ગિરીશભાઈ પંડ્યા

લુઆન્ડા

લુઆન્ડા : આફ્રિકામાં આવેલા ઍંગોલાનું પાટનગર, મોટામાં મોટું શહેર, ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન : 8° 48´ દ. અ. અને 13° 14´ પૂ. રે.. તે આટલાંટિક મહાસાગર પર પશ્ચિમ આફ્રિકાના કિનારા પર આવેલું છે. અહીંના ઉદ્યોગોમાં ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ, લાટીઓ, કાપડની મિલો, ખાંડ, ખનિજતેલ, સિમેન્ટ, મુદ્રણ તથા ખાદ્યપ્રક્રમણના એકમોનો…

વધુ વાંચો >

લુઈઝિયાના

લુઈઝિયાના : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 29° થી 33° ઉ. અ. અને 89° થી 94° પ. રે. વચ્ચેનો આશરે 1,35,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. મેક્સિકોના અખાતમાં જ્યાં મિસિસિપી નદી ઠલવાય છે ત્યાં તે આવેલું છે. તેની ઉત્તરે આરકાન્સાસ રાજ્ય, પૂર્વે મિસિસિપી નદી અને…

વધુ વાંચો >

લુધિયાણા (જિલ્લો અને શહેર)

લુધિયાણા (જિલ્લો અને શહેર) : પંજાબ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો, તથા તે જ નામ ધરાવતું શહેર અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 54´ ઉ. અ. અને 75° 51´ પૂ. રે. વચ્ચેનો 3,744 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પૂર્વ-પશ્ચિમ લંબાયેલા લંબચોરસ જેવો છે. તેની ઉત્તરે જલંધર,…

વધુ વાંચો >

લુંગલે

લુંગલે : મિઝોરમ રાજ્યના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 23° 00´ ઉ. અ. અને 92° 45´ પૂ. રે.ની આજુબાજુનો 4,538 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને દક્ષિણે અનુક્રમે રાજ્યના ઐઝવાલ અને છિમ્તુઇપુઈ જિલ્લા તથા પૂર્વ અને પશ્ચિમે અનુક્રમે મ્યાનમારની ચિન ટેકરીઓ અને…

વધુ વાંચો >

લૂઇસિયન સંકુલ (Lewisian complex)

લૂઇસિયન સંકુલ (Lewisian complex) : પ્રી-કૅમ્બ્રિયન કાળગાળા દરમિયાનનું ખડકસંકુલ. પૃથ્વીના ઉત્પત્તિકાળ  460 કરોડ વર્ષથી 57 કરોડ વર્ષના કાળગાળા દરમિયાન જ્યારથી પોપડાની બંધાવાની ક્રિયા શરૂ થઈ હશે ત્યારે અને તે પછીથી તૈયાર થતા ગયેલા ખડકોના સંકુલને લૂઇસિયન ખડકસંકુલ અને તે કાળગાળાને લૂઇસિયન કાળગાળા તરીકે ઓળખાવાય છે. આ પ્રકારનું ખડકસંકુલ પૃથ્વીના પટ…

વધુ વાંચો >

લૂઈવિલ (Louisville)

લૂઈવિલ (Louisville) : યુ.એસ.ના અગ્નિ વિભાગમાં આવેલા કેન્ટકી રાજ્યનું મોટું શહેર તથા ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : તે 38° 20´ ઉ. અ. અને 85° 50´ પ. રે. પર કેન્ટકીની ઉત્તર સીમાએ વહેતી ઓહાયો નદીકાંઠે વસેલું છે. આ શહેર ઉત્તર અને દક્ષિણ તરફનાં રાજ્યો તથા શહેરો માટે મહત્વની કડીરૂપ છે. તે…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લેગહૉર્ન (Leghorn)

લેગહૉર્ન (Leghorn) : ઇટાલીમાં આવેલું મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 43° 33´ ઉ. અ. અને 10° 19´ પૂ. રે.. તેનું સ્થાનિક ઇટાલિયન નામ ‘લિવોર્નો’ છે. ફ્લૉરેન્સથી નૈર્ઋત્યમાં આશરે 100 કિમી. અંતરે લિગુરિયન સમુદ્રને કાંઠે તે આવેલું છે. બંદર હોવા ઉપરાંત તે અગત્યનું ઔદ્યોગિક શહેર પણ છે, જ્યાં પોલાદનાં અને…

વધુ વાંચો >

લૅઝ્યુરાઇટ (lazurite)

લૅઝ્યુરાઇટ (lazurite) : લૅપિસ લેઝ્યુલી રત્ન માટે ઉપયોગમાં લેવાતો સમાનાર્થી પર્યાય. ફૅલ્સ્પેથૉઇડ વર્ગનું ખનિજ. રાસા. બંધારણ : Na4Al3Si3O12S. ટેક્ટોસિલિકેટ પ્રકાર. તેમાંનો ગંધક ક્યારેક SO4 કે Clથી વિસ્થાપિત થતો હોય છે. તે મીઠાના તેજાબમાં દ્રાવ્ય છે, દ્રાવણ થતી વખતે તેમાંથી H2S મુક્ત થાય છે. તે ક્યૂબિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. તેના…

વધુ વાંચો >