ગિરીશભાઈ પંડ્યા
હેલિયોટ્રોપ (Heliotrope)
હેલિયોટ્રોપ (Heliotrope) : (1) કૅલ્શિડોની(સૂક્ષ્મ સ્ફટિકમય સિલિકા)ની એક જાત. બ્લડસ્ટોનનો સમાનાર્થી પર્યાય. એવી જ અન્ય જાત પ્લાઝ્માને સમકક્ષ; પરંતુ તેમાં લાલ છાંટણાં હોય. હેલિયોટ્રોપ એ પારભાસક લીલાશ પડતા રંગવાળું કૅલ્શિડોની છે, જેમાં અપારદર્શક લાલ જાસ્પરનાં ટપકાં કે રેખાઓ હોય છે. (2) મોજણીકાર્ય(સર્વેક્ષણ)માં ઉપયોગમાં લેવાતું એક પ્રકારનું સાધન. તેમાં એક કે…
વધુ વાંચો >હૅલોજન ખનિજો
હૅલોજન ખનિજો : જેમાં મુખ્ય કે એકમાત્ર ઘનાયન ઘટક તરીકે હૅલોજન રહેલું હોય એવાં કુદરતમાંથી મળી આવતાં ખનિજો. આ પ્રકારનાં લગભગ 70 જેટલાં ખનિજો હોવાનું જાણવા મળેલું છે; પરંતુ તે પૈકીનાં માત્ર થોડાંક જ સામાન્યપણે મળે છે. તેમને તેમના ઉત્પત્તિપ્રકાર મુજબ નીચે પ્રમાણેના સમૂહોમાં વહેંચેલાં છે : 1. સમુદ્રજળના કે…
વધુ વાંચો >હેલ્ગોલૅન્ડ (Helgoland)
હેલ્ગોલૅન્ડ (Helgoland) : ઉત્તર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 54° 12´ ઉ. અ. અને 7° 53´ પૂ. રે.. માત્ર 2 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો આ ટાપુ જર્મનીને હસ્તક છે. તેની વસ્તી 2,200 જેટલી છે. ગ્રેટબ્રિટને આફ્રિકાનું ઝાંઝીબાર લઈને 1890માં તેના બદલામાં જર્મનીને આ ટાપુ સોંપેલો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, તે ઉનાળુ…
વધુ વાંચો >હેલ્વેટિયન કક્ષા (Helvetian Stage)
હેલ્વેટિયન કક્ષા (Helvetian Stage) : મધ્ય માયોસીન (માયોસીન કાલખંડ વર્તમાન પૂર્વે આશરે 2.6 કરોડ વર્ષથી શરૂ થઈ વ. પૂ. આશરે 1.9 કરોડ વર્ષ સુધી ચાલેલો.) ખડકો અને તે કાળગાળાને આવરી લેતો મુખ્ય વિભાગ. તેની નીચે ટૉર્ટોનિયન કક્ષા અને ઉપર તરફ બર્ડિગાલિયન કક્ષા રહેલી છે. સ્વિટ્ઝર્લૅન્ડ(લૅટિન હેલ્વેટિયા)માં મળતી લાક્ષણિક વિવૃતિઓ પરથી…
વધુ વાંચો >હેસ હેરી હેમંડ
હેસ, હેરી હેમંડ (જ. 24 મે 1906; અ. ઑગસ્ટ 1969) : આગળ પડતો અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી, ભૂભૌતિકશાસ્ત્રી, ખનિજશાસ્ત્રી, ખડકવિદ અને મહાસાગરવેત્તા. યુ.એસ.ના નેવલ રિઝર્વમાં તેમણે રિઅર ઍડ્મિરલ તરીકે પણ સેવાઓ આપેલી. ખંડીય પ્રવહનના સિદ્ધાંત અને ભૂતકતી સંચલનની સંકલ્પનામાં આપેલાં પ્રદાનો માટે તેઓ વધુ જાણીતા છે. આ ઉપરાંત, કેરિબિયન વિસ્તારમાં અધોદરિયાઈ નૌકાયાનોને…
વધુ વાંચો >હૈતી
હૈતી : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 00´થી 20° 00´ ઉ. અ. અને 71° 30´થી 74° 30´ પ. રે.ની વચ્ચેનો 27,750 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 290 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 217 કિમી. છે. દૂરતટીય ટાપુઓની કિનારારેખા સહિત હૈતીના દરિયાકાંઠાની કુલ લંબાઈ…
વધુ વાંચો >હૈદરાબાદ (ભારત)
હૈદરાબાદ (ભારત) : આંધ્રપ્રદેશનું પાટનગર, ભારતનાં મોટાં શહેરો પૈકીનું છઠ્ઠા ક્રમે આવતું શહેર તથા મહત્વનું વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 17° 25´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.. વિસ્તાર : 562 ચોકિમી.. તે મુંબઈથી અગ્નિકોણમાં આશરે 600 કિમી.ને અંતરે તથા ચેન્નાઈથી વાયવ્યમાં આશરે 500 કિમી.ને અંતરે આવેલું છે. હૈદરાબાદનું…
વધુ વાંચો >હૈદરાબાદ (પાકિસ્તાન)
હૈદરાબાદ (પાકિસ્તાન) : પાકિસ્તાનના સિંધ પ્રાતમાં, સિંધુ નદીને કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 22´ ઉ. અ. અને 68° 22´ પૂ. રે.. તે સડકમાર્ગો તેમજ રેલમાર્ગોનું જંક્શન હોઈ, આજુબાજુના પ્રદેશો માટે મહત્વનું વેપારી મથક બની રહેલું છે. અહીંથી એક તરફ પેશાવર સુધી અને બીજી તરફ કરાંચી સુધી રેલમાર્ગ જાય…
વધુ વાંચો >હૈનાન (Hainan)
હૈનાન (Hainan) : દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલો ચીનનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે આશરે 18°થી 20´ ઉ. અ. અને 108°થી 111´ પૂ. રે. વચ્ચેનો લગભગ 34,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2000 મુજબ, તેની વસ્તી 78,70,000 જેટલી છે. હાઇકોઉ તેનું પાટનગર છે. ઉત્તર તરફ તે…
વધુ વાંચો >હૈફા
હૈફા : ઈશાન ઇઝરાયલમાં આવેલું શહેર, બંદર, મહત્ત્વનું ઉત્પાદક મથક, સાંસ્કૃતિક કેન્દ્ર તથા હૈફા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 32° 50´ ઉ. અ. અને 35° 00´ પૂ. રે. પર માઉન્ટ કાર્મેલની તળેટીમાં તે વસેલું છે. તે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડા ખાતે હૈફાના ઉપસાગર પર પથરાયેલું છે. વિસ્તાર : 854 ચોકિમી..…
વધુ વાંચો >