ગિરીશભાઈ પંડ્યા
લૅઝ્યુલાઇટ (lazulite)
લૅઝ્યુલાઇટ (lazulite) : લૅઝ્યુલાઇટ-સ્કૉર્ઝેલાઇટ શ્રેણી પૈકીનું ખનિજ. રાસા. બં. : (Mg·Fe2+) Al2 (PO4)2 (OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે લઘુકોણીય પિરામિડલ સ્વરૂપના, જેમાં (111) અને (ī11) મોટા અને (101) નાના હોય છે; (101) કે (ī11) ફલકો પર મેજ આકારના પણ મળે. દળદાર, ઘનિષ્ઠથી માંડીને દાણાદાર સ્વરૂપના…
વધુ વાંચો >લૅટરાઇટ
લૅટરાઇટ : અયનવૃત્તીય-ઉપઅયનવૃત્તીય પ્રદેશોમાં જોવા મળતું વિલક્ષણ ભૂમિનિક્ષેપનું ખડકસ્વરૂપ. લૅટરાઇટ એ મુખ્યત્વે લોહ અને ઍલ્યુમિનિયમના જલયુક્ત ઑક્સાઇડ તેમજ તેની સાથે અલ્પાંશે રહેલા મૅંગેનીઝ અને ટાઇટેનિયમ ઑક્સાઇડના મિશ્રણનો બનેલો કોટરયુક્ત માટીવાળો ખડકપ્રકાર છે. લોહ અને ઍલ્યુમિનિયમના ઑક્સાઇડ ક્યારેક એટલા બધા અસમાન પ્રમાણમાં રહેલા હોય છે કે ઘણી વાર અરસપરસ એકબીજાનું સ્થાન…
વધુ વાંચો >લૅટવિયા (Latvia)
લૅટવિયા (Latvia) : 1991માં પુન: સ્વાતંત્ર્ય મેળવનાર બાલ્ટિક પ્રદેશમાં આવેલો પૂર્વ યુરોપનો એક દેશ. ભૌગોલિક સ્થાન : તે 57° 00´ ઉ. અ. અને 25° 00´ પૂ. રે. આજુબાજુનો આશરે 63,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 450 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 270 કિમી. છે. તેની…
વધુ વાંચો >લૅટાઇટ (Latite)
લૅટાઇટ (Latite) : બહિર્ભૂત-અગ્નિકૃત પ્રકારનો ખડક. તેની કણરચના અદૃશ્ય સ્ફટિકમય (aphanatic) હોય છે. તે મુખ્યત્વે સોડિક પ્લેજિયોક્લેઝ (ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન) અને આલ્કલી ફેલ્સ્પાર (સેનિડિન કે ઑર્થોક્લેઝ) તથા ગૌણ પ્રમાણમાં બાયોટાઇટ, ઍમ્ફિબોલ (હૉર્નબ્લેન્ડ) કે પાયરૉક્સિન (ઑગાઇટ) જેવાં ઘેરા રંગવાળાં મૅફિક ખનિજોથી બનેલો હોય છે. પોટાશ ફેલ્સ્પાર અને પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર લગભગ સરખા…
વધુ વાંચો >લૅન્ડ્ઝ એન્ડ (Land’s End)
લૅન્ડ્ઝ એન્ડ (Land’s End) : ઇંગ્લૅન્ડના કૉર્નવૉલ પરગણામાં આવેલી ભૂશિર. ઇંગ્લૅન્ડની મુખ્ય ભૂમિના પશ્ચિમ છેડાનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 50° 03´ ઉ. અ. અને 5° 44´ પ. રે.. ઇંગ્લૅન્ડનો પશ્ચિમ છેડો ઇંગ્લિશ ખાડીમાં ઘૂસી ગયો હોય એવું દૃશ્ય ઊભું કરે છે. અહીંથી ઇંગ્લિશ ખાડી ઍટલૅંટિક મહાસાગરમાં ભળી જાય છે. આ…
