ગિરીશભાઈ પંડ્યા

રાય (Rye)-2

રાય (Rye)-2 : ઇંગ્લૅન્ડના પૂર્વ સસેક્સ પરગણાના રૉથર જિલ્લામાં રૉથર નદી નજીકની ટેકરી પર આવેલું નષ્ટપ્રાય નગર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 0° 44´ પૂ. રે.. મૂળ તે એક દરિયાઈ બંદર હતું. 1289માં તેને બંદર-જૂથમાં ભેળવવામાં આવેલું. 1350ના અરસામાં તે સિંક (Cinque) બંદરોનું પૂર્ણ સભ્ય પણ બન્યું…

વધુ વાંચો >

રાયગડા (Rayagada)

રાયગડા (Rayagada) : ઓરિસા રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 19° 10´ ઉ. અ. અને 83° 25´ પૂ. રે.ની આજુબાજુનો 7,585 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાલાહાંડી, ઉત્તર અને ઈશાનમાં ફૂલબની, પૂર્વમાં ગજપતિ, દક્ષિણે શ્રીકાકુલમ (આં.પ્ર.) અને કોરાપુટ તથા…

વધુ વાંચો >

રાયગઢ (છત્તીસગઢ)

રાયગઢ (છત્તીસગઢ) : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે રાજ્યની પૂર્વમાં બિલાસપુર વિભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 20´થી 23° 15´ ઉ. અ. અને 82° 55´થી 83° 24´ પૂ. રે. વચ્ચેનો 12,924 ચોકિમી. (રાજ્યની કુલ ભૂમિનો 2.91 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…

વધુ વાંચો >

રાયગઢ (રાયગડ) (મહારાષ્ટ્ર)

રાયગઢ (રાયગડ) (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 51´થી 19° 08´ ઉ. અ. અને 72° 51´થી 73° 40´ પૂ. રે. વચ્ચેનો 7,152 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે થાણે, પૂર્વમાં પુણે, અગ્નિ તરફ સતારા, દક્ષિણે રત્નાગિરિ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લાનું…

વધુ વાંચો >

રાયચુર

રાયચુર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે રાજ્યના ઈશાન ભાગમાં 15° 10´ થી 16° 34´ ઉ. અ. 75° 47´ થી 77° 36´ પૂ. રે. વચ્ચેનો આશરે 14,017 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં જોતાં રાજ્યમાં તે ત્રીજા ક્રમે આવે…

વધુ વાંચો >

રાયપુર

રાયપુર : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 19° 57´થી 21° 53´ ઉ. અ. અને 81° 25´થી 83° 38´ પૂ. રે. વચ્ચેનો 21,258 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છત્તીસગઢ રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ત્રીજા ક્રમે આવે…

વધુ વાંચો >

રાયબરેલી

રાયબરેલી : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 49´થી 26° 36´ ઉ. અ. અને 80° 40´થી 81° 34´ પૂ. રે. વચ્ચેનો 4,609 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લખનૌ અને બારાબંકી જિલ્લા, પૂર્વ તરફ સુલતાનપુર જિલ્લો, અગ્નિકોણમાં…

વધુ વાંચો >

રાયસેન

રાયસેન : મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 10´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે. આજુબાજુનો 8,466 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વિદિશા, ઈશાન અને પૂર્વમાં સાગર, અગ્નિમાં નરસિંહપુર, દક્ષિણમાં હોશંગાબાદ અને સિહોર તથા પશ્ચિમે સિહોર અને…

વધુ વાંચો >

રારોટોંગા (ટાપુ)

રારોટોંગા (ટાપુ) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા કૂક ટાપુઓ પૈકીનો મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 21° 14´ દ. અ. અને 159° 46´ પ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી ઈશાનમાં 3,400 કિમી.ને અંતરે આવેલો છે. તેનો વિસ્તાર 67 ચોકિમી. જેટલો છે. આ ટાપુનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય હોઈ ખરબચડું છે. 653 મીટર ઊંચાઈ ધરાવતું…

વધુ વાંચો >

રાવલપિંડી

રાવલપિંડી : રાજકીય વિભાગ : પાકિસ્તાનના ઈશાન ભાગમાં આવેલો રાજકીય એકમ. આ વિભાગમાં રાવલપિંડી, જેલમ, ગુજરાત અને અટક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીંથી પસાર થતી સૉલ્ટ રેન્જ (ગિરિમાળા) આ એકમને બે વિભાગોમાં વહેંચી નાખે છે : ગિરિમાળાની અગ્નિદિશા તરફ ગુજરાત(પાકિસ્તાન)નો વિસ્તાર તથા ઉત્તર તરફના થોડા ભાગને બાદ કરતાં બાકીના ત્રણ…

વધુ વાંચો >