ગિરીશભાઈ પંડ્યા

શ્યામરંગી ખડકો – ખનિજો (melanocratic rocks  minerals)

શ્યામરંગી ખડકો – ખનિજો (melanocratic rocks  minerals) : મુખ્યત્વે ઘેરા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો. આ પ્રકારના ખડકોમાં ઘેરા રંગનાં ખનિજોનું પ્રમાણ 60 %થી 90 % જેટલું હોય છે; બાકીની ટકાવારી શુભ્રરંગી ખનિજોની હોઈ શકે છે. ઘેરા રંગનાં ખનિજો પૈકી બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ, પાયરૉક્સિન, ઑલિવિન વગેરે જેવાં ફેરોમૅગ્નેશિયન ખનિજોનું પ્રમાણ આ…

વધુ વાંચો >

શ્રીકાકુલમ્

શ્રીકાકુલમ્ : આંધ્રપ્રદેશના ઈશાન છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 21´થી 19° 10´ ઉ.અ. અને 83° 30´ થી 84° 50´ પૂ.રે. વચ્ચેનો 5,837 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઓરિસા રાજ્યની સીમા, પૂર્વ અને દક્ષિણમાં  બંગાળનો ઉપસાગર, પશ્ચિમ અને વાયવ્યમાં…

વધુ વાંચો >

શ્રીનગર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. આજુબાજુનો 2,228 ચોકિમી. (રાજ્યનો આશરે 10 % વિસ્તાર) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ…

વધુ વાંચો >

શ્રીરંગપટ્ટનમ્

શ્રીરંગપટ્ટનમ્ : દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યના મૈસૂર નજીક આવેલું, ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12o 25’ ઉ. અ. અને 76o 42’ પૂ. રે.. યુદ્ધકાળમાં નિપુણ પ્રસિદ્ધ શાસક હૈદરઅલી તથા મૈસૂરના વાઘ તરીકે જાણીતા બનેલા તેના પુત્ર ટીપુ સુલતાનની રાજધાનીનું સ્થળ. શ્રીરંગપટ્ટનમનો દ્વીપદુર્ગ મૈસૂરથી ઉત્તરે 16…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સખાલીન

સખાલીન : સાઇબીરિયાના પૂર્વ કિનારાથી દૂર આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 51° ઉ. અ. અને 143° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 87,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉ. દ. 970 કિમી. લાંબો અને પૂ. પ. સ્થાનભેદે 26થી 160 કિમી. પહોળો છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ ઓખોટસ્કનો…

વધુ વાંચો >

સજ્જીકરણ (Beneficiation)

સજ્જીકરણ (Beneficiation) : ખનિજો કે ધાતુખનિજોને ઔદ્યોગિક ઉપયોગમાં લઈ શકાય તે માટે તેમાં મિશ્ર સ્થિતિમાં રહેલાં અસાર ખનિજોને અલગ કરીને મૂલ્યવાન ખનિજોને સંકેન્દ્રિત કરવાની પ્રવિધિ. વાસ્તવમાં આ પ્રક્રિયા ધાતુખનિજ પરિવેશણ(Ore dressing)ની ગણાય. ખાણોમાંથી મેળવાતાં આર્થિક ખનિજો ભાગ્યે જ પૂર્ણપણે શુદ્ધ હોય છે. તેમાં અન્ય બિનજરૂરી ખનિજદ્રવ્ય તેમજ રાસાયણિક અશુદ્ધિઓ હોય…

વધુ વાંચો >

સડબરી (Sudbury)

સડબરી (Sudbury) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યના અગ્નિભાગમાં આવેલા સડબરી જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 46° 30´ ઉ. અ. અને 81° 01´ પ. રે.. તે હ્યુરોન સરોવરની જ્યૉર્જિયન પાંખથી ઉત્તરે 65 કિમી.ને અંતરે રામસે સરોવર પર આવેલું છે. ઇંગ્લૅન્ડના સડબરી પરથી તેનું નામ અપાયેલું છે. કૅનેડિયન પૅસિફિક રેલમાર્ગના નિર્માણકાર્ય દરમિયાન…

વધુ વાંચો >

સતના

સતના : મધ્યપ્રદેશનો ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 58´થી 25° 15´ ઉ. અ. અને 80° 15´થી 81° 15´ પૂ. રે.ની વચ્ચેનો 7,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાંદા (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વ તરફ રેવા જિલ્લો, અગ્નિ…

વધુ વાંચો >

સતલજ

સતલજ : ભારત અને પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં થઈને વહેતી પાંચ નદીઓ પૈકીની છેક પૂર્વ તરફની નદી. સમુદ્રસપાટીથી આશરે 5,000 મીટરની ઊંચાઈએ તિબેટના ઉચ્ચપ્રદેશ નજીક કૈલાસ પર્વતના વાયવ્ય ઢોળાવ પરથી, રાક્ષસતાલની પશ્ચિમે ઝરણા સ્વરૂપે તે ઉદ્ગમ પામે છે. તે સિંધુ નદીની મોટામાં મોટી સહાયક નદી ગણાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશનાં…

વધુ વાંચો >