સ્તર (stratum, bed) : સ્તરબદ્ધ શ્રેણીનો નાનામાં નાનો એકમ. ખનિજ કે ધાતુખનિજ જથ્થાનો કે કોલસાનો પટ. સપાટીખાણમાંનો કોઈ પણ વિવૃત ભાગ. સ્તર અને પ્રસ્તર બંને સમાનાર્થી પર્યાયો છે.

સ્તરને પોતાનું આગવું ખડકબંધારણ હોય છે. આ એવો એકમ છે, જે ઉપર-નીચેના સ્તરોની સ્પષ્ટ તલસપાટીઓ(bedding planes)થી અલગ પડતો હોય. આ શબ્દ સામાન્ય રીતે જળકૃત ખડકસ્તરો માટે વધુ ઉપયોગમાં લેવાય છે.

આ સ્તર જે ખડકો સાથે સંકળાયેલો હોય તેનાથી નવી વયનો હોય છે અર્થાત્ રચનાશ્રેણી પૈકી નિયત સ્થિતિ ધરાવતો હોય છે અને જુદો એકમ રચતો હોય છે; એ રીતે સ્તરરચનામાં ગોઠવાયેલા મળતા ધાતુખનિજના સમાંતર પટને સ્તર કે પ્રસ્તર કહી શકાય; પરંતુ અંતર્ભેદનના એવા જ પટને સ્તર કહી શકાય નહિ.

છદ્મ સ્તરરચનાનાં વિવિધ સ્વરૂપો

સપાટીખાણમાંના કોઈ પણ વિવૃત્ત ભાગને અથવા ઉપર-નીચેની બે તલસપાટીઓ વચ્ચેના વિવૃત ભાગને પણ સ્તર તરીકે ઓળખાવી શકાય.

ભૂભૌતિકશાસ્ત્રના સંદર્ભમાં જોતાં, કોઈ પણ ખડકજથ્થો કે દળ જે વધુ વિસ્તૃત પટમાં ક્ષિતિજ સમાંતર રીતે પથરાયેલ હોય અને જેની જાડાઈ તેની વિસ્તૃતિની સરખામણીએ પ્રમાણમાં ઓછી હોય તેમજ ઉપર-નીચેનું ખડકદ્રવ્ય ભૌતિક લક્ષણોમાં જુદું પડી આવતું હોય, તેને પણ સ્તર કહી શકાય.

ખડકની જે તલસપાટી પર જળરાશિ રહેલો હોય તેને પણ સ્તર કહેવાય.

સંધિસપાટી

અથવા

સ્તરસપાટી

સ્તરસપાટી

સ્તરસપાટી

સ્તરસપાટી

D સ્તર
C સ્તર
B સ્તર
A સ્તર

સ્તરરચના

અધ:-ઊર્ધ્વ તલસપાટીઓથી અલગ પડી આવતા ઘનિષ્ઠ બનેલા નિક્ષેપજન્ય જથ્થાથી પરિણમતી ખડકશ્રેણીના વિભાગને સ્તરવાળા ખડકો કહેવાય છે અને તેનાથી બનતી સંરચનાને સ્તરરચના કહેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા