ગિરીશભાઈ પંડ્યા
વૉલ્ગા (નદી)
વૉલ્ગા (નદી) : યુરોપની લાંબામાં લાંબી નદી. તે સંપૂર્ણપણે રશિયામાં જ વહે છે. તે લેનિનગ્રાડથી અગ્નિકોણમાં આશરે 300 કિમી. અંતરે આવેલી વાલ્દાઈ ટેકરીઓમાંથી નીકળે છે. તે શરૂઆતમાં પૂર્વ તરફ અને પછીથી દક્ષિણ તરફ વહીને કાસ્પિયન સમુદ્રને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે સ્થળ સમુદ્રસપાટીથી 228 મીટરની ઊંચાઈ પર અને…
વધુ વાંચો >વૉલ્ગોગ્રાદ (સ્ટાલિનગ્રાદ)
વૉલ્ગોગ્રાદ (સ્ટાલિનગ્રાદ) : રશિયામાં આવેલું મહત્વનું ઉત્પાદનલક્ષી શહેર. ભૌગોલિક સ્થાન : 48° 45´ ઉ. અ. અને 44° 30´ પૂ. રે.. તે વૉલ્ગા નદીના મુખથી આશરે 400 કિમી. અંતરે વૉલ્ગા નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. 13મી સદીમાં આ શહેરની સ્થાપના થઈ ત્યારે તેનું મૂળ નામ ત્સેરિત્સિન હતું. જૉસેફ સ્ટાલિનના માનમાં 1925માં…
વધુ વાંચો >વૉશિંગ્ટન (રાજ્ય)
વૉશિંગ્ટન (રાજ્ય) : વાયવ્ય યુ.એસ.માં પૅસિફિક કાંઠે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 45° 50´થી 49° 00´ ઉ. અ. અને 117°થી 125° પ. રે. વચ્ચેનો આશરે 1,76,700 ચોકિમી. જેટલો વિસ્તાર (મહત્તમ લંબાઈ 378 કિમી, મહત્તમ પહોળાઈ 571 કિમી.) આવરી લે છે. સદાહરિત જંગલો અહીં આવેલાં હોવાથી તેને સદાહરિત રાજ્ય…
વધુ વાંચો >વ્યૂહાત્મક ખનિજો (strategic minerals)
વ્યૂહાત્મક ખનિજો (strategic minerals) : રાષ્ટ્રની સલામતી કે જરૂરિયાત માટે મહત્વનાં ગણાતાં પોતાના જ દેશમાંથી મળી રહેતાં અથવા અન્ય દેશ કે દેશોમાંથી સંપૂર્ણપણે કે જરૂરિયાત મુજબ થોડાં થોડાં વખતોવખત મેળવાતાં ખનિજો. યુદ્ધ અને શસ્ત્રો માટે અમુક ખનિજો ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આવા સંજોગોમાં તે ખનિજો તાતી જરૂરિયાત બની રહેતાં…
વધુ વાંચો >વ્યેન્ટ્યાન (Vientiane)
વ્યેન્ટ્યાન (Vientiane) : લાઓસનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તેનું બીજું નામ વિયેનચૅન (Viangchan) છે. ભૌગોલિક સ્થાન : 17° 58´ ઉ. અ. અને 102° 36´ પૂ. રે.. તે લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેની સરહદ નજીક મેકોંગ નદી પર આવેલું છે. આ શહેર મહત્વનું વ્યાપારી મથક છે, તે હવાઈ મથક પણ છે.…
વધુ વાંચો >વ્યોમિંગ
વ્યોમિંગ : યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં રૉકીઝ પર્વત વિસ્તારમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 41°થી 45´ ઉ. અ. અને 104°થી 111° પ. રે. વચ્ચેનો 2,53,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મૉન્ટાના, પૂર્વમાં દક્ષિણ ડાકોટા અને નેબ્રાસ્કા, દક્ષિણે કોલોરેડો અને ઉટાહ તથા પશ્ચિમે ઉટાહ, ઇડાહો અને મૉન્ટાનાં રાજ્યો…
વધુ વાંચો >વ્લાદિવૉસ્તૉક
વ્લાદિવૉસ્તૉક : પૅસિફિક મહાસાગર પર આવેલું મહત્વનું રશિયાઈ બંદર. ભૌ. સ્થાન : 43° 10´ ઉ. અ. અને 131° 56´ પૂ. રે.. તે અગ્નિ સાઇબીરિયામાં કોરિયાની સરહદ પર આવેલું છે. તે ગોલ્ડન હૉર્નના ઉપસાગર પર આવેલું, 5 ચોકિમી. વિસ્તાર ધરાવતું શ્રેષ્ઠ બારું છે. આ બારું જાન્યુઆરી(14.4° સે.)થી માર્ચ વચ્ચેના ગાળામાં લગભગ…
વધુ વાંચો >વ્હાઇટ માઉન્ટેન્સ (White Mountains)
વ્હાઇટ માઉન્ટેન્સ (White Mountains) : યુ.એસ.ના પૂર્વ ભાગમાં વિસ્તરેલા પર્વત સંકુલનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : તે 44° 10´ ઉ. અ. અને 71° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 2,590 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પર્વતો મેઇન રાજ્યમાંથી ન્યૂ હૅમ્પશાયર રાજ્યમાં ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલા છે. પર્વત-શિખરો હિમાચ્છાદિત રહેતાં હોવાથી…
વધુ વાંચો >વ્હાઇટ સી (White Sea)
વ્હાઇટ સી (White Sea) : આર્ક્ટિક મહાસાગરનો ઉપસાગરીય ફાંટો. યુરોપીય રશિયાના વાયવ્ય ભાગમાં આવેલા બેરન્ટ્સ સમુદ્રનો મોટો ફાંટો. બેરન્ટ્સ સમુદ્રનું દક્ષિણ તરફી વિસ્તરણ. ભૌગોલિક સ્થાન : 64°થી 67° ઉ. અ. અને 32°થી 42° પૂ. રે.. આ સમુદ્રી ફાંટો રશિયાના ઉત્તર ભાગમાં પ્રવેશેલો છે. રશિયામાં તે ‘બેલોય મોર’ (Beloye More) તરીકે…
વધુ વાંચો >શરદ (ઋતુ)
શરદ (ઋતુ) : દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે; પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં અતિવિષમ ઠંડું હવામાન વહેલું શરૂ થઈ જતું હોય છે. અયનવૃત્તીય પ્રદેશોમાં ઋતુઓમાં ઝાઝો ફેરફાર જોવા મળતો…
વધુ વાંચો >