ગિરીશભાઈ પંડ્યા

કર્બજનીકરણ

કર્બજનીકરણ (carbonisation) : જીવાવશેષીકરણ(fossili-sation)નો એક પ્રકાર. કાર્બનિક પેશીજાળ(organic tissues)નું કાર્બન અવશેષના સ્વરૂપમાં અપચયન (reduction) દ્વારા થતું રૂપાંતર. આ પ્રક્રિયામાં પેશીજાળ (tissues) કાર્બનના પાતળા પડરૂપે શેલ જેવા નરમ ખડકોમાં જળવાઈ રહી શકે છે. ભૂતકાળમાં થઈ ગયેલી વનસ્પતિની જાળવણી જીવાવશેષના આ પ્રકાર દ્વારા શક્ય બની રહે છે, જ્યારે મૃદુશરીરી પ્રાણીઓ ભાગ્યે જ…

વધુ વાંચો >

કર્બી ઍંગલૉંગ

કર્બી ઍંગલૉંગ (Karbi Anglong) : આસામ રાજ્યનો પહાડી જિલ્લો. તે 25o 50′ ઉ. અ. અને 93o 30′ પૂ. રે.ની આજુબાજુનો 10,434 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે આસામનો સૌથી મોટો જિલ્લો છે. તેની ઉત્તરે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા; પૂર્વ તરફ ગોલાઘાટ જિલ્લો અને નાગાલૅન્ડ રાજ્યની સીમા; …

વધુ વાંચો >

કળણભૂમિ (ભૂસ્તર)

કળણભૂમિ (swamp) (ભૂસ્તર) : ભેજ કે જળ-સંતૃપ્ત, નીચાણવાળા, પોચા ભૂમિ-વિસ્તારો. નીચાણવાળી ભૂમિનો તે એવો ભાગ છે, જ્યાં ભૂગર્ભ જળસપાટી તેની લગોલગ સુધી પહોંચેલી હોય. આવી જળસંતૃપ્ત નરમ ભૂમિને કળણભૂમિ તરીકે ઓળખાવાય છે. કળણભૂમિની ઉત્પત્તિ નીચે મુજબની ચાર કે પાંચ જગાઓમાં સંભવી શકે છે : (1) પૂરનાં મેદાનો, (2) ત્રિકોણપ્રદેશના વિસ્તારો,…

વધુ વાંચો >

કાબુલ

કાબુલ : અફઘાનિસ્તાનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 340 30’ ઉ. અ. અને 690 13’ પૂ. રે.. સમુદ્ર-સપાટીથી 1,795 મીટરની ઊંચાઈએ હિન્દુકુશ પર્વતોની વચ્ચે આવેલું આ શહેર પૂર્વ અફઘાનિસ્તાનના સાંકડા ખીણપ્રદેશમાં કાબુલ નદીના કાંઠે વસેલું છે. અહીં શિયાળામાં હિમવર્ષા અને માર્ચમાં વરસાદ પડે છે, અહીંની આબોહવા એકંદરે…

વધુ વાંચો >

કાબુલ નદી

કાબુલ નદી : પૂર્વ અફઘાનિસ્તાન અને વાયવ્ય પાકિસ્તાનમાં વહેતી નદી. પ્રાચીન નામ કોફીઝ. તે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 64 કિમી. પશ્ચિમે સાંઘલાખ હારમાળાના ઉનાઈ ઘાટમાંથી નીકળે છે. તે કાબુલની પૂર્વમાં હિન્દુકુશના પર્વતીય પ્રદેશમાંથી પસાર થઈને ખૈબર ઘાટની ઉત્તરે આવેલા માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશે છે, ત્યાં પેશાવર નજીકથી વહે છે અને ઇસ્લામાબાદ/અટક નજીક…

વધુ વાંચો >

કાર્બન-14 કાળગણના

કાર્બન-14 કાળગણના : પૃથ્વીના વયનિર્ધારણ માટેની પદ્ધતિ. તેમાં ભૂસ્તરીય, ભૌતિકશાસ્ત્રીય, ખગોલીય તેમજ કિરણોત્સારી જેવી જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવેલી છે, પરંતુ ટૂંકી ભૂસ્તરીય કાળગણના માટે કાર્બન-14 (14C) પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ પુરાતત્વીય તેમજ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વના ગણાતા નમૂનાના વય-નિર્ધારણ માટે અખત્યાર કરવામાં આવે છે. કાર્બન-14 એ કિરણોત્સારી…

વધુ વાંચો >

કાર્બોનિફેરસ રચના (carboniferous system)

કાર્બોનિફેરસ રચના (carboniferous system) : ડબ્લ્યૂ. ડી. કોનિબિયરે 1822માં ઇંગ્લૅન્ડમાં મળી આવતા ‘કોલસાના થર’, ‘મિલસ્ટોન ગ્રિટ’ અને ‘માઉન્ટન લાઇમસ્ટોન’થી બનેલી ખડકસ્તરશ્રેણી માટે સર્વપ્રથમ ‘કાર્બોનિફેરસ રચના’ શબ્દ સૂચવેલો, જે મુખ્યત્વે તો તેમાંના કોલસાને જ લાગુ પડતો હતો; દુનિયાભરમાં મળી આવતા કોલસાના જથ્થાની આ સમયની સ્તરશ્રેણીનો સમય દર્શાવતો શબ્દપ્રયોગ. ભૂસ્તરીય કાળગણના મુજબ…

વધુ વાંચો >

કાલગુર્લી

કાલગુર્લી : પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. સોનાની સમૃદ્ધ ખાણો માટે આ શહેર વિશ્વભરમાં જાણીતું બનેલું છે. ભૌગોલિક સ્થાન : 30o 45′ દ. અ. અને 121o 28′ પૂ.રે.. ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે આવેલા પર્થ શહેરથી આશરે 600 કિમી.ના અંતરે તે આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ વેરાન અને શુષ્ક છે. તે…

વધુ વાંચો >

કાલવૈશાખી (લૂ)

કાલવૈશાખી (લૂ) : ગરમ અને સૂકા પવનો. ભારતમાં 15 માર્ચથી 15 જૂન સુધી ઉનાળાની ગરમ ઋતુ પ્રવર્તે છે. કર્કવૃત્ત ભારતના મધ્યભાગમાંથી પસાર થાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત પર સૂર્યનાં સીધાં કિરણો પડતાં હોવાથી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. આ કારણે ભારતમાં હલકા દબાણનાં કેન્દ્રો ઉદભવે છે. વિશેષે કરીને…

વધુ વાંચો >

કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)

કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર) સ્થાન અને સીમા : ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ગણાતું આ રાજ્ય ભારતના ગણરાજ્યનું ઘટક છે. તે 32o 10’થી 37o 10′ ઉ. અ. અને 72o 30’થી 80o 30′ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,22,236 કિમી. છે તે પૈકી આશરે 78,114 કિમી. પાકિસ્તાન હસ્તક છે.…

વધુ વાંચો >