ગિરીશભાઈ પંડ્યા

રિયો ગ્રાન્ડે (નદી)

રિયો ગ્રાન્ડે (નદી) : ઉત્તર અમેરિકાની લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક. તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગને વીંધીને 3,034 કિમી.ની લંબાઈમાં વહે છે. લંબાઈની દૃષ્ટિએ અહીં તે પાંચમા ક્રમે આવે છે. આ નદી મેક્સિકોના અખાતમાં ઠલવાય છે. તે અગાઉ ટેક્સાસમાં આવેલો અલ પાસો વટાવ્યા પછી યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની 1,996 કિમી. જેટલી…

વધુ વાંચો >

રિયો ગ્રાન્ડે (શહેર)

રિયો ગ્રાન્ડે (શહેર) : બ્રાઝિલના દક્ષિણ છેડે આવેલા રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું શહેર. બ્રાઝિલમાં મુખ્ય બંદરો પૈકીનું એક બંદર. ભૌગોલિક સ્થાન : 32° 02´ દ. અ. અને 52° 05´ પ. રે.. તે રિયો ડી જાનેરોથી નૈર્ઋત્યમાં 1,260 કિમી.ને અંતરે તથા સમુદ્રથી 13 કિમી.ને અંતરે માત્ર 1.5 મીટરની ઊંચાઈએ રહેલા…

વધુ વાંચો >

રિયો ડી જાનેરો

રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં આવેલું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 54´ દ. અ. અને 43° 14´ પ. રે. આજુબાજુનો 1171 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ અમેરિકામાં સૌથી મોટાં ગણાતાં શહેરોમાં તે સાઉ પાઉલોથી બીજા ક્રમે આવે છે. બ્રાઝિલમાં તે માત્ર ‘રિયો’ નામથી પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

રિયો નિગ્રો

રિયો નિગ્રો : દક્ષિણ-મધ્ય આર્જેન્ટીનાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 37° 30´ થી 42° 00´ દ. અ. અને 63° 30´થી 72° 00 પ. રે. વચ્ચેનો 2,03,013 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પેટાગોનિયામાં ન્યૂક્વેનની સરહદની અંદર આવેલો છે, અને પૂર્વમાં ઍટલૅન્ટિક મહાસાગરથી પશ્ચિમ તરફ ઍન્ડીઝ સુધી વિસ્તરેલો…

વધુ વાંચો >

રિયોબામ્બા (Riobamba)

રિયોબામ્બા (Riobamba) : ઇક્વેડોરના ચિમ્બોરાઝો પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 1° 45´ દ. અ. અને 78° 30´ પ. રે. . તે માઉન્ટ ચિમ્બોરાઝો નજીક દક્ષિણ તરફ રિયોબામ્બા નદીના થાળામાં મધ્યના ઊંચાણવાળા પ્રદેશ પર આશરે 2,700 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગર પૂર્વ-ઇન્કા અને ઇન્કા સંસ્કૃતિકાળથી અસ્તિત્વ ધરાવે છે. 1534માં…

વધુ વાંચો >

રિસ હિમજન્ય કક્ષા (Riss glacial stage)

રિસ હિમજન્ય કક્ષા (Riss glacial stage) : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન પ્રવર્તેલા હિમકાળ અને આંતરહિમકાળ પૈકીનો એક તબક્કો. તેની પહેલાં મિન્ડેલ-રિસ આંતરહિમજન્ય કાળ પ્રવર્તેલો, તે વખતે ઠંડીની તીવ્રતા ઘટેલી અને તેની પણ પહેલાં મિન્ડેલ હિમજન્ય કાળ શરૂ થયેલો. રિસ હિમજન્ય કાળ ગ્રેટબ્રિટનના જિપિંગ હિમકાળ(Gipping glacial stage)ની ઉત્તર યુરોપના સાલ હિમકાળની અને…

વધુ વાંચો >

રિહાન્ડ બંધ

રિહાન્ડ બંધ : ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના દૂધીનગર તાલુકાના પીપરા પાસે સોન નદીની સહાયક નદી રિહાન્ડ પર આવેલો બંધ. ભૌગોલિક સ્થાન : 24° 12´ 30´´ ઉ. અ. અને 83° 0´ 30´´ પૂ. રે. નજીક તે બાંધેલો છે. તેની પાછળના જળાશયને ગોવિંદ વલ્લભ પંત સાગર નામ અપાયું છે. સર્વેક્ષણ–શારકામ : રિહાન્ડ…

વધુ વાંચો >

રીકેનો સિદ્ધાંત (Riecke’s principle)

રીકેનો સિદ્ધાંત (Riecke’s principle) : ભૂસ્તરીય પ્રતિબળોની અસર હેઠળ ખનિજકણોની દ્રવીભૂત થઈ જવાની ઘટના સાથે સંકળાયેલો સિદ્ધાંત. સામાન્ય રીતે કાર્યરત પ્રતિબળોની અસર હેઠળ ખનિજકણો જે જરૂરી નિમ્ન કક્ષાએ દ્રાવણમાં ફેરવાય તે કરતાં ઉચ્ચ કક્ષાએ કાર્યરત પ્રતિબળોની અસર હેઠળ તે ઝડપથી દ્રવીભૂત થઈ જતા હોય છે. આ સિદ્ધાંત મુજબ મુક્ત સ્થિતિમાં…

વધુ વાંચો >

રીજેન્ટ (હીરો)

રીજેન્ટ (હીરો) : રીજેન્ટ અથવા પિટ્ટ હીરાના નામથી ઓળખાતો ઐતિહાસિક ખ્યાતિ પામેલો હીરો. ભૂરી ઝાંયવાળો દેખાતો આ હીરો તેજસ્વી અને પાણીદાર બને તે રીતે કાપેલો છે. આ હીરો ભલે કદમાં મોટો ન હોય, પરંતુ તે અત્યંત સુંદર અને પૂર્ણ હીરા તરીકે લેખાય છે; એટલું જ નહિ, આકાર, કદપ્રમાણ અને તેજસ્વિતામાં…

વધુ વાંચો >

રીડ, એચ. એચ. (હર્બર્ટ હૅરોલ્ડ રીડ)

રીડ, એચ. એચ. (હર્બર્ટ હૅરોલ્ડ રીડ) (જ. 17 ડિસેમ્બર 1889; અ. 29 માર્ચ 1970) : ભૂસ્તરશાસ્ત્રી. ગ્રૅનાઇટની ઉત્પત્તિ પરનાં તેમનાં સંશોધનો માટે જાણીતા બનેલા ખડકવિદ. 1914થી 1931 સુધી તેઓ  ‘His Majesty’s Geological Survey’ના સદસ્ય રહેલા. આ ગાળા દરમિયાન તેઓ લિવરપૂલ યુનિવર્સિટીમાં ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક પણ થયા હતા. ત્યારપછી 1939માં તેઓ લંડન…

વધુ વાંચો >