વધુ વાંચો >લૅપલૅન્ડ
લૅપલૅન્ડ : યુરોપનો છેક ઉત્તર તરફનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે ઉત્તર ધ્રુવવૃત્ત 661° ઉ. અ.થી ઉત્તર તરફ આવેલો છે. આ પ્રદેશ કોઈ સ્વતંત્ર દેશ નથી, પરંતુ નૉર્વે નજીકનો પ્રદેશ નૉર્વેલૅપલૅન્ડ, સ્વીડન નજીકનો સ્વીડનલૅપલૅન્ડ, ફિનલૅન્ડ નજીકનો ફિનલૅપલૅન્ડ અને રશિયા નજીકનો પ્રદેશ રશિયાઈ લૅપલૅન્ડ કહેવાય છે. આ પ્રદેશમાં લૅપ લોકો વસતા…
વધુ વાંચો >લેપિડોલાઇટ
લેપિડોલાઇટ : અબરખ વર્ગનું ખનિજ. લિથિયમ અબરખ અથવા લિથિયોનાઇટ નામથી પણ તે ઓળખાય છે. તે લિથિયમધારક અબરખ કહેવાતું હોવા છતાં સ્થાનભેદે તે ભિન્ન ભિન્ન બંધારણ ધરાવે છે : K2 (Li, Al)5-6, (Si6-7, Al2-1) O20-21, (F, OH)3-4. અહીં તેના બંધારણમાં રહેલું પોટૅશિયમ ક્યારેક રુબિડિયમ (Rb) અને સીઝિયમ(Cs)થી વિસ્થાપિત થતું હોય છે.…
વધુ વાંચો >લેપ્ટાઇટ (Leptite, Leptynite)
લેપ્ટાઇટ (Leptite, Leptynite) : ગ્રૅન્યુલાઇટનો પટ્ટાદાર કે રેખીય સંરચનાવાળો એક ખડક-પ્રકાર. સૂક્ષ્મદાણાદાર (ગ્રૅન્યુલોઝ) વિકૃત ખડક માટે સ્કૅન્ડિનેવિયન ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા બહોળા પ્રમાણમાં વપરાતો પર્યાય. આ ખડક મુખ્યત્વે તો ક્વાર્ટઝ અને ફેલ્સ્પારના ખનિજકણોનો બનેલો હોય છે, પણ સાથે બાયોટાઇટ, હૉર્નબ્લેન્ડ અને ક્વચિત્ ગાર્નેટ જેવાં મૅફિક ખનિજો ગૌણ પ્રમાણમાં રહેલાં હોય છે. તેમનું…
વધુ વાંચો >લૅબુઆન (Labuan)
લૅબુઆન (Labuan) : બૉર્નિયોમાં બ્રૂનેઇના ઉપસાગરમાં સાબાહના કિનારાથી નજીક આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 6° 25´ ઉ. અ. અને 115° 25´ પૂ. રે.. મલેશિયાના સમવાયતંત્રીય પ્રદેશના એક ભાગ રૂપે તેનો મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુરની સાથે વહીવટ કરવામાં આવે છે. આ ટાપુનો વિસ્તાર 91 ચોકિમી. જેટલો છે. તેનું ભૂપૃષ્ઠ નીચાણવાળું છે અને…
વધુ વાંચો >લૅબ્રેડૉર
લૅબ્રેડૉર : કૅનેડાના અગ્નિકોણમાં આવેલો મોટો દ્વીપકલ્પ. તે 54° ઉ. અ. અને 62° પ. રે.ની આજુબાજુનો આશરે 2,65,911 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર (ન્યૂ ફાઉન્ડલૅન્ડ સહિત) આવરી લે છે. તેનો બધો વિસ્તાર ઍટલૅંટિક મહાસાગર અને હડસનના ઉપસાગર વચ્ચે આવી જાય છે. તેનો પશ્ચિમ ભાગ ક્વિબેકમાં ગણાય છે, જ્યારે પૂર્વ કાંઠાનો ભાગ ન્યૂ…
વધુ વાંચો >