ગિરીશભાઈ પંડ્યા
જળકૃત સંરચનાઓ (sedimentary structures)
જળકૃત સંરચનાઓ (sedimentary structures) : જળકૃત ખડકોની ઉત્પત્તિ માટેના નિક્ષેપોની જમાવટ દરમિયાન કે તરત જ પછીથી; પરંતુ સ્તરોના દૃઢીભૂત થવા અગાઉ તેમાં જે જે સંરચનાત્મક લક્ષણો તૈયાર થાય છે તેમને ‘જળકૃત સંરચનાઓ’ હેઠળ આવરી લેવાય છે. જળકૃત ખડકની સંરચનાઓ 75% જેટલી સપાટી પર પથરાયેલી છે. આ સંરચનાઓની ઉત્પતિ હજારો વર્ષથી…
વધુ વાંચો >જળચક્ર (2)
જળચક્ર (2) : સપાટી, જળસ્રોતો, વાતાવરણ અને ભૂપૃષ્ઠની અંદરના ભાગો વચ્ચે નિરંતર થતી રહેતી જળનાં જુદાં જુદાં સ્વરૂપોની આપ-લે દ્વારા સર્જાતી જળની ચક્રાકાર ગતિ. જલાવરણ, વાતાવરણ અને શિલાવરણ અથવા ભૂપૃષ્ઠ એ પૃથ્વી પરનાં ત્રણ એવાં માધ્યમો છે જેમાં સપાટીજળ, હવામાંના ભેજ અને ભૂગર્ભીય જળનું પરિભ્રમણ થતું રહે છે. જળ-પરિભ્રમણની આ…
વધુ વાંચો >જળજન્ય કોટર (potholes)
જળજન્ય કોટર (potholes) : જળઘર્ષણથી થતાં કોટર કે બાકોરાં. નદીપટમાં રહેલા તળખડકોના સાંધા કે ફાટોમાં નાનામોટા ગોળાશ્મ ફસાઈ જતાં જળપ્રવાહના વેગને કારણે ફસાયેલા ગોળાશ્મ ફાટોમાં જ પકડાયેલા રહીને ગોળ ગોળ ફર્યા કરે, સંપર્કમાં આવતા બાજુના ખડકભાગોને ઘસ્યા કરે, તો છેવટે ઘડાના આકારમાં ફેરવાઈ જાય છે. આવાં પોલાણ કે બાકોરાંને જળજન્ય…
વધુ વાંચો >જળજન્ય નિક્ષેપો
જળજન્ય નિક્ષેપો : જળઆધારિત તૈયાર થતા નિક્ષેપો. નદીજન્ય, સરોવરજન્ય, ખાડીસરોવરજન્ય, નદીનાળજન્ય, હિમનદીજન્ય તેમજ સમુદ્ર-મહાસાગરજન્ય નિક્ષેપોનો જળજન્ય નિક્ષેપોમાં સમાવેશ કરી શકાય. નદીપટમાં, નદીની આસપાસના ભાગોમાં, પૂરનાં મેદાનોમાં, પર્વતોના તળેટી વિસ્તારમાં, નદીના સીડીદાર પ્રદેશોમાં, ત્રિકોણપ્રદેશીય ભાગમાં રચાતા સ્વચ્છ જળજન્ય નિક્ષેપો નદીજળજન્ય નિક્ષેપો કહેવાય છે. સ્વચ્છ જળનાં કે ખારા પાણીનાં સરોવરો (આવું દરેક…
વધુ વાંચો >જળધોધ-જળપ્રપાત
જળધોધ-જળપ્રપાત : નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય…
વધુ વાંચો >જળભૂસ્તરશાસ્ત્ર
જળભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીની સપાટી નીચેના જળની પ્રાપ્તિ, વિતરણ અને અભિસરણને લગતું વિજ્ઞાન. ભૂગર્ભજળ પૃથ્વીના પોપડાના ખડકો સાથે સંકળાયેલું હોવાથી તેના બે વિભાગ પાડવામાં આવેલા છે : 1. ભૂગર્ભજળશાસ્ત્રમાં પાણીની ગુણવત્તા, પ્રાપ્તિની ઊંડાઈ, તેના વિતરણ અને ઉપયોગિતાની પદ્ધતિઓનો અભ્યાસ વણી લેવાય છે. 2. જળભૂસ્તરશાસ્ત્રમાં ભૂસ્તરશાસ્ત્રને વધુ મહત્વ અપાય છે. ભૂપૃષ્ઠ નીચેના…
વધુ વાંચો >જળરોધી ખડક (aquifuge)
જળરોધી ખડક (aquifuge) : છિદ્રો કે આંતરકણજગાઓ અન્યોન્ય જોડાયેલાં ન હોવાને લીધે ઉદભવતો એવો ખડકસ્તર જે જળને શોષે નહિ તેમજ તેને પસાર પણ ન થવા દે. આ એવી અભેદ્ય ભૂસ્તરીય રચના છે જે જળધારક પણ નથી અને જળને પસાર કરવાની ક્ષમતા પણ ધરાવતી નથી. અતિ ઘનિષ્ઠ ગ્રૅનાઇટને આ કક્ષામાં મૂકી…
વધુ વાંચો >જળવિભાજક (watershedwaterdivide)
જળવિભાજક (watershedwaterdivide) : નદીનો જળવહન માર્ગ જે સ્થાનેથી વિભાજિત થતો હોય તેની ઉપરવાસનો જળપરિવાહ વિસ્તાર અથવા બે ભેગી થતી નદીઓનાં થાળાં કે ખીણપ્રદેશો વચ્ચે વિભાજિત રેખા (વિભાગ) બનાવતો ઊંચાણવાળો ભૂમિભાગ. જળવિભાજક આ રીતે બે નજીક નજીકની જળપરિવાહરચનાઓ વચ્ચે સરહદ બનાવી ઉપરવાસની બે નદીઓને અલગ પાડે છે. પાણીપુરવઠા ઇજનેરીમાં તે જળવિભાજક…
વધુ વાંચો >જળસંચય-વિસ્તાર (catchment area)
જળસંચય-વિસ્તાર (catchment area) : જળસ્રાવ વિસ્તાર જળપરિવાહનું થાળું. પોતાની સપાટી પર પડતું વરસાદનું પાણી કોઈ એક નદી કે ઝરણામાં વહાવતો સમગ્ર વિસ્તાર. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >જળસંચય-સ્તર (aquifer)
જળસંચય-સ્તર (aquifer) : કૂવામાં એકત્રિત થતા અને મેળવાતા પાણીની જેમ ભૂપૃષ્ઠ નીચેનો જળપ્રાપ્તિક્ષમતાવાળો જળધારક સ્તર કે જળસંચિત વિભાગ. સછિદ્રતા તેમજ ભેદ્યતાના ગુણધર્મને કારણે ખડકસ્તરરચનાઓ પૈકીનો જળધારક સ્તર, અર્થાત્ એવી સંરચનાવાળો સ્તર જે જળના નોંધપાત્ર જથ્થાને સામાન્ય સંજોગો હેઠળ પોતાનામાંથી પસાર થવા દે. ભેદ્ય ભૂસ્તરીય રચનાઓમાં મળતો ભૂગર્ભજળજથ્થો. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >