ગિરીશભાઈ પંડ્યા

રેતીખડક (sandstone)

રેતીખડક (sandstone) કણજન્ય જળકૃત ખડકો પૈકીનો એક ઘણો જ અગત્યનો ખડક-પ્રકાર. (તેમનાં કણકદ, કણ-આકાર, ખનિજ-બંધારણ અને પ્રકારો માટે જુઓ, રેતીયુક્ત ખડકો.) વર્ગીકરણ : રેતીખડકો મુખ્ય ત્રણ સમૂહોમાં વિભક્ત થાય છે : (1) પાર્થિવ પ્રકાર : આ રેતીખડકના કણોનો ઉદભવસ્રોત ભૂમિસ્થિત ખડકો હોય છે. તેમની ઉત્પત્તિસ્થિતિ કોઈ પણ પ્રકારના પાણીના જથ્થામાં…

વધુ વાંચો >

રેતીના ઢૂવા (sand dunes)

રેતીના ઢૂવા (sand dunes) : લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગ. મુખ્યત્વે રેતીકણોના બનેલા નરમ, બિનસંશ્લેષિત સપાટી-નિક્ષેપો. વાતા પવનો દ્વારા ઊડી આવતા રેતીના કણો અનુકૂળ સ્થાનોમાં પડી જાય ત્યારે  આકારોમાં રચાતા ઢગલાઓને રેતીના ઢૂવા તરીકે ઓળખવામાં આવે છે. વાતા પવનોને પોતાની સાથે લઈ જવા માટે પૂરતી રેતી પ્રાપ્ત થતી હોય…

વધુ વાંચો >

રેતીયુક્ત ખડકો (arenaceous rocks)

રેતીયુક્ત ખડકો (arenaceous rocks) : રેતીના બંધારણવાળા જળકૃત ખડકો. રેતી જેમાં ઘટકદ્રવ્ય હોય અથવા રેતીનું અમુક પ્રમાણ જે ધરાવતા હોય એવા ખડકો માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગમે તે ખનિજબંધારણવાળા રેતીના કણોથી બનતી કણરચનાવાળા, જામેલા, ઘનિષ્ઠ ખડકને રેતીયુક્ત ખડક અથવા ‘ઍરેનાઇટ’ કહેવાય છે. ઍરેનાઇટમાં એવા બધા જ ખડકોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

રેનિયર પર્વત 

રેનિયર પર્વત  : યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં માઉન્ટ નૅશનલ પાર્કમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 46° 45´ ઉ. અ. અને 121° 40´ પ. રે.. તે ટેકોમા શહેરથી અગ્નિકોણમાં 64 કિમી.ને અંતરે કાસ્કેડ હારમાળામાં આવેલો છે. તેનું સર્વોચ્ચ શિખર 4,392 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વત આશરે 260 ચોકિમી.ના વિસ્તારને આવરી લે…

વધુ વાંચો >

રેવા

રેવા : મધ્યપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 45´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે.ની આજુબાજુનો 6,134 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં સિધી જિલ્લો તથા પશ્ચિમમાં સતના જિલ્લો આવેલા છે. તેનો આકાર સમદ્વિબાજુ ત્રિકોણ…

વધુ વાંચો >

રેવારી

રેવારી : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 11´ ઉ. અ. અને 76° 37´ પૂ. રે.. તે આજુબાજુનો 1,559 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની  ઉત્તરે રોહતક; ઈશાનમાં ગુરગાંવ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ રાજસ્થાન; પશ્ચિમે મહેન્દ્રગઢ જિલ્લો તથા વાયવ્યમાં ભિવાની જિલ્લો…

વધુ વાંચો >

રેસીફ (Recife)

રેસીફ (Recife) : બ્રાઝિલના ઈશાન ભાગમાં આવેલા પર્નામ્બુકો રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 8° 58´ દ. અ. અને 34° 55´ પ. રે.. તે ઍટલૅન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારે કૅપબારિબે અને બેબીરિબે નદીઓના નદીનાળ મુખસંગમ પર આવેલું છે. આ શહેરનો કેટલોક ભાગ બ્રાઝિલની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ટાપુ પર આવેલો…

વધુ વાંચો >

રેહ

રેહ : અમુક પ્રદેશોમાં ભૂમિસપાટી પર જોવા મળતું ક્ષાર-પડ. સપાટી-આવરણ તરીકે મળતું, જમીનોની ફળદ્રૂપતાનો નાશ કરતું વિલક્ષણ ક્ષારવાળું સફેદ પડ ઉત્તર ભારતનાં કાંપનાં મેદાનોના સૂકા ભાગોમાં ‘રેહ’ કે ‘ઊસ’ નામથી, સિંધમાં ‘કેલાર’ નામથી અને મહારાષ્ટ્રમાં ‘ચોપાન’ નામથી ઓળખાય છે. રેહ, કેલાર કે ઊસ એ વિશિષ્ટપણે ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની…

વધુ વાંચો >

રૅંગલ ટાપુ (Wrangel Island)

રૅંગલ ટાપુ (Wrangel Island) : આર્ક્ટિક મહાસાગરમાં પૂર્વ સાઇબીરિયન સમુદ્ર અને ચુકચી સમુદ્ર વચ્ચે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 70° 30´થી 71° 00´ ઉ. અ. અને 179° 30´થી 179° 30´ પ. રે. વચ્ચેનો આશરે 7,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 125 કિમી. (NE–SW) અને પહોળાઈ 48…

વધુ વાંચો >

રૉક ક્રિસ્ટલ

રૉક ક્રિસ્ટલ : ક્વાર્ટ્ઝના સર્વસામાન્ય નામથી ઓળખાતા ખનિજનો એક પ્રકાર. રાસાયણિક બંધારણ : SiO2. રૉક ક્રિસ્ટલ એ પૂર્ણ સ્ફટિકમય પારદર્શક ક્વાર્ટ્ઝ છે. તેને કાપીને સસ્તા ઝવેરાત (વલ્લમ હીરા) માટે; પ્યાલા, હાથા વગેરે જેવી સુશોભન-વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે. કાશ્મીર, કાલાબાગ, તાન્જોર વગેરે તેને માટેનાં પ્રાપ્તિસ્થાનો છે. ત્યાંથી યોગ્ય શુદ્ધતાવાળા અને…

વધુ વાંચો >