ગિરીશભાઈ પંડ્યા
ટુર્મેલીનીકરણ
ટુર્મેલીનીકરણ : ફેલ્સ્પારની ટુર્મેલીનમાં ફેરવાવાની પ્રક્રિયા. ગ્રૅનાઇટ બંધારણવાળા મૅગ્માનાં અંતર્ભેદનો સાથે સંકળાયેલી ઉષ્ણબાષ્પ-ખનિજ પ્રક્રિયાને ત્રણ પ્રકારોમાં વહેંચેલી છે : (1) ટુર્મેલીનીકરણ, (2) ગ્રાયસેનીકરણ અને (3) કેઓલિનીકરણ. ટુર્મેલીનીકરણમાં ગ્રૅનાઇટના સ્ફટિકીકરણની અંતિમ સ્થિતિ વખતે મૅગ્માજન્ય અવશિષ્ટ દ્રાવણમાં જલબાષ્પ, બોરોનબાષ્પ અને ફ્લોરિનબાષ્પ જો સંયુક્તપણે સંકેન્દ્રિત થયેલી હોય અને તે મુક્ત બનીને ઘનીભૂત થયેલા…
વધુ વાંચો >ટૂફા
ટૂફા : નદીજળ અને ગરમ ઝરાના જળના બાષ્પીભવનમાંથી અવક્ષેપિત થઈને તૈયાર થતો છિદ્રાળુ, કોટરયુક્ત, વાદળી જેવો (spongy) ચૂનાખડક. તેને ચૂનાયુક્ત સિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્યપણે અતિસંતૃપ્ત જળમાંથી અવક્ષેપિત થઈને કૅલ્શિયમ કાર્બોનેટ ઝરાઓ અને જળસંચયસ્થાનોની આસપાસ ઊગતા છોડની ડાળીઓ અને પાંદડાં ઉપર જામે છે, પરંતુ છોડની સંરચનાને અમુક પ્રમાણમાં…
વધુ વાંચો >ટેકરી
ટેકરી (hill) : ભૂમિસ્વરૂપોનો એક પ્રકાર. પૃથ્વીની સપાટી ઉપર ઊંચાણ–નીચાણ દર્શાવતા આકારો. ટેકરી એ પૈકીનું એક ભૂમિસ્વરૂપ છે. 600 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા ભૂમિસ્વરૂપને ટેકરી કહેવાય છે, જે પર્વતને મળતું આવતું નાનું સ્વરૂપ છે. તેનો શીર્ષભાગ શિખર આકારમાં સ્પષ્ટપણે જુદો તરી આવે છે. ટેકરીનો બધી બાજુનો ઢોળાવ એકસરખો હોવા છતાં…
વધુ વાંચો >ટૅકિલાઇટ
ટૅકિલાઇટ (tachylite) : કુદરતી કાચ. ટૅકિલાઇટ એ બેસાલ્ટ બંધારણવાળો જ્વાળામુખીજન્ય કાચ છે. કુદરતમાં તે જવલ્લે જ મળી આવે છે. બેસાલ્ટ બંધારણવાળાં અંતર્ભેદનોની ત્વરિત ઠરી ગયેલી કિનારીઓ પર તે બને છે. સિડરોમિલેન પણ આ જ પ્રકારનો કાચ છે, જે પેલેગોનાઇટ ટફની લાક્ષણિકતા દર્શાવે છે. ઑબ્સિડિયન પણ જ્વાળામુખીજન્ય કાચ છે. જેનું બંધારણ…
વધુ વાંચો >ટેક્ટાઇટ
ટેક્ટાઇટ : 1. ટેક્ટાઇટ (tektites) : કાચમય બંધારણવાળી ઉલ્કાઓ. શંકાસ્પદ અવકાશીય ઉત્પત્તિજન્ય વિવિધ ગોળાઈવાળા આકારો ધરાવતા લીલાથી કાળા કાચમય દ્રવ્યથી બનેલા પદાર્થો માટે આ શબ્દ વપરાય છે. તેમની ઉલ્કાજન્ય ઉત્પત્તિ માટે નિષ્ણાતો શંકા સેવે છે અને સૂચવે છે કે પૃથ્વી કે ચંદ્ર પર થયેલી ઉલ્કા-અથડામણને કારણે તૂટીને છૂટું પડેલું દ્રવ્ય…
