ગિરીશભાઈ પંડ્યા
પિટકેર્ન ટાપુ
પિટકેર્ન ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો નાનકડો ટાપુ. ભૌગોલિક સ્થાન : 25o 04′ દ. અ. અને 130o 06′ પૂ. રે. પૉલિનેશિયાના અસંખ્ય ટાપુઓ પૈકીનો એક એવો આ ટાપુ ઑસ્ટ્રેલિયાથી પૂર્વમાં આશરે 8,000 કિમી.ના અંતરે મકરવૃત્તની તદ્દન નજીક દક્ષિણ તરફ આવેલો છે. તે બ્રિટિશ નૌકાજહાજ ‘બાઉન્ટી’ના બળવાખોરોના નિવાસસ્થાન તરીકે ખૂબ…
વધુ વાંચો >પિટ્સબર્ગ
પિટ્સબર્ગ : યુ. એસ.ના પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલું ઔદ્યોગિક મહત્વ ધરાવતું શહેર. રાજ્યમાંનાં મોટામાં મોટાં શહેરો પૈકી ફિલાડેલ્ફિયા પછી તે બીજા ક્રમે આવે છે. ભૌ. સ્થાન : 40o 26′ ઉ. અ. અને 79o 59′ પ. રે. તે રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઍલિગેની, મોનાગહીલા અને ઓહાયો નદીઓના સંગમસ્થાને, ઍલિગેની પર્વતોની તળેટી-ટેકરીઓ પર વસેલું…
વધુ વાંચો >પિટ્સબર્ગ (કૅન્સાસ, યુ.એસ.)
પિટ્સબર્ગ (કૅન્સાસ, યુ.એસ.) : યુ.એસ.ના મધ્યભાગમાં આવેલા કૅન્સાસ રાજ્યના અગ્નિકોણમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 37o 30′ ઉ. અ. અને 94o 45′ પ. રે. તે કૅન્સાસ શહેરથી દક્ષિણે 210 કિમી. અંતરે તથા મિસુરી રાજ્યની હદથી પશ્ચિમે 6 કિમી. અંતરે આવેલું છે. યુ.એસ.માં વધુમાં વધુ બિટૂમિનસ પ્રકારનો મૃદુ કોલસો ધરાવતા ક્ષેત્ર તરીકે…
વધુ વાંચો >પિટ્સબર્ગ (કૅલિફૉર્નિયા)
પિટ્સબર્ગ (કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું ઔદ્યોગિક શહેર તથા ઊંડાં જળ ધરાવતું બારું. ભૌ. સ્થાન : 38o 01′ ઉ. અ. અને 121o 53′ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કો ઉપસાગરના ભાગરૂપ સ્યુસન ઉપસાગરના કિનારા પર સૅક્રેમેન્ટો અને સાન વૉકીન નદીઓના સંગમ પર આવેલું છે. 1849માં જનરલ ટેકમસેહ શરમને તે વસાવેલું.…
વધુ વાંચો >પિલો સંરચના
પિલો સંરચના : બેઝિક બંધારણવાળા કેટલાક ખડકો (ખાસ કરીને સ્પિલાઇટ) દ્વારા રજૂ થતી વિશિષ્ટ સંરચના. આ સંરચના ઊપસેલા તકિયા કે ભરેલા કોથળાઓની માફક ગોળાકાર સ્વરૂપોમાં તૈયાર થતી હોય છે. આવાં તકિયા-સ્વરૂપો એકબીજાની ઉપર તરફ ઓછાવત્તા પ્રમાણમાં એવી રીતે ગોઠવાયેલાં દેખાય છે કે એક તકિયાનો ઊપસેલો ભાગ બીજા તકિયાની કિનારીના ખાડાવાળા…
વધુ વાંચો >પીટ
પીટ : છીછરાં સરોવરો, પંકવિસ્તારો કે અન્ય છીછરાં, ભેજવાળાં રહેતાં ગર્તસ્થાનોમાં ઊગેલા છોડ, જામતી શેવાળ, સાઈપરેસી પ્રકારની ‘સેજ’, ઘાસ પ્રકારની ‘રશ’, ઇક્વિસેટમ પ્રકારની ‘હૉર્સટેઇલ’ તેમજ અન્ય વનસ્પતિના વિઘટન-વિભંજન દ્વારા તૈયાર થતો કાળા કે ઘેરા રંગનો અવશેષ-જથ્થો. ક્યારેક તેમાં પારખી શકાય એવા વનસ્પતિના ટુકડાઓ પણ રહી જતા હોય છે, તો ક્યારેક…
વધુ વાંચો >પીટરમેરિટ્ઝબર્ગ
પીટરમેરિટ્ઝબર્ગ : દક્ષિણ આફ્રિકાના નાતાલ વિભાગનું પાટનગર. ભૌ. સ્થાન : 29o 37′ દ. અ. અને 30o 16′ પૂ. રે. ડર્બનથી પશ્ચિમ તરફ આશરે 64 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં, વૃક્ષ-આચ્છાદિત ભેખડો(escarpments)ની તળેટીમાં આવેલી ઉમસિંદુસી નદીખીણમાં તે વસેલું છે. 1839માં કેપ કૉલોનીના બોઅર લોકોએ ઝુલુઓ પર વિજય મેળવેલો તેની ખુશાલીમાં બ્લડ નદી…
વધુ વાંચો >પીરમ ટાપુ
પીરમ ટાપુ : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ભાવનગર નજીક આવેલો ટાપુ. તે ઘોઘાથી દક્ષિણે 7 કિમી.ને અંતરે, પરંતુ કિનારાથી સીધેસીધા 4 કિમી.ને અંતરે, 21o 35′ ઉત્તર અક્ષાંશ અને 72o 34′ પૂર્વ રેખાંશ પર ખંભાતના અખાતમાં આવેલો છે. તે આમલીના કાતરા આકારનો 2.5 કિમી. લાંબો અને 800 મીટર પહોળો છે.…
વધુ વાંચો >પીસા
પીસા : મધ્ય ઇટાલીમાં આર્નો નદીના ઉત્તરકાંઠે આવેલું નગર. ઈ. પૂ. 180 પછી પીસામાં રોમનોની વસાહત સ્થપાઈ હતી. દસમી સદીમાં ટસ્કની પ્રાંતના મોટા શહેર તરીકે તે પ્રસિદ્ધ હતું. તેરમી સદીના અંતમાં અહીં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 1348માં અહીં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ઘણો વિનાશ થયો હતો. 1406માં ફ્લૉરેન્સની આણ નીચે…
વધુ વાંચો >પુડુકોટ્ટાઈ
પુડુકોટ્ટાઈ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું મુખ્ય વહીવટી મથક. આ જિલ્લો રાજ્યની પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરના એક ભાગરૂપ પૉલ્કની સામુદ્રધુનીના ઉત્તર કિનારા પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં તાંજાવુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને તેની કિનારાપટ્ટી, દક્ષિણમાં મુથુરામલિંગમ્ અને રામનાથપુરમ્ જિલ્લા, પશ્ચિમ અને…
વધુ વાંચો >