ રાજ્યમાં આવેલાં નદી અને સરોવર. પેરિયાર નદી તમિળનાડુ-કેરળની સરહદ પરના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને ત્યાંથી ઉત્તર તરફ વહીને પેરિયાર સરોવરને મળે છે. આ નદી સરોવરના પૂર્વ ભાગમાંથી ફરીથી નીકળે છે અને પર્વતોમાં થઈને વાયવ્ય તરફ વહે છે. કોટ્ટાયમ્ તથા એર્નાકુલમ્…

વધુ વાંચો >

પૅરિસ

પૅરિસ : ફ્રાન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48o 52′ ઉ. અ. અને 2o 20′ પૂ. રે. મધ્ય ફ્રાન્સના ઉત્તર ભાગમાં તે સીન નદીના બંને કાંઠે વિશાળ ગોળાકાર વિસ્તારમાં પથરાયેલું છે. ઇંગ્લિશ ખાડી પરના સીન નદીના મુખથી અગ્નિકોણમાં 170 કિમી.ને અંતરે તે ગીચ વસ્તીવાળા ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું…

વધુ વાંચો >

પેલિયોજીન-નિયોજીન (Palaeogene-Neogene)

પેલિયોજીન–નિયોજીન (Palaeogene-Neogene) : કૅનોઝૉઇક યુગના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ કાળગાળા. આંતરરાષ્ટ્રીય ભૂસ્તરીય પરિષદ (International Geological Congress) દ્વારા કૅનોઝૉઇક યુગને બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલો છે, જે પૈકીનો પેલિયોસીન, ઇયોસીન અને ઑલિગોસીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો પેલિયોજીન અને માયોસીન, પ્લાયોસીન, પ્લાયસ્ટોસીન અને અર્વાચીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો નિયોજીન તરીકે ઓળખાય છે. યુ.એસ.ના…

વધુ વાંચો >

પેલિયોસીન રચના (Palaeocene)

પેલિયોસીન રચના (Palaeocene) : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો એક અને પ્રથમ ક્રમે આવતો વિભાગ. પેલિયોસીનની વ્યુત્પત્તિ-Palaeo એટલે પ્રાચીન (જૂનું) અને cene એટલે અર્વાચીન-કરતાં અર્વાચીન પૈકીનો આદ્ય એવો અર્થ થાય. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 6.5 કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 5.5 કરોડ વર્ષ અગાઉ પૂરી…

વધુ વાંચો >

પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire)

પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire) : પૅસિફિક મહાસાગરને ફરતો જ્વાળામુખીનો પટ્ટો. દુનિયાના ઘણા ભાગોમાં જ્વાળામુખીઓ આવેલા છે, પરંતુ સમગ્ર પૃથ્વીના સંદર્ભમાં જોતાં તેમનું વિતરણ એકસરખી રીતે થયેલું જોવા મળતું નથી. પૅસિફિક મહાસાગર અને તેની આજુબાજુના વિસ્તારમાં તેઓ વધુ સંખ્યામાં અને અન્યત્ર ઓછી સંખ્યામાં જોવા મળે છે. કેટલાક જ્વાળામુખીઓ અમુક…

વધુ વાંચો >

પૉઇકિલિટિક કણરચના (poikilitic texture)

પૉઇકિલિટિક કણરચના (poikilitic texture) : અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં નાના કે મોટા કણો કે સ્ફટિકો કોઈ પણ પ્રકારની દિશાકીય ગોઠવણી વિના મોટા સ્ફટિકોની અંદર રહેલા હોય છે; દા. ત., પિક્રાઇટ જેવા અગ્નિકૃત ખડકમાં નાના કદના ઑલિવીન સ્ફટિકો મોટા પરિમાણવાળા ઑગાઇટ કે હૉર્નબ્લેન્ડ સ્ફટિકોમાં જોવા મળે છે. અગાઉ…

વધુ વાંચો >

પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો)

પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો) : મધ્ય-પશ્ર્ચિમ આફ્રિકાખંડમાં આવેલા રિપબ્લિક ઑવ્ ધ કૉંગોનું ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પરનું મુખ્ય બંદર તથા કૉંગોના પ્રાદેશિક વિભાગ કૌઈલોઉ(Kouilou)નું મુખ્ય વહીવટી મથક. ભૌ. સ્થાન : 4o 48’ દ. અ. અને 11o 51’ પૂ. રે. આ શહેર કૉંગોના પાટનગર બ્રેઝાવિલેથી પશ્ર્ચિમે 392 કિમી. અંતરે તથા…

વધુ વાંચો >

પોડસોલ

પોડસોલ : જમીનનો એક પ્રકાર. જે જમીન રંગવિહીન બની હોય (રંગદ્રવ્યનો સ્રાવ થઈ ગયો હોય), જેમાં લોહ અને ચૂનાનું દ્રવ્ય તદ્દન ઓછું હોય (કે ઓછું થઈ ગયું હોય) એવી જમીનને પોડસોલ કહેવાય છે. આ પ્રકારની જમીન ભેજવાળા અને ઠંડી આબોહવાના સંજોગો હેઠળ તૈયાર થતી હોય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

પોનમુડી

પોનમુડી : કેરળ રાજ્યમાં આવેલું ગિરિમથક. તે તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) તથા કોવાલમ્(દરિયાઈ રેતપટ માટે જાણીતું સ્થળ)થી આશરે 61 કિમી.ના અંતરે આવેલું છે. બાળવાર્તાઓમાં આવતા પરીઓના દેશ સમું તે અતિ રળિયામણું આ સ્થળ ખૂબ જ હસમુખા સ્વભાવના અહીંના લોકોથી ભર્યુંભર્યું લાગે છે. ઠેર ઠેર રમકડાના ઘર જેવી નાની નાની કુટિરો, સરસ શાળાઓ…

વધુ વાંચો >

પોરબંદર (જિલ્લો)

પોરબંદર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો, તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 18′ ઉ. અ. અને 69o 36′ પૂ. રે.ની આજુબાજુનો 2298 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો તથા…

વધુ વાંચો >