વધુ વાંચો >ટેક્ટોજન
ટેક્ટોજન : જ્વાળામુખી ખડકોનું વિપુલ પ્રમાણ ધરાવતા ભૂસંનતિમય થાળામાં નિક્ષેપજન્ય કણજમાવટથી બનેલો ઊંડાઈએ રહેલો ઘનિષ્ઠ ગેડીકરણ પામેલો પટ્ટો (belt). ભૂસંનતિમય થાળામાંનો જથ્થો જ્યારે જ્યારે પણ પર્વત સંકુલમાં ઉત્થાન પામે છે ત્યારે આ પ્રકારનો ખડકપટ્ટો પર્વતહારમાળાઓની નીચે ગોઠવાય છે. તે અત્યંત જાડાઈવાળો હોય છે અને સિયાલ-ખડકદ્રવ્યના બંધારણવાળો હોય છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >ટેક્ટોનાઇટ
ટેક્ટોનાઇટ : વિવિધ ભૂસંચલનજન્ય ખડકો માટે ઉપયોગમાં લેવાતું જૂથનામ. જે ખડકો દાબનાં પ્રતિબળોની અસર હેઠળ સ્ફટિકીકરણ પામ્યા હોય અને તેને પરિણામે તેમાંના મૂળ ખનિજ ઘટકોનું માળખું નવેસરથી ચોક્કસ રેખાકીય દિશામાં ગોઠવણી પામ્યું હોય, તેમને ‘ટેક્ટોનાઇટ’ નામ હેઠળ આવરી લેવામાં આવે છે. મૂળ ખડકોમાંના ખનિજ ઘટકો પોતાની મૂળ પ્રકૃતિ કે લક્ષણો…
વધુ વાંચો >ટેટ્રાગોનલ પ્રણાલી
ટેટ્રાગોનલ પ્રણાલી (tetragonal system) : ખનિજસ્ફટિકોની છ સ્ફટિકપ્રણાલી પૈકીની એક. તેમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ સ્ફટિક અક્ષ હોય છે, જે પૈકી ક્ષિતિજસમાંતર સ્થિતિમાં રહેતા બે અક્ષ સમાન લંબાઈના હોય છે અને એકમમૂલ્ય ધરાવે છે. ઊભી સ્થિતિમાં રહેતો ત્રીજો અક્ષ એકમ-મૂલ્ય કરતાં ટૂંકો કે લાંબો હોઈ શકે છે, પરંતુ જે તે…
વધુ વાંચો >ટેથિઝ
ટેથિઝ : આજથી અંદાજે 40 કરોડ વર્ષથી માંડીને 5 કરોડ વર્ષ અગાઉના વચ્ચેના કાળગાળાના ભૂસ્તરીય અતીત દરમિયાન તત્કાલીન પૃથ્વીના મધ્યભાગમાં અસ્તિત્વ ધરાવતા વિશાળ સમુદ્ર કે મહાસાગર માટે ભૂસ્તરવિદોએ આપેલું નામ. યુરોપ–એશિયા અને આફ્રિકા ખંડોને જુદો પાડતો આ સમુદ્રવિસ્તાર પૂર્વ–પશ્ચિમ લંબાયેલો હતો અને આજના દક્ષિણ યુરોપ, ભૂમધ્યસમુદ્ર, ઉત્તર આફ્રિકા, ઈરાન, આલ્પ્સ,…
વધુ વાંચો >ટેરોપૉડ સ્યંદન
ટેરોપૉડ સ્યંદન (Pteropod ooze) : દરિયાની અમુક ઊંડાઈના તળ ઉપર મળતો સૂક્ષ્મ સેન્દ્રિય નિક્ષેપ. ટેરોપૉડ એટલે મહાસાગરોના ઊંડાણવાળા વિસ્તારોમાં મુક્ત રીતે તરતાં રહેતાં મૃદુ શરીરાદિ સમુદાય પૈકીનાં જઠરપદી (gastropod) પ્રાણીઓ, જેમના પગનો નીચેનો ભાગ પાંખો જેવા બે વિભાગોમાં વહેંચાયેલો હોય છે. તેમનાં કવચ કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલાં હોય કે ન હોય.…
વધુ વાંચો >