ગિરીશભાઈ પંડ્યા

નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces)

નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces) : નદીજન્ય મેદાની પ્રકારનું ભૂમિસ્વરૂપ. નદીખીણની બાજુઓ પર જોવા મળતા મેદાની વિભાગોમાં સીડીનાં સોપાન જેવી, લાંબી છાજલી આકારની રચના બનતી હોય છે. તેમના ઢોળાવો નદીની વહનદિશા તરફ તેમજ નદીના પટ તરફ એમ બે બાજુના હોય છે, પરંતુ શિરોભાગ સપાટ હોય છે. નદી તરફની ધાર કરાડ…

વધુ વાંચો >

નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass)

નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass) : કોઈ પણ પ્રકારના ભૂસ્તરીય ક્ષેત્રકાર્યમાં સ્તરનમન (નમનકોણ–નમનદિશા) દિશાકોણ અને દિશામાપન માટે ઉપયોગમાં લેવાતું સાધન. ઊંચાઈ માપવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સાદા ઘડિયાળની જેમ જ ચપટા, ગોળાકાર આ સાધનમાં રેખાંકિત ચંદો (dial) જડેલો હોય છે. તેની બાહ્ય કિનારી 0°થી 360° સુધી…

વધુ વાંચો >

નમન, નમનકોણ (dip), નમનદિશા

નમન, નમનકોણ (dip), નમનદિશા : શૈલ સ્તરનો ક્ષૈતિજ સમતલ અધિકતમ ઢોળાવ, તેનો કોણ અને તેની દિશા. લગભગ બધા જ જળકૃત ખડકો અનુકૂળ સંજોગો હેઠળ ક્ષિતિજસમાંતર સ્થિતિમાં એક પછી એક કણજમાવટ પામીને પ્રત્યેક સ્તર અલગ પાડી શકાય એવા શ્રેણીબદ્ધ સ્તરસમૂહ રૂપે તૈયાર થતા હોય છે. પ્રત્યેક સ્તર તેના રંગ, ખનિજબંધારણ અને…

વધુ વાંચો >

નર્મદા (જિલ્લો)

નર્મદા (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 38´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.ની આજુબાજુનો 2755.5 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લાના ઉત્તર ભાગમાંથી નર્મદા નદી પસાર થતી હોવાથી જિલ્લાને ‘નર્મદા’ નામ અપાયું છે. તેની ઉત્તરે વડોદરા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્યની સીમા, દક્ષિણે…

વધુ વાંચો >

નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier)

નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier) : ભૂસ્તરીય વયમાં નવા સમયના ખડકોથી બધી બાજુએ સંપૂર્ણપણે ઘેરાયેલા, પણ મર્યાદિત વિસ્તાર આવરી લેતા જૂના સમયના ઓછાવત્તા ગોળાકાર-લંબગોળાકાર સ્વરૂપવાળા વિવૃત ખડકોથી બનતી રચના. જુદા જુદા પ્રમાણવાળા ઘસારાની, અસંગતિની, સ્તરભંગની કે ઊર્ધ્વવાંકમય ગેડીકરણની ક્રિયાથી તે તૈયાર થાય છે. નવપરિવેષ્ટિત ખડકભાગો સામાન્ય રીતે ખીણવિસ્તારોમાં, ગર્ત કે…

વધુ વાંચો >

નવસારી (જિલ્લો)

નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને…

વધુ વાંચો >

નાઇજિરિયા

નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…

વધુ વાંચો >

નાઇસ

નાઇસ : વિકૃત ખડકનો એક પ્રકાર. એવો સ્થૂળદાણાદાર ખડક કે જેમાં દાણાદાર ખનિજઘટકોથી બનેલા પટ્ટા વારાફરતી શિસ્ટોઝ સંરચનાવાળા પટ્ટાઓ સાથે ગોઠવાયેલા જોવા મળે છે. આવી ગોઠવણી મોટેભાગે વ્યવસ્થિત હોય છે. આ પ્રકારની ગોઠવણીને કે દેખાવને નાઇસિક, નાઇસોઇડ કે નાઇસોઝ સંરચના કહેવાય છે. આ સંરચના મિશ્ર પ્રકારની હોવાથી તેના ખનિજીય બંધારણ…

વધુ વાંચો >

નાતાલ

નાતાલ : ક્વાઝુલુ નાતાલ તરીકે ઓળખાતો દક્ષિણ આફ્રિકાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 20’થી 31° 05’ દ. અ. અને 28° 40’થી 32° 50’ પૂ. રે. વચ્ચે આવેલો છે. દક્ષિણ આફ્રિકા દેશના ચાર પ્રાંતો પૈકી તે સૌથી નાનો છે, જે દેશના કુલ વિસ્તારનો માત્ર આઠ ટકા ભાગ ધરાવે છે.…

વધુ વાંચો >

નાન્કિંગ

નાન્કિંગ : ચીનનું જૂનું પાટનગર. પૂર્વ ચીની સમુદ્રથી પશ્ચિમે આશરે 320 કિમી. અંતરે મધ્ય-પૂર્વ ચીનના ભૂમિભાગમાં યાંગત્ઝે નદીના દક્ષિણ કાંઠે આવેલું ચીનનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર. કિઆન્ગશુ પ્રાંતનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 32° 03´ ઉ. અ. અને 118° 47 ´ પૂ. રે. તે નાન્ચિંગ કે નાન્જિંગ નામથી પણ…

વધુ વાંચો >