ગિરીશભાઈ પંડ્યા

રહાઇન ધોધ

રહાઇન ધોધ : મધ્ય યુરોપના ઉત્તર સ્વિટ્ઝર્લૅન્ડ વિભાગમાં શાફહૉસેનથી નીચે તરફ આવેલો ભવ્ય ધોધ. પ્રપાતો સહિત આ જળધોધનો કુલ પાત 30 મીટર જેટલો થાય છે. તેની પહોળાઈ 164 મીટરની છે. વાસ્તવમાં તેના બે ભાગ પડે છે, જે સ્તંભાકાર ખડક- રચનાથી અલગ પડે છે. આ ધોધનો જમણી બાજુનો પાત 15 મીટરનો…

વધુ વાંચો >

રહાઇનલૅન્ડ

રહાઇનલૅન્ડ : જર્મનીમાં રહાઇન નદી પર આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને નેધરલૅન્ડ્ઝની સીમાઓ સુધી વિસ્તરેલો છે. ભૌગોલિક સ્થાન : આ વિસ્તાર 50° 15´ ઉ. અ. અને 7° 00´ પૂ. રે. આજુબાજુ આવેલો છે. રહાઇન નદી પર આવેલા તેના મોકાના સ્થાનને કારણે તેમજ અહીંની સમૃદ્ધ ખનિજ-સંપત્તિને કારણે તે…

વધુ વાંચો >

રહીટિક

રહીટિક : ટ્રાયાસિક (વ. પૂ. 22.5 કરોડ વર્ષથી 19 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) અને જુરાસિક (19 કરોડ વર્ષથી 13.6 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) વચ્ચે રહેલી સંક્રાંતિ-રચના. આ રચના વાયવ્ય યુરોપના રહીટિક આલ્પ્સમાં સર્વપ્રથમ ઓળખવામાં આવેલી હોવાથી તેને રહીટિક કક્ષા તરીકે ઓળખાવાઈ છે. તે નૉરિયન કક્ષાના ખડકો પર રહેલી…

વધુ વાંચો >

રહોડ આઇલૅન્ડ

રહોડ આઇલૅન્ડ : યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી નાનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 41° 41´ ઉ. અ. અને 71° 30´ પ. રે.ની આજુબાજુનો 3,140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ઈશાન યુ.એસ.માં ઍટલાંટિક મહાસાગરના ફાંટારૂપ નૅરેગેન્સેટના અખાત પર છે અને તેમાં 36 જેટલા ટાપુઓ આવેલા છે. રાજ્યનો મોટાભાગનો વિસ્તાર…

વધુ વાંચો >

રહોડોક્રોસાઇટ (Rhodochrosite)

રહોડોક્રોસાઇટ (Rhodochrosite) : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnCO3. સ્ફટિકવર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો રહોમ્બોહેડ્રલ, ભાગ્યે જ પ્રિઝમ સ્વરૂપવાળા કે સ્કેલેનોહેડ્રલ કે જાડા મેજઆકાર હોય. મોટેભાગે તો તે દળદાર, ઘનિષ્ઠથી સ્થૂળ દાણાદાર. અધોગામી સ્તંભરૂપે, દ્રાક્ષના ઝૂમખા જેવા કે ગોલક સ્વરૂપના હોય. કઠિનતા : 3.5થી 4. ઘનતા : શુદ્ધ…

વધુ વાંચો >

રહોડોનાઇટ

રહોડોનાઇટ : પાયરૉક્સિન સમૂહમાં આવતું મગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnSiO3. સ્ફટિક વર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો સામાન્યપણે મેજ-આકાર, (001)ને સમાંતર, ખરબચડા, ગોળ ધારવાળા દળદાર, વિભાજનશીલથી ઘનિષ્ઠ; આ ઉપરાંત સૂક્ષ્મ દાણાદારથી સ્થૂળ દાણાદાર. કઠિનતા : 5.5થી 6.5. ઘનતા : 3.57થી 3.76. સંભેદ : (110) પૂર્ણ, (10) પૂર્ણ, (001) સારી.…

વધુ વાંચો >

રહોડોપ પર્વતમાળા

રહોડોપ પર્વતમાળા : બલ્ગેરિયા(અગ્નિ યુરોપ)ના દક્ષિણ ભાગમાં આવેલા પર્વતો. ભૌગોલિક સ્થાન : તે 41° 45´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે.ની આજુબાજુનો 14,737 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 240 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 96 કિમી. જેટલી છે. બલ્ગેરિયાના ચાર મુખ્ય ભૂમિભાગો પૈકીનો તે એક છે.…

વધુ વાંચો >

રહોડ્ઝ, સેસિલ જૉન

રહોડ્ઝ, સેસિલ જૉન (જ. 5 જુલાઈ 1853, હર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1902, કિમ્બરલી, દ. આફ્રિકા) : બ્રિટિશ રાજદ્વારી પુરુષ અને હીરા-ઉદ્યોગના બેતાજ બાદશાહ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યને દક્ષિણ આફ્રિકામાં વિસ્તારવા માટે બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વધુમાં વધુ જહેમત ઉઠાવેલી. તે પાદરીના પુત્ર હતા. દક્ષિણ આફ્રિકાના નાતાલમાં તેમનો એક ભાઈ કપાસની ખેતી…

વધુ વાંચો >

રહોન (નદી)

રહોન (નદી) : ફ્રાન્સમાં આવેલી, મહત્વનો જળમાર્ગ રચતી નદી. તે તેના ખીણપ્રદેશના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતી છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડની રહોન હિમનદીમાંથી 1,500 મીટરની ઊંચાઈએથી નીકળે છે. ત્યાંથી આગળ વધી જિનીવા સરોવરને વીંધીને ફ્રાન્સના લાયન (Lyon) સુધી પહોંચતાં અગાઉ ઘણા વળાંકો લઈને પશ્ચિમ તરફ વહે છે. લાયન ખાતે…

વધુ વાંચો >

લક્ઝમ્બર્ગ (દેશ)

લક્ઝમ્બર્ગ (દેશ) : યુરોપનો જૂનામાં જૂનો ગણાતો અને ઓછો વિસ્તાર ધરાવતો નાનો દેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 49° 25´થી 50° 15´ ઉ. અ. અને 5° 45´થી 6° 30´ પૂ. રે. વચ્ચેનો 2,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 89…

વધુ વાંચો >