ગિરીશભાઈ પંડ્યા
સ્ટૉકવર્કસ (stockworks)
સ્ટૉકવર્કસ (stockworks) : બખોલપૂરણીનો એક પ્રકાર. ખનિજ-ધાતુખનિજધારક નાની નાની શિરાઓની અરસપરસની ઘનિષ્ઠ ગૂંથણી દ્વારા જ્યારે આખોય ખડકભાગ આવરી લેવાયેલો હોય ત્યારે એવા શિરાગૂંથણીસ્વરૂપને લઘુશિરાજાલ જૂથનિક્ષેપ (સ્ટૉકવર્કસ) કહેવાય છે. આલ્તનબર્ગ(જર્મની)નું કલાઈ-સ્ટૉકવર્કસ (લઘુશિરાજાલ જૂથનિક્ષેપ) આગ્નેય અંતર્ભેદકોના પ્રાદેશિક ખડકો સાથે સંપર્કમાં રહેલા બાહ્ય વિભાગો ઝડપથી ઠરતા હોય છે. ઘનીભવન દરમિયાન થતા સંકોચનથી તેમાં…
વધુ વાંચો >સ્ટૉકહોમ (Stockholm)
સ્ટૉકહોમ (Stockholm) : સ્વીડનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 20´ ઉ. અ. અને 18° 03´ પૂ. રે.. આ શહેર માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. સ્ટૉકહોમ આશરે 50 પુલોથી સંકળાયેલા 14 જેટલા ટાપુઓ પર…
વધુ વાંચો >સ્ટોરોલાઇટ
સ્ટોરોલાઇટ : પ્રાદેશિક વિકૃતિની પેદાશ. રા. બં. : Fe2A19Si4O22(OH)2. સ્ફ. વર્ગ : ઑર્થોરહોમ્બિક (સ્યુડો-ઑર્થોર્હોમ્બિક) મૉનોક્લિનિક. સ્ફ. વ. : સ્ફટિકો ટૂંકા પ્રિઝમેટિક, આછી ખરબચડી સપાટીઓવાળા, યુગ્મતાવાળા; યુગ્મતા બ્રેકિડોમ ફલક પર – કાટખૂણો દર્શાવતી, વધસ્તંભ જેવી; ક્યારેક 60°ને ખૂણે પણ મળે. દેખાવ : પારભાસકથી અપારદર્શક. સંભેદ : (010) સ્પષ્ટ. પ્રભંગ : ખરબચડાથી…
વધુ વાંચો >સ્ટ્રોમેટોલાઇટ
સ્ટ્રોમેટોલાઇટ : એક પ્રકારની સંરચના. ચૂનાયુક્ત–લીલમય ઉત્પત્તિના માનવામાં આવતા કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ–મૅગ્નેશિયમ કાર્બોનેટના ગોળાકાર, અર્ધગોળાકાર, પડવાળા જથ્થાઓની બનેલી ચૂનાયુક્ત ખડકોમાં જોવા મળતી સંરચના. આ સંરચનાઓ અનિયમિત સ્તંભાકાર અને અર્ધગોલકીય આકારની હોય છે, તેમજ પરિમાણમાં તે 1 મિમી.થી ઘણા મીટરની જાડાઈવાળી હોઈ શકે છે. તે નાનકડા બટનથી માંડીને બિસ્કિટ જેવડી…
વધુ વાંચો >સ્તર (stratum bed)
સ્તર (stratum, bed) : સ્તરબદ્ધ શ્રેણીનો નાનામાં નાનો એકમ. ખનિજ કે ધાતુખનિજ જથ્થાનો કે કોલસાનો પટ. સપાટીખાણમાંનો કોઈ પણ વિવૃત ભાગ. સ્તર અને પ્રસ્તર બંને સમાનાર્થી પર્યાયો છે. સ્તરને પોતાનું આગવું ખડકબંધારણ હોય છે. આ એવો એકમ છે, જે ઉપર-નીચેના સ્તરોની સ્પષ્ટ તલસપાટીઓ(bedding planes)થી અલગ પડતો હોય. આ શબ્દ સામાન્ય…
