ગિરીશભાઈ પંડ્યા
સંભેદ (cleavage)
સંભેદ (cleavage) : (1) ખનિજના સંદર્ભમાં : વિભાજકતાનો ગુણધર્મ. ખનિજોનું તેમની અમુક ચોક્કસ તલસપાટી પર છૂટાં (ભેદ) પડી જવાનું વલણ. આ પ્રકારના વલણને સંભેદ અથવા વિભાજકતા કહે છે. કેટલાંક ખનિજો માટે આ ગુણધર્મ લાક્ષણિક બની રહે છે, જેને કારણે તે ખનિજ સહેલાઈથી પારખી શકાય છે. સંભેદ ખનિજોના સ્ફટિકમય સ્વરૂપ પર…
વધુ વાંચો >સંરચના (structure)
સંરચના (structure) : ખડક કે ખનિજમાં જોવા મળતું રચનાત્મક લક્ષણ. રચનાત્મક લક્ષણ ખડકો કે ખનિજોમાં તેમનાં વિશિષ્ટ દેખાવ, આકાર કે ગોઠવણીને કારણે ઉદ્ભવતું હોય છે, તે મુજબ તેનાં નામ અપાય છે. ભૂસ્તરશાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં સંરચનાનું અર્થઘટન જુદી જુદી રીતે થાય છે. ખનિજશાસ્ત્રની દૃષ્ટિએ : અમુક ખનિજો તેમના બાહ્ય દેખાવમાં…
વધુ વાંચો >સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology)
સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology) : ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા. પૃથ્વીનો પોપડો ક્યારેય શાંત સ્થિતિમાં હોતો નથી. તેની જુદી જુદી ઊંડાઈના જુદા જુદા ભાગોમાં તાપમાન અને દાબનાં પ્રતિબળો (stresses) કાર્યરત હોય છે. પ્રતિબળોમાંથી ઉદ્ભવતી ઊર્જા પોપડામાં ભેગી થતી રહે છે. વધુ પડતી સંચિત થયેલી ઊર્જા પોપડાના જે તે સ્થાનમાં વિક્ષેપ ઊભો કરે છે.…
વધુ વાંચો >સંવાદી અંતર્ભેદકો (concordant intrusions)
સંવાદી અંતર્ભેદકો (concordant intrusions) : પ્રાદેશિક સ્તરઅનુવર્તી વલણ મુજબનો અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોના સ્તર-નિર્દેશન(strike)ના વલણને અથવા પત્રબંધી સંરચનાને સમાંતર ગોઠવાય ત્યારે તેમને સંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમનાં વિશિષ્ટ નામ અપાય છે. આ સામૂહિક પ્રકારમાં સિલ, લૅકોલિથ, લોપોલિથ, ફૅકોલિથ જેવાં અંતર્ભેદકોનો સમાવેશ…
વધુ વાંચો >સાઇપાન
સાઇપાન : ઉત્તર મરિયાના ટાપુઓના યુ. એસ. કૉમનવેલ્થના ભાગરૂપ ટાપુ. 1962થી પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં યુ. એસ. ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ ધ પૅસિફિક આઇલૅન્ડ્ઝનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 15° 12´ ઉ. અ. અને 145° 45´ પૂ. રે. આજુબાજુનો 122 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. પહાડી ભૂપૃષ્ઠ ધરાવતા આ ટાપુની લંબાઈ…
વધુ વાંચો >સાઇમન્સટાઉન (Simonstown)
સાઇમન્સટાઉન (Simonstown) : દક્ષિણ આફ્રિકાના કેપટાઉન નજીકના ફૉલ્સ ઉપસાગરના ભાગરૂપ સાઇમનના અખાત પર આવેલું નગર તેમજ નૌકામથક. ભૌ. સ્થાન : 34° 14´ દ. અ. અને 18° 26´ પૂ. રે.. તે કેપટાઉનથી દક્ષિણે આશરે 40 કિમી.ને અંતરે કેપની ભૂશિરના પૂર્વ કાંઠા પર આવેલું છે. તે સાઇમનસ્ડૅડ નામથી પણ ઓળખાય છે. અહીંનાં…
વધુ વાંચો >સાઇલ્યુરિયન રચના
સાઇલ્યુરિયન રચના : ભૂસ્તરીય કાળગણના ક્રમમાં પ્રથમ જીવયુગ (પેલિયૉઝોઇક યુગ) પૈકીનો ત્રીજા ક્રમે આવતો કાળગાળો અને તે ગાળા દરમિયાન જમાવટ પામેલા ખડકસ્તરોથી બનેલી રચના. તેની નીચે ઑર્ડોવિસિયન રચના અને ઉપર ડેવોનિયન રચના રહેલી છે. આ રચનાના ખડકો ક્યાંક પાર્થિવ તો ક્યાંક દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેમની જમાવટ વર્તમાન…
વધુ વાંચો >સાઇસ (Sais)
સાઇસ (Sais) : નાઇલ નદીના ત્રિકોણપ્રદેશના ગુલાબની પાંખડીઓની જેમ પથરાયેલા ફાંટાઓ પર આવેલું ઇજિપ્તનું પ્રાચીન શહેર. પ્રાચીન નામ ‘સાઇ’. ‘સાઇ’ પરથી ગ્રીક નામ ‘સાઇસ’ થયેલું છે. તેનું અરબી નામ ‘સા અલ-હજૂર (હગર)’ છે. આ સ્થળે યુદ્ધની દેવી નાઇથ(Neith)નું પવિત્ર તીર્થ આવેલું હતું. ઈ. પૂ.ની આઠમી સદીમાં દક્ષિણ ઇજિપ્ત પર કાબૂ…
વધુ વાંચો >સાઉં ટમે અને પ્રેન્સિપ (Sa o Tome´ and Principe)
સાઉં ટમે અને પ્રેન્સિપ (Sa o Tome´ and Principe) : બે મુખ્ય અને અનેક નાના ટાપુઓથી બનેલો આફ્રિકી દેશ. ભૌ. સ્થાન : તે બંને આશરે 0° થી 0° 25´ ઉ. અ. અને 6° 27´ થી 6° 45´ પૂ. રે. તથા 1° 30´થી 1° 45´ ઉ. અ. અને 7° 15´થી 7°…
વધુ વાંચો >સાઓ ફ્રાન્સિસ્કો (નદી)
સાઓ ફ્રાન્સિસ્કો (નદી) : પૂર્વ બ્રાઝિલમાં આવેલી નદી. તે સાન ફ્રાન્સિસ્કો નામથી પણ ઓળખાય છે. આ નદી મિનાસ જેરાઇસ રાજ્યમાંથી નીકળે છે, ત્યાંથી તે ઈશાન તરફ વહી પૂર્વનો વળાંક લે છે. તે પછી બહિયા અને પર્નાન્મ્બુકો રાજ્યો વચ્ચેની સીમા રચે છે, ત્યારપછી તે અગ્નિ દિશા તરફ વહેતી રહીને છેવટે ઍટલૅંટિક…
વધુ વાંચો >