ગિરીશભાઈ પંડ્યા

સોમાલી (થાળું)

સોમાલી (થાળું) : હિન્દી મહાસાગરના ફાંટારૂપ અરબી સમુદ્રના નૈર્ઋત્ય ભાગના તળ પર આવેલું અધોદરિયાઈ થાળું. તે સોમાલિયાની ભૂશિરથી પૂર્વ તરફ આવેલું છે. કાર્લ્સબર્ગ ડુંગરધાર તેને ઈશાન તરફ આવેલા અરબી ગર્તથી અલગ પાડે છે. આ થાળું દક્ષિણમાં રહેલા મૅસ્કેરીન અને માડાગાસ્કર થાળાંને સાંકળે છે. અહીંની તળ-ઊંડાઈ 3,600 મીટર જેટલી છે. સોમાલી…

વધુ વાંચો >

સોલન (સોલોન)

સોલન (સોલોન) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 05´થી 31° 15´ ઉ. અ. અને 76° 42´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 1,936 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ બિલાસપુર, ઈશાન તરફ મંડી, પૂર્વ તરફ સિમલા અને અગ્નિ…

વધુ વાંચો >

સોલના

સોલના : સ્વીડનના મધ્ય-પૂર્વભાગમાં, સ્ટૉકહોમ પરગણામાં, સ્ટૉકહોમથી વાયવ્ય તરફ આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 22´ ઉ. અ. અને 18° 01´ પૂ. રે.. અહીં આઠમાથી દસમા સૈકાના, યુરોપના વેપારી-ચાંચિયાના કાળગાળાના પાષાણના અક્ષરો તથા ઘણાં દફનસ્થળો ધરાવતી પ્રાચીન વસાહત જોવા મળે છે. અહીંની જાણીતી ઇમારતોમાં બારમી સદીનું ચર્ચ, કાર્લબર્ગ મહેલ, અઢારમી…

વધુ વાંચો >

સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone)

સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone) : જર્મનીના સોલહૉફેન વિસ્તારમાં પથરાયેલા ઊર્ધ્વ જુરાસિક (વ. પૂ. 19થી 13.6 કરોડ વર્ષ) કાળનો ખડકવિભાગ. અહીંના ઊર્ધ્વ જુરાસિક ખડકો જીવાવશેષયુક્ત છે અને પરવાળાંના ખરાબાથી બનેલા છે. જુરાસિક કાળ દરમિયાન તેમાં ખાડીસરોવરો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ સરોવરોમાં ચૂનાયુક્ત નિક્ષેપો એકઠા થયે જતા હતા, જેમાંથી અતિસૂક્ષ્મ ચૂનાખડક તૈયાર…

વધુ વાંચો >

સોલાપુર

સોલાપુર : મહારાષ્ટ્ર રાજ્યના પુણે વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 17° 41´ ઉ. અ. અને 75° 55´ પૂ. રે.ની આજુબાજુનો 14,886 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં અહમદનગર અને ઓસ્માનાબાદ જિલ્લો, પૂર્વમાં ઓસ્માનાબાદ જિલ્લો અને કર્ણાટક રાજ્યસીમા, દક્ષિણે કર્ણાટક રાજ્યસીમા…

વધુ વાંચો >

સોલોમન ટાપુઓ

સોલોમન ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 8° 00´ દ. અ. અને 159° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 27,600 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે; પરંતુ મહાસાગરના આશરે 6,00,000 ચોકિમી.ના વિસ્તારમાં તે પથરાયેલા છે. તે ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં 1,600 કિમી. અંતરે પાપુઆ તથા ન્યૂ ગિનીથી પૂર્વ…

વધુ વાંચો >

સોલો માનવ

સોલો માનવ : માનવ-ઉત્ક્રાંતિ પૈકીના પ્રાગ્ઐતિહાસિક કાળ દરમિયાનનો એક માનવપ્રકાર. 1931–1932માં જાવાના અંગાનદોંગ સ્થળ ખાતેથી પસાર થતી સોલો નદીના સીડીદાર ઢોળાવોમાંથી માનવખોપરીના 11 અવશેષો (જેમાં ચહેરાના અસ્થિભાગો ન હતા.) તથા પગના 2 અસ્થિ-અવશેષો મળેલા. આજના માનવની 1,350 ઘન સેમી. કદની ખોપરીની સરખામણીમાં સોલો માનવની ખોપરીનું કદ 1,150થી 1,300 ઘન સેમી.…

વધુ વાંચો >

સૉલ્ટપીટર (Saltpetre)

સૉલ્ટપીટર (Saltpetre) : ખનિજનો એક પ્રકાર. રાસાયણિક બંધારણ : KNO3. તેને નાઇટર નામથી પણ ઓળખાય છે. રસાયણશાસ્ત્રીઓ તેને પોટૅશિયમ નાઇટ્રેટ કહે છે. સામાન્ય રીતે તે ચૂનાખડક ગુફાઓમાં મળે છે. ઔદ્યોગિક ક્ષેત્રે સૉલ્ટપીટરનો ઉપયોગ દીવાસળીઓ, ગનપાઉડર, સ્ફોટકો અને કૃત્રિમ ખાતર બનાવવા થાય છે. વિશ્ર્લેષિક રસાયણશાસ્ત્રમાં તે અભિકારક (reagent) તરીકે વપરાય છે.…

વધુ વાંચો >

સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય)

સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય) : ભારતના પંજાબ રાજ્ય તેમજ પાકિસ્તાનના પંજાબ પ્રાંત બંનેમાંથી પસાર થતી હારમાળા. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર તેમજ સ્તરવિદ્યાત્મક અભ્યાસ માટે સૉલ્ટ-રેન્જ ભારત–પાકિસ્તાન બંનેનો મહત્વનો વિસ્તાર ગણાય છે. ઘણા જૂના સમયથી આ વિસ્તાર તરફ ભૂસ્તરવિદોનું ધ્યાન દોરાયેલું. તેમાં જીવાવશેષયુક્ત સ્તરો રહેલા છે માટે તે મહત્વની છે. તે ઉપરાંત તેમાં જુદા જુદા…

વધુ વાંચો >

સૉલ્ટ-રેન્જ (ભૌગોલિક)

સૉલ્ટ-રેન્જ (ભૌગોલિક) : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઉત્તર ભાગમાં, સિંધુ અને જેલમ નદીઓની ખીણો વચ્ચે આવેલી ટેકરીઓ તેમજ ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતોની શ્રેણી. ભૌગોલિક સ્થાન : તે 71° પૂ. રે.થી 74° પૂ. રે. વચ્ચે પૂર્વ–પશ્ચિમ વિસ્તરેલી છે. તળેટી ટેકરીઓના નીચલા ઢોળાવોમાં રહેલા વિસ્તૃત સિંધવ-નિક્ષેપોને કારણે તેને ક્ષાર-હારમાળા (salt-range) નામ અપાયેલું છે.…

વધુ વાંચો >