ગિરીશભાઈ પંડ્યા
ડૉલેરાઇટ
ડૉલેરાઇટ : ગૅબ્રો અને બેસાલ્ટના જેવા જ ખનિજીય અને રાસાયણિક બંધારણવાળો મધ્યમ દાણાદાર બેઝિક ભૂમધ્યકૃત આગ્નેય ખડક. આ પર્યાય માટે ક્યારેક તો સૂક્ષ્મગૅબ્રો જેવું વધુ યોગ્ય નામ પણ ઉપયોગમાં લેવાય છે. બ્રિટનમાં આ પર્યાય ઑફિટિક કણરચનાવાળા તાજા તોડેલા બેસાલ્ટ ખડક માટે વપરાય છે, જ્યારે યુ.એસ.માં તે ડાયાબેઝ માટે વપરાય છે.…
વધુ વાંચો >ડૉલોમાઇટ
ડૉલોમાઇટ (Dolomite) : રાસા. બં. Camg(CO3)2; સ્ફ. વ.; હેક્ઝાગોનલ; સ્ફ. સ્વ. : સાદા રોમ્બોહેડ્રન સ્ફટિકો, ક્યારેક ફલકો વળાંકવાળા. સ્વરૂપ પ્રિઝમૅટિક, ભાગ્યે જ મેજઆકાર કે ઑક્ટાહેડ્રલ. દળદાર, સૂક્ષ્મથી સ્થૂળ દાણાદાર; ભાગ્યે જ રેસાદાર કે વટાણાકાર. યુગ્મતા (0001) સામાન્ય; પણ તે (1010), (1120) (1011) અને (0221) પૈકી ગમે તે ફલક પર મળી…
વધુ વાંચો >ડ્યુ ટોઇટ ઍલેક્ઝાન્ડર લોગી
ડ્યુ ટોઇટ ઍલેક્ઝાન્ડર લોગી (જ. 14 માર્ચ 1878; અ. 25 ફેબ્રુઆરી 1948) : જાણીતા આફ્રિકી ભૂસ્તરશાસ્ત્રી. દક્ષિણ આફ્રિકાની ભૂસ્તરશાસ્ત્રીય માહિતીને આવરી લેતું ‘ધ જિયોલૉજી ઑવ્ સાઉથ આફ્રિકા’ પુસ્તક (1926) તેમણે લખ્યું છે, જે તે વિસ્તાર માટે સંદર્ભગ્રંથરૂપ બની રહ્યું છે. ખંડીય પ્રવહન પર પણ તેમણે ઘણું કામ કર્યું છે. ‘ધ…
વધુ વાંચો >ડ્યુરેઇન
ડ્યુરેઇન : કોલસાના થરોમાં નજરે પડતા પટ્ટાઓમાં રહેલું દ્રવ્ય. તે મુખ્યત્વે ઍક્સિનાઇટ અને ઇનર્ટાઇટથી બનેલું, રાખોડીથી કથ્થાઈ કે કાળા રંગવાળું, ખરબચડી સપાટીવાળું રાળ જેવા ઝાંખા ચટકાવાળું હોય છે. કોલસાના પ્રત્યેક ઘટકને મેસેરલ કહેવાય છે, જેના ત્રણ સમૂહો પાડવામાં આવ્યા છે – વિટ્રિનાઇટ, ઍક્સિનાઇટ અને ઇનર્ટાઇટ. આ ત્રણેના, તેમનાં દ્રવ્યનાં લક્ષણો…
વધુ વાંચો >ડ્યૂનાઇટ
ડ્યૂનાઇટ : અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક-પ્રકાર. સામાન્યત: સંપૂર્ણપણે એકલા (લગભગ શુદ્ધ) ઑલિવીન ખનિજથી બનેલો એકખનિજીય ખડક. ક્યારેક તેમાં અનુષંગી પાયરૉક્સીન અને ક્રોમાઇટ પણ હોય છે; આ કારણે જ ડ્યૂનાઇટ ક્રોમાઇટ જથ્થાઓ માટેનો પ્રાપ્તિખડક ગણાય છે. કેટલાક ડ્યૂનાઇટમાં સ્પાઇનેલ-પિકોટાઇટ, મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, પાયહ્રોટાઇટ અને પ્રાકૃત પ્લૅટિનમ પણ જોવા મળે છે. ઑલિવીન ઉપરાંત જો…
વધુ વાંચો >ઢાળનિક્ષેપ
ઢાળનિક્ષેપ (Talus, scree) : પર્વત કે ટેકરી પરથી ગબડીને તળેટી ઢોળાવ પર એકત્રિત થતો ખડકદ્રવ્ય-જથ્થો. ખવાણ, ઘસારો અને ધોવાણનાં ત્રિવિધ પરિબળોના પરિણામ રૂપે પર્વત કે ટેકરીઓના વિસ્તારોમાંથી છૂટો પડેલો ખડકદ્રવ્ય-જથ્થો ગુરુત્વબળની અસર હેઠળ આપમેળે નીચે તરફ સ્થાનાંતરિત થતો જાય છે, ઢોળાવો પરથી ગબડે છે અને ટેકરીઓના તળેટી–ઢોળાવો પર એકત્રિત થતો…
વધુ વાંચો >તટપ્રદેશ
તટપ્રદેશ : નદી, સરોવર કે સમુદ્ર–મહાસાગરના કિનારાઓની સમાંતર રહેલી ઓછી-વત્તી પહોળાઈવાળી ભૂમિપટ્ટી; જેમ કે, નદીતટ, સરોવરતટ, સમુદ્રતટ વગેરે. નદીઓ તેમની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની કક્ષાઓમાં તટપ્રદેશો પર થતી નિક્ષેપ-જમાવટ (levees) સીડીદાર પ્રદેશો અને પૂરનાં મેદાનો જેવાં ભૂમિસ્વરૂપોની રચના કરે છે. સરોવરો સામાન્ય રીતે તો શાંત, સ્થાયી જળસંચયસ્થાનો હોવાથી તેમના કિનારા ખાસ…
વધુ વાંચો >તનાવ–દાબ
તનાવ–દાબ (tension–compression) (ભૂસ્તરીય) : પૃથ્વીના પોપડામાં ભૂસંચલનને કારણે અસર કરતાં કાર્યશીલ બળો. પોપડામાં થતી ભૂસંચલનની ક્રિયામાં જે વિસ્તાર સામેલ થાય છે ત્યાંના પ્રાદેશિક ખડકોમાં તેમજ ખડકદળમાં વિરૂપતાનાં બળો કાર્યશીલ બની વિવિધ પ્રકારનાં રચનાત્મક લક્ષણો ઉત્પન્ન કરે છે. તે ખડક પ્રકાર બળના પ્રકાર, બળની દિશા અને બળની તીવ્રતા તેમજ બળની કાર્યશીલતાના…
વધુ વાંચો >તરતી હિમશિલા
તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફ જથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય…
વધુ વાંચો >તરંગચિહન
તરંગચિહન (ripple mark) : જળપ્રવાહ દ્વારા, મોજાંની ક્રિયામાં પાણીના આગળપાછળના હલનચલન દ્વારા નિક્ષેપદ્રવ્યના છૂટા કણો ઓકળીબદ્ધ ગોઠવાવાથી તૈયાર થતા લાક્ષણિક વળાંકવાળા સપાટી-આકારો. કિનારાના નિક્ષેપોમાં અસર કરતા જળપ્રવાહોના હલનચલન દ્વારા આ પ્રકારની ઓકળીઓ ઉત્પન્ન થતી હોય છે. નીચેની આકૃતિમાં તરંગના જુદા જુદા ભાગોનાં નામ તેમજ પ્રકારો દર્શાવેલાં છે. સરખા આંદોલનકારી પ્રવાહો …
વધુ વાંચો >