ગિરીશભાઈ પંડ્યા
સાલ (નદી)
સાલ (નદી) : જર્મનીમાં આવેલી એલ્બ નદીને ડાબે કાંઠે મળતી સહાયક નદી. તેની લંબાઈ 426 કિમી. જેટલી છે, તે 23,737 ચોકિમી. જેટલો સ્રાવ-વિસ્તાર આવરી લે છે. પશ્ચિમ જર્મનીના ઊંચાણવાળા ફિશ્તેલ્જબર્ગ વિભાગમાંથી તે નીકળે છે, ત્યાંથી તે ઉત્તર અને વાયવ્ય તરફ વહે છે. તેને કાંઠે આવેલાં પૂર્વ જર્મનીનાં સાલફેલ્ડ, રુડોલસ્ટૅડ, જેના,…
વધુ વાંચો >સાલ હિમજન્ય કક્ષા (Saale Glacial Stage)
સાલ હિમજન્ય કક્ષા (Saale Glacial Stage) : ઉત્તર યુરોપમાં પ્લાયસ્ટોસીન કાલખંડ (વ. પૂ. 25 લાખ વર્ષ અને 10,000 વર્ષ વચ્ચેના કાળગાળા) દરમિયાન પ્રવર્તેલા હિમયુગો પૈકીની એક કક્ષા તથા તેમાં તૈયાર થયેલા નિક્ષેપોનો વિભાગ. આ કક્ષા હોલ્સ્ટાઇન આંતરહિમકાળ-કક્ષા પછીથી તથા ઇમિયન આંતરહિમકાળ-કક્ષા પહેલાં પ્રવર્તેલી. આ બંને આંતરહિમકાળ-કક્ષાઓ દરમિયાન આબોહવા પ્રમાણમાં નરમ…
વધુ વાંચો >સાલ્વીન (નદી)
સાલ્વીન (નદી) : મ્યાનમારની અગત્યની નદી. તે પૂર્વ તિબેટમાંથી નીકળે છે અને પૂર્વ મ્યાનમારમાં થઈને વહે છે અને છેલ્લે મૉલ્મીન નજીક બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. નદીની લંબાઈ 2,414 કિમી. છે અને તે પૂર્વ મ્યાનમાર અને પશ્ચિમ થાઇલૅન્ડમાંથી પસાર થાય છે. આ નદી કોતરમાં થઈને વહેતી હોવાથી તેનો વ્યાપારી જળમાર્ગ તરીકે…
વધુ વાંચો >સાહિબગંજ
સાહિબગંજ : ઝારખંડ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે આશરે 24° 15´થી 25° 20´ ઉ. અ. અને 87° 25´થી 87° 50´ પૂ. રે. વચ્ચેનો 1,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં ભાગલપુર, ઉત્તરમાં કટિહાર, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળના જિલ્લા, દક્ષિણમાં પાકૌર જિલ્લો…
વધુ વાંચો >સાંગલી
સાંગલી : મહારાષ્ટ્ર રાજ્યમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 45´થી 17° 33´ ઉ. અ અને 73° 42´થી 75° 40´ પૂ. રે. વચ્ચેનો 8,572 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાતારા અને સોલાપુર જિલ્લા, પૂર્વમાં અને દક્ષિણમાં કર્ણાટક…
વધુ વાંચો >સાંગેમન આંતરહિમકાલીન કક્ષા (Sangamon Interglacial Stage)
સાંગેમન આંતરહિમકાલીન કક્ષા (Sangamon Interglacial Stage) : ઉત્તર અમેરિકાના સંદર્ભમાં પ્લાયસ્ટોસીન કાલખંડનો તેમજ તેના નિક્ષેપોનો એક મુખ્ય વિભાગ. પ્લાયસ્ટોસીન કાલખંડ એટલે અંદાજે 20 લાખ વર્ષ વ. પૂ.થી 10,000 વર્ષ વ. પૂ. વચ્ચેનો સમયગાળો. આ કક્ષા ઇલિનૉઇયન હિમકાળ પછીનો તથા વિસ્કોન્સિન હિમકાળ પહેલાંનો સમયગાળો આવરી લે છે. આ બંને હિમકાળ દરમિયાન…
વધુ વાંચો >સાંગ્રે દ ક્રિસ્ટો પર્વતો
સાંગ્રે દ ક્રિસ્ટો પર્વતો : દક્ષિણ રૉકીઝ પર્વતમાળાનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 37° 30´ ઉ. અ. અને 105° 15´ પ. રે. તે દક્ષિણ-મધ્ય કૉલોરાડોમાં આવેલા પોન્ચા ઘાટથી દક્ષિણ-અગ્નિ દિશા તરફ આશરે 400 કિમી.ની લંબાઈમાં લાસ વેગાસ(મધ્ય-ઉત્તર ન્યૂ મેક્સિકો)ની નૈર્ઋત્યમાં આવેલા નીચા જળવિભાજક સુધી વિસ્તરેલો છે. સામાન્ય રીતે ફ્રન્ટ રેન્જનું…
વધુ વાંચો >સાંધા (Joints)
સાંધા (Joints) ખડકોમાં જોવા મળતી તડો, તિરાડો કે ફાટો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા લગભગ બધા જ પ્રકારના ખડકોમાં આ લક્ષણ જોવા મળે છે. તેને કારણે ખડકો નાના-મોટા વિભાગોમાં એકબીજાથી અલગ પડેલા દેખાય છે. આવી ફાટસપાટી પર બંને બાજુના ખડક-વિભાગોનો ખસેડ થયો ન હોય તો તે લક્ષણને સાંધા તરીકે ઓળખાવી શકાય;…
વધુ વાંચો >સાંભર સરોવર (Sambhar Lake)
સાંભર સરોવર (Sambhar Lake) : રાજસ્થાનમાં જયપુર નજીક આવેલું, ભારતનું ખારા પાણીનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 26° 53´ ઉ. અ. અને 74° 45´ પૂ. રે. પર તે જયપુર-અજમેર વચ્ચે આવેલું છે. તે 230 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. રાજસ્થાનના જયપુર-અજમેર અને નાગૌર જિલ્લાઓની સરહદો વચ્ચે તે ત્રિકોણાકારમાં પથરાયેલું…
વધુ વાંચો >સિકર
સિકર : રાજસ્થાનના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´થી 28° 12´ ઉ. અ. અને 74° 44´થી 75° 05´ પૂ. રે. વચ્ચેનો 7,732 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝૂનઝૂનુ જિલ્લો, ઈશાનમાં હરિયાણાની સીમા, પૂર્વ અને દક્ષિણ તરફ જયપુર,…
વધુ વાંચો >