ગિરીશભાઈ પંડ્યા
વિલેમાઇટ
વિલેમાઇટ : જસતનું ધાતુખનિજ. નેસોસિલિકેટ. ટ્રુસ્ટાઇટ એનો ખનિજપ્રકાર છે. રાસા. બં. : Zn2SiO4. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ષટ્કોણીય પ્રિઝમૅટિક; ટૂંકા, મજબૂતથી લાંબા, નાજુક; બેઝલ પિનેકૉઇડથી અને જુદા જુદા રહોમ્બોહેડ્રાથી બનેલા છેડાઓવાળા. દળદાર, રેસાદાર કે ઘનિષ્ઠ; છૂટા છૂટા દાણાઓ સ્વરૂપે પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (0001)…
વધુ વાંચો >વિશિષ્ટ વળાંકો (warping of earth’s crust)
વિશિષ્ટ વળાંકો (warping of earth’s crust) : ગેડીકરણ કે ભંગાણની ઘટના સાથે સંકળાયેલા ન હોય એવા પ્રકારના, પૃથ્વીના પોપડામાં જોવા મળતા વળાંકો. આવા વળાંકો સામાન્ય રીતે માપી શકાય એવા આછા ઢોળાવોવાળા હોય છે. ભૂસ્તરીય અવલોકનો દ્વારા તેમજ કેટલાંક સાધનોથી કરવામાં આવેલાં સર્વેક્ષણો દ્વારા તેમનાં માપ લેવામાં આવેલાં છે અથવા માપનો…
વધુ વાંચો >વિશ્વહવામાન-સંસ્થા (World Meteorological Organisation – WMO)
વિશ્વહવામાન–સંસ્થા (World Meteorological Organisation – WMO) : યુનાઇટેડ નેશન્સ(UN)ની વિશિષ્ટ સંસ્થા. આ સંસ્થા હવામાનની આગાહીનાં નિરીક્ષણોના ઝડપી વિનિમયના કાર્યક્રમોનું આયોજન કરે છે. આયોજિત કાર્યક્રમો દુનિયાના બધા ભાગોમાં આવેલાં હવામાન-મથકો, ઉપગ્રહો તેમજ કમ્પ્યૂટરોની ગૂંથણીનું કાર્ય સંભાળે છે. દુનિયાભરમાં તેની માહિતીની આપલે પણ થાય છે. આ સંસ્થાનો તક્નીકી સહકાર-કાર્યક્રમ વિકાસશીલ દેશોની હવામાન-સેવામાં…
વધુ વાંચો >વિષુવવૃત્ત (equator)
વિષુવવૃત્ત (equator) : પૃથ્વીના ગોળા પર 0° અક્ષાંશ દર્શાવતું વૃત્ત. પૃથ્વીના ગોળાને ઉ. ધ્રુવ અને દ. ધ્રુવની બરાબર વચ્ચેથી દુભાગતી કાલ્પનિક રેખા. ઉ. ગોળાર્ધ અને દ. ગોળાર્ધને અલગ પાડતું વર્તુળ. બંને ગોળાર્ધ વાસ્તવિકપણે જોતાં એકસરખા નથી, ઉ. ગોળાર્ધ નાનો છે અને દ. ગોળાર્ધ મોટો છે, આ સંદર્ભમાં જોતાં પૃથ્વી જમરૂખ…
વધુ વાંચો >વિસંવાદી અંતર્ભેદકો (discordant intrusions)
વિસંવાદી અંતર્ભેદકો (discordant intrusions) : પ્રાદેશિક ખડકસ્તરો સાથેના સંપર્ક મુજબનો આગ્નેય અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોને ભેદીને ઊભાં, ત્રાંસાં કે અન્ય (પણ સમાંતર ન હોય એવાં) સ્વરૂપો રચે ત્યારે તેમને વિસંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમને વિશિષ્ટ નામ અપાય છે. આ સામૂહિક પ્રકારમાં…
વધુ વાંચો >વિસાયસ ટાપુઓ
વિસાયસ ટાપુઓ : ફિલિપાઇન્સના લ્યુઝોન અને મિન્ડાનાઓ વચ્ચે આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9°થી 12° ઉ. અ. અને 122°થી 124° 30´ પૂ. રે. વચ્ચેનો 56,607 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમૂહમાં ઘણા ટાપુઓ આવેલા છે. તેમાં સમાર, નિગ્રોસ, પનાય, લેયટ, સીબુ અને બોહોલ મુખ્ય છે.…
વધુ વાંચો >વિસુવિયસ
વિસુવિયસ : યુરોપના ભૂમિભાગ પરનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી. દક્ષિણ ઇટાલીમાં નેપલ્સના ઉપસાગર પર નેપલ્સ શહેરથી અગ્નિકોણમાં આશરે 11 કિમી.ના અંતરે તે આવેલો છે. દુનિયાભરના જ્વાળામુખીઓ પૈકી તેમાંથી વારંવાર થતાં પ્રસ્ફુટનોને કારણે તેમજ તેના પર સરળતાથી પહોંચી શકવાને કારણે વૈજ્ઞાનિકો દ્વારા વિસુવિયસનો વધુમાં વધુ અભ્યાસ કરવામાં આવેલો છે. તેથી તે વધુ…
વધુ વાંચો >વિસુવિયેનાઇટ
વિસુવિયેનાઇટ : ઇડોક્રેઝ ખનિજનો સમાનાર્થી પર્યાય. સોરોસિલિકેટ. આ ખનિજ સર્વપ્રથમ વિસુવિયસ જ્વાળામુખી પ્રસ્ફુટન પેદાશોમાંથી મળી આવેલું હોવાથી આ નામ પડેલું છે. તેનો વાદળી ખનિજ-પ્રકાર સાયપ્રિન તરીકે અને જેડ જેવો લીલો ઘનિષ્ઠ પ્રકાર કૅલિફૉર્નાઇટ તરીકે ઓળખાય છે. રાસા. બંધારણ : Ca10Mg2Al4 (SiO4)5 (Si2O7)2 (OH)4. અહીં Mgનું Fe(ભિન્ન ભિન્ન પ્રમાણ)થી વિસ્થાપન થઈ…
વધુ વાંચો >વિસ્કૉન્સિન
વિસ્કૉન્સિન : યુ.એસ.ના મધ્ય-ઉત્તર ભાગમાં સરોવરપ્રદેશથી પશ્ચિમમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 30´થી 47° 00´ ઉ. અ. અને 86° 30´થી 93° 00´ પ. રે. વચ્ચેનો 1,45,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપીરિયર સરોવર અને મિનેસોટા રાજ્ય, ઈશાનમાં મિશિગન રાજ્ય, પૂર્વમાં મિશિગન સરોવર, દક્ષિણમાં ઇલિનૉય…
વધુ વાંચો >વિસ્તુલા નદી
વિસ્તુલા નદી : પૂર્વ-મધ્ય યુરોપનો મહત્વનો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 18° 55´ પૂ. રે.. પોલૅન્ડનો જળવ્યવહાર આ નદીના જળમાર્ગથી થાય છે. આ નદી દક્ષિણ પોલૅન્ડમાં કાર્પેથિયન પર્વતોમાંથી નીકળે છે, ત્યાંથી તે ઉત્તર તરફ વર્તુળાકાર માર્ગ ગ્રહણ કરે છે, અને વૉર્સો શહેરને વીંધીને પસાર થાય છે.…
વધુ વાંચો >