ગિરીશભાઈ પંડ્યા
પત્રબંધી (foliation)
પત્રબંધી (foliation) : ખડકોનો પાતળાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનો ગુણધર્મ. કેટલાક ખડકો ઓછાંવત્તાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનું લક્ષણ ધરાવતા હોય છે. કેટલાક ખડકોમાં આ લક્ષણ તેમની ઉત્પત્તિ વખતે જ તૈયાર થયેલું હોય છે, તેને પ્રાથમિક પત્રબંધી (primary foliation) કહે છે; જેમ કે, અંત:કૃત ખડકોના અંતર્ભેદન દરમિયાન સ્નિગ્ધ મૅગ્માપ્રવાહ…
વધુ વાંચો >પનામા (દેશ)
પનામા (દેશ) મધ્ય અમેરિકામાં આવેલો, પશ્ચિમથી પૂર્વ તરફના (ળ જેવા) વળાંકવાળો, સાંકડી ભૂમિપટ્ટીવાળો, નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 7°.00° ઉ. અ.થી 9°.50´ ઉ. અ. અને 77° પ. રે.થી 87° પ. રે.. નહેર, નહેર-વિસ્તાર તથા અખાત. વાસ્તવમાં આ દેશ બે મહાસાગરોને અલગ પાડતી સંયોગીભૂમિ (isthumus) રચે છે. તેની ઉત્તરે ઍટલાન્ટિક…
વધુ વાંચો >પન્નું (emarald)
પન્નું (emarald) : બેરિલ(3Beo. A12O3. 6SiO2)નો આછા લીલા રંગવાળો, પારદર્શક, તેજસ્વી રત્નપ્રકાર. લીલો રંગ તેમાં રહેલી ક્રોમિયમની માત્રાને કારણે હોય છે. આ રત્ન પીળા કે વાદળી રંગની ઝાંયવાળાં પણ મળે છે. વાદળી ઝાંયવાળું પન્નું પીળા રંગની ઝાંયવાળા પન્નું કરતાં વધુ કીમતી ગણાય છે. પન્નાના મોટાભાગના સ્ફટિકો સૂક્ષ્મ પ્રભંગ (fracture) ધરાવે…
વધુ વાંચો >પરરૂપતા (pseudomorphism)
પરરૂપતા (pseudomorphism) : અન્ય ખનિજનું સ્વરૂપ ધારણ કરતી પરિવર્તન-ઘટના. કોઈ પણ સ્ફટિક કે ખનિજ કે જેનું બાહ્ય-સ્વરૂપ અન્ય કોઈ સ્ફટિક કે ખનિજ જેવું દેખાતું હોય તેને પરરૂપ (pseudomorph) કહેવાય અને અન્યનું સ્વરૂપ લેતી ઘટના પરરૂપતા કહેવાય; દા. ત., વ્યાઘ્રચક્ષુ (tiger’s eye). આ ખનિજ ક્વાર્ટ્ઝનો અર્ધકીમતી રત્નપ્રકાર છે, જેમાં ક્વાર્ટ્ઝ ઍસ્બેસ્ટૉસ(ક્રોસિડોલાઇટ)નું…
વધુ વાંચો >પરવાળાંના ટાપુઓ
પરવાળાંના ટાપુઓ : પરવાળાંના ખરાબાઓ(coral reefs)માંથી ઉદ્ભવેલા ટાપુઓ. સામાન્ય રીતે આવા પ્રવાળખડકોની શ્રેણીઓ ઉષ્ણ-ઉપોષ્ણ કટિબંધના પ્રાદેશિક વિભાગોના સમુદ્રોમાં, વિશેષે કરીને પ્રશાંત મહાસાગરમાં, વધુ પ્રમાણમાં જોવા મળે છે. બધી મળીને આવી શ્રેણીઓ લગભગ 8 લાખ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ પરના ખડકોમાંથી મોટે ભાગે નદીઓ દ્વારા થતા ધોવાણને કારણે તથા…
વધુ વાંચો >પરાગ્વે (નદી)