વધુ વાંચો >સ્તરનિર્દેશન (strike)
સ્તરનિર્દેશન (strike) : સ્તરોનું દિશાનિર્દેશન. સ્તરની તલસપાટી પર દોરાતી ક્ષિતિજ-સમાંતર રેખાની દિશા. નમન દર્શાવતી સ્તરસપાટી(કે સાંધાસપાટી કે સ્તરભંગ સપાટી)માં ક્ષિતિજ-સમાંતર રેખાકીય દિશાને સ્તરનિર્દેશન કહેવાય. રચનાત્મક દૃષ્ટિએ, નમેલા સ્તરનો ક્ષિતિજ-સમાંતરતા સાથેનો આડછેદ તે સ્તર માટેનું સ્તરનિર્દેશન થયું ગણાય. આમ સ્તરનિર્દેશન એ દિશાકીય લક્ષણ બને છે, જે દિશાકોણ દ્વારા દર્શાવી શકાય છે.…
વધુ વાંચો >સ્તરબદ્ધ ખડકો
સ્તરબદ્ધ ખડકો : ભૂપૃષ્ઠમાં રહેલા કોઈ પણ પ્રકારના જૂના ખડકો પર થતી ધોવાણની ક્રિયા દ્વારા નીપજતા દ્રવ્યની કણજમાવટમાંથી તૈયાર થતા સ્તરવાળા ખડકો. તેમાં સેન્દ્રિય દ્રવ્ય પણ સામેલ થતું હોય છે. આ પ્રકારમાં સંશ્લેષિત (ઘનિષ્ઠ) તેમજ બિનસંશ્લેષિત (છૂટા કણનિક્ષેપ) દ્રવ્યનો સમાવેશ થઈ જાય છે. સ્તરબદ્ધ ખડકોનું તેમાં રહેલા દ્રવ્યના પ્રકાર તેમજ…
વધુ વાંચો >સ્તરભંગ (fault)
સ્તરભંગ (fault) ખડકોમાં ઉદભવતી તૂટવાની અને ખસવાની ઘટના. પૃથ્વીના પોપડામાં ઉત્પન્ન થતાં પ્રતિબળોની અસર જ્યારે ખડકો પર થાય છે ત્યારે તેમાં વિરૂપતા આવે છે. વિરૂપતા ગેડીકરણની કે ભંગાણ પ્રકારની હોઈ શકે છે. ખડકો બરડ હોય અને અસર કરતાં પ્રતિબળો વિરૂપણ (shear) પ્રકારનાં હોય ત્યારે સામાન્ય રીતે ખડકજથ્થા તેમની મૂળસ્થિતિ જાળવી…
વધુ વાંચો >સ્તરભંગ-ઉત્ખંડ (horst)
સ્તરભંગ-ઉત્ખંડ (horst) : બે સ્તરભંગને કારણે વચ્ચેના ભાગમાં ઉત્થાન પામેલો ખંડવિભાગ. ઉત્ખંડનાં પરિમાણ સ્થાનભેદે જુદાં જુદાં હોઈ શકે છે. સામાન્ય રીતે તેની લંબાઈ પહોળાઈ કરતાં વધુ હોય છે. ઉત્ખંડની લંબાઈ અને ઉપર તરફનું સ્થાનાંતર થોડા સેમી.થી માંડીને સેંકડો મીટર સુધીનાં હોઈ શકે છે. ‘ઉત્ખંડ’ ઉત્ખંડની રચના ગુરુત્વ પ્રકારના સ્તરભંગોને કારણે…
વધુ વાંચો >સ્તરભંગઘર્ષિત સપાટીઓ (slickensides)
સ્તરભંગઘર્ષિત સપાટીઓ (slickensides) : સ્તરભંગને કારણે અસરયુક્ત ખડકો પર ઉદભવતી સુંવાળી સપાટીઓ. ભૂસંચલનને કારણે સ્તરભંગ થાય ત્યારે ખડકોમાં ભંગાણ થાય છે અને ખડકવિભાગો સરકે છે. સ્તરભંગસપાટી પરના સ્તરો દબાણ હેઠળ એકબીજાના લગોલગ સંપર્કમાં રહીને ઘસાય છે. તેના કારણે સામસામી દીવાલો લીસી, સુંવાળી, રેખાંકિત કે સળવાળી બને છે. ઉદભવતાં રેખાંકનો ખસવાની…
વધુ વાંચો >