ગિરીશભાઈ પંડ્યા

જૈવરાસાયણિક નિક્ષેપો

જૈવરાસાયણિક નિક્ષેપો (biochemical deposits) : જીવંત જીવનસ્વરૂપોની પ્રવૃત્તિઓ દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે તૈયાર થતા નિક્ષેપો. જીવનસ્વરૂપોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સીધી કે આડકતરી રીતે પરિણમતા અવક્ષેપિત નિક્ષેપોનો પણ આ પર્યાય હેઠળ સમાવેશ થાય છે; જેમ કે, બૅક્ટેરિયાજન્ય લોહધાતુખનિજનિક્ષેપો અને ચૂનાખડકો. પાણીમાં રહેલા દ્રાવ્ય ઘટકો વચ્ચે અવક્ષેપણ થવાના સંજોગો હેઠળ પ્રક્રિયાઓ…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૉલી તુલા

જૉલી તુલા : ઘન અને પ્રવાહી પદાર્થનું વિશિષ્ટ ઘનત્વ (સાપેક્ષ ઘનતા) શોધવાની કાલગ્રસ્ત રચના. જર્મન ભૌતિકશાસ્ત્રી ફિલિપ ફૉન જૉલીએ શોધેલી આ તુલામાં એક છેડે બાંધેલી પાતળી, લાંબી અને પેચદાર સ્પ્રિંગ હોય છે. સ્પ્રિંગના નીચેના છેડે વજન પલ્લું (weight pan) હોય છે અને તેની નીચે નમૂનો મૂકવા માટે પાતળા તારની બનેલી…

વધુ વાંચો >

જ્વાળામુખી

જ્વાળામુખી : પૃથ્વીના પોપડાની આરપાર ઊંડાઈથી સપાટી સુધી ખુલ્લા થયેલા નાળ આકારના કે ફાટ આકારના ભાગમાંથી મૅગ્મા કે મૅગ્માજન્ય વાયુઓ કે બંને બહાર આવવાની પ્રક્રિયા. મૅગ્મા બહાર નીકળવાની ક્રિયા એટલે લાવા-પ્રસ્ફુટન અથવા વાયુ-પ્રસ્ફુટન. પ્રસ્ફુટન આમ બે પ્રકારે થઈ શકે. નળી દ્વારા થાય તે શંકુ-પ્રસ્ફુટન, તેનાથી જ્વાળામુખી પર્વતરચના થાય; ફાટ દ્વારા…

વધુ વાંચો >

જ્વાળામુખી ખડકો

જ્વાળામુખી ખડકો (volcanic rocks) : પ્રસ્ફુટન દ્વારા બહાર નીકળી આવતા લાવાની ઠરવાની ક્રિયાથી તૈયાર થતા બહિર્ભૂત ખડકો. એચ. એચ. રીડ દ્વારા વર્ગીકૃત કરાયેલા અગ્નિકૃત ખડકોના 3 પ્રકારો પૈકીનો બહિર્ભૂત અથવા પ્રસ્ફુટિત ખડકોનો પ્રકાર. લાવાનું પ્રસરણ મોટે ભાગે શંકુ-પ્રસ્ફુટન પ્રકારનું હોય છે, તેમ છતાં ક્યારેક તે ફાટ-પ્રસ્ફુટનથી પણ થતું હોય છે.…

વધુ વાંચો >

જ્વાળામુખી-દાટો

જ્વાળામુખી-દાટો (volcanic plug) : વિસંવાદી અંતર્ભેદકનો એક પ્રકાર. (જુઓ, ‘અંતર્ભેદકો’ પૈકી વર્ગીકરણ.) શંકુ આકારના જ્વાળામુખી પર્વતો રચાવા માટે મૅગ્મા દ્રવ્ય પસાર થવા નળાકાર પોલાણ હોય છે. પ્રસ્ફુટનના અંતિમ ચરણમાં આ નળાકાર પોલાણ મૅગ્મા દ્રવ્યથી ભરાઈને જામી જવાથી પુરાઈ જાય ત્યારે તે જ્વાળામુખી-દાટા તરીકે ઓળખાય છે. આવાં નળાકાર પોલાણ જ્યારે લાવા…

વધુ વાંચો >

ઝબકાર

ઝબકાર (twinkling) : કૅલ્સાઇટ અને તેના જેવાં ખનિજો દ્વારા દર્શાવાતો ઝડપી ર્દશ્ય-ફેરફાર. કૅલ્સાઇટ દ્વિવક્રીભવનનો પ્રકાશીય ગુણધર્મ દર્શાવતું લાક્ષણિક ખનિજ છે. તેનો ખનિજછેદ પારગત (transmitted) પ્રકાશમાં લંબચોરસ કંપન દિશાઓ ધરાવે છે. માઇક્રોસ્કોપ પીઠિકા પર રાખી ફેરવતાં તેનો ખનિજછેદ એક સ્થિતિમાં કરકરા કણર્દશ્યવાળી સપાટી, સ્પષ્ટ સીમાઓ અને સ્પષ્ટ સંભેદ-રેખાઓ બતાવે છે. બીજી…

વધુ વાંચો >

ઝરો

ઝરો : ભૂપૃષ્ઠના વિવૃત ખડકોમાંથી કે ભૂમિમાંથી બહાર ફૂટી નીકળતું પાણી. તે જો તદ્દન ઓછા પ્રમાણમાં થતું હોય તો સ્રાવસ્થાનની આજુબાજુ ફેલાઈને સ્થાનિક પંકવિસ્તાર રચે છે, જો તેનું પ્રમાણ વધુ હોય તો વહી જાય છે અને નજીકની નદીને જઈ મળે છે. આ પ્રકારે ફૂટી નીકળતા જળને જલસ્રાવ (seepage) નામ આપી…

વધુ વાંચો >

ઝર્કોન

ઝર્કોન : ઝર્કોનિયમ નામનું રાસાયણિક તત્ત્વ ધરાવતું સિલિકેટ ખનિજ. રાસા. બં. : ZrSiO4 અથવા ZrO2·SiO2 જેમાં ZrO2 67.2% અને SiO2 32.8% છે. પ્રકાર : સિર્ટોલાઇટ, સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ, સ્ફ. સ્વ. : નાના-મોટા પ્રિઝમ સ્વરૂપે; દ્વિપિરામિડ ફલકોથી બંધાયેલા; બાણના ભાથા જેવા, વિકેન્દ્રિત રેસાદાર જૂથના સ્વરૂપે તેમજ અનિયમિત દાણાદાર સ્વરૂપે. યુગ્મતા…

વધુ વાંચો >

ઝિયોલાઇટ વર્ગ

ઝિયોલાઇટ વર્ગ : ઝિયોલાઇટ તરીકે ઓળખાતાં વિવિધ ખનિજોનો વર્ગ. જલયુક્ત ઍલ્યુમિનોસિલિકેટ. ચતુષ્ફલકીય માળખું એ તેની લાક્ષણિકતા છે, આયન-વિનિમયશીલ મોટાં ધનાયનો (cations) ધરાવતું અને સામાન્ય રીતે જલયુક્ત હોવા છતાં ઓછી જલપકડ ક્ષમતાવાળું હોવાથી વધુ ગરમી મળતાં પ્રતિવર્તી નિર્જલીકરણ પામતું હોય છે. તેમનું સર્વસામાન્ય સામૂહિક રાસાયણિક બંધારણ  રૂપે લખાય છે. તેમ છતાં…

વધુ વાંચો >