પરાગ્વે (નદી) : દક્ષિણ અમેરિકાના પરાગ્વે દેશની મુખ્ય નદી. તે દક્ષિણ બ્રાઝિલના માટો ગ્રોસો ઉચ્ચપ્રદેશના દક્ષિણ ઢોળાવો પરથી નીકળે છે. ત્યાંથી આગળ વધીને તેનો ઉપરવાસનો શરૂઆતનો પ્રવાહપથ બ્રાઝિલ-બોલિવિયાની સરહદ નજીક થઈને દક્ષિણ તરફ જાય છે. બ્રાઝિલ-બોલિવિયા-પરાગ્વે ત્રણ દેશોની સરહદ જ્યાં ભેગી થાય છે ત્યાં બાહિયા નેગ્રા પાસેથી આ નદી પરાગ્વેમાં…
વધુ વાંચો >પરિવેષ્ટિત કિનારી (kelyphitic border)
પરિવેષ્ટિત કિનારી (kelyphitic border) : એક ખનિજની આજુબાજુ મોટે ભાગે વિકેન્દ્રિત સ્થિતિમાં જોવા મળતો અન્ય ખનિજવિકાસ થતાં બનેલો કિનારીવાળો ભાગ અથવા બે ખનિજો વચ્ચેની સંપર્ક-કિનારીવાળો ભાગ. આ પર્યાય પ્રક્રિયા-કિનારી કે ખવાણ પામેલી કિનારી (પ્રાથમિક ખનિજ-કિનારી પરની પરિવર્તન કે ખવાણપેદાશ) માટે અથવા પ્રાથમિક ખનિજ ઉપર પછીથી વિકસેલા ખનિજ-આચ્છાદન (ગ્રોસ્યુલેરાઇટ ઉપર ઇડોક્રેઝના…
વધુ વાંચો >પર્થ
પર્થ : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલા પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મહત્ત્વનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 31° 56´ દ. અ. અને 115° પૂ. રે.. પશ્ચિમમાં હિન્દી મહાસાગર અને પૂર્વમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ડાર્લિંગ હારમાળા વચ્ચેના મેદાનમાં તે સ્વાન નદીના કિનારે વસેલું છે. ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં આવેલા સિડનીથી…
વધુ વાંચો >પર્થાઇટ (Perthite)
પર્થાઇટ (Perthite) : ફેલ્સપારનો પ્રકાર. બે ફેલ્સ્પારના આંતરવિકાસથી બનતું ખનિજ. ઑર્થોક્લેઝ અથવા માઇક્રોક્લિનનો આલ્બાઇટ સાથે આંતરવિકાસ રચાતાં તૈયાર થતું, મૂળ ખનિજોથી અલગ પડતું, ફેલ્સ્પાર ખનિજ. સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતા આ પ્રકારના આંતરવિકાસને સૂક્ષ્મ-પર્થાઇટ (micro-perthite) કહેવો એ વધુ યોગ્ય ગણાય. આ પ્રકારના આંતરવિકાસમાં પોટાશ-ફેલ્સ્પારમાં સોડા-પ્લેજિયો- ક્લેઝની દોરીઓ, ટુકડાઓ કે વીક્ષાકારો જોવા…
વધુ વાંચો >પર્મિયન રચના
પર્મિયન રચના પ્રથમ જીવયુગના છ કાળગાળાઓ પૈકી છઠ્ઠા ક્રમે આવતા સૌથી ઉપરના વિભાગ પર્મિયન કાળ દરમિયાન તૈયાર થયેલી ખડકરચના. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં આ રચનાના સ્તરોની જમાવટ આજથી ગણતાં 28 ણ્ કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 22.5 કરોડ વર્ષ અગાઉ પૂરી થયેલી હોઈને તેનો કાળગાળો 5.5 કરોડ વર્ષનો ગણાય. તેની…
વધુ વાંચો >