ગિરીશભાઈ પંડ્યા

રાણીગંજ

રાણીગંજ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 37´ ઉ. અ. અને 87° 08´ પૂ. રે.. તે વર્ધમાન જિલ્લાના પશ્ર્ચિમ ભાગમાં વર્ધમાનથી વાયવ્યમાં કુલિક નદી પર આવેલું છે. તે તેની આજુબાજુના વિસ્તારો માટે કૃષિપેદાશોના વેપારનું અને શણનિકાસનું અગત્યનું મથક બની રહેલું છે. આ કારણે તે ઇંગ્લિશ બઝાર…

વધુ વાંચો >

રાતા પ્રસ્તરો (red beds)

રાતા પ્રસ્તરો (red beds) : ફેરિક ઑક્સાઇડને કારણે લાલ રંગના બનેલા કણજન્ય જળકૃત ખડકો. ફેરિક ઑક્સાઇડ ખડકોના બંધારણમાં રહેલા કણોને ફરતા આવરણ રૂપે ચડતું હોય છે, આંતરકણછિદ્રોમાં તે ભરાઈ જતું હોય છે અથવા પંકિલ પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં તે પ્રસરી જતું હોય છે. આ રીતે રંગપ્રસરણને કારણે ખડકસ્તરો રાતા રંગના બની રહે…

વધુ વાંચો >

રાતી ભરતી

રાતી ભરતી : સમુદ્ર-મહાસાગર, સરોવર, જળાશય કે નદીમાં ક્યારેક જોવા મળતાં રાતા કે કથ્થાઈ રંગનાં પાણી માટેનો શબ્દપ્રયોગ. પાણીમાં દેખાતો આવો રંગ એકાએક લાખોની સંખ્યામાં વધી જતા સૂક્ષ્મજીવાણુઓને કારણે હોય છે. આ રંગ અમુક કલાકોથી માંડીને ઘણા મહિનાઓ સુધી રહેતો હોય છે. દુનિયાના જળજથ્થાઓના મોટાભાગના વિસ્તારોમાં આવી રાતી ભરતી જોવા…

વધુ વાંચો >

રાતો સમુદ્ર

રાતો સમુદ્ર : ઈશાન આફ્રિકા અને અરબ દ્વીપકલ્પને જુદા પાડતો સમુદ્ર. હિન્દ મહાસાગરનો લાંબો, સાંકડો ઉત્તર-પશ્ર્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 00´થી 30° 00´ ઉ. અ. અને 33° 00´થી 43° 00´ પૂ. રે. વચ્ચે વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલો છે. દુનિયાના ખૂબ જ વ્યસ્ત રહેતા જળમાર્ગો પૈકી આ સમુદ્રની ગણના…

વધુ વાંચો >

રાપાકિવી કણરચના (Rapakivi texture)

રાપાકિવી કણરચના (Rapakivi texture) : કણરચનાનો એક પ્રકાર. આ પ્રકારની કણરચનાનું મૂળ ફિનલૅન્ડના ગ્રૅનાઇટની કણરચનામાં રહેલું છે. ત્યાંના લાક્ષણિક ગ્રૅનાઇટમાં આલ્બાઇટ કે ઑલિગોક્લેઝથી બનેલા સફેદ સોડિક પ્લેજિયૉક્લેઝના આચ્છાદન સહિતના થોડાક સેમી.ના વ્યાસવાળા, માંસ જેવા લાલાશ પડતા રંગવાળા, ગોળાકાર, ઑર્થોક્લેઝ કે માઇક્રોક્લિનથી બનેલા પોટાશ ફેલ્સ્પારના સ્ફટિકો જોવા મળે છે. આ ફેલ્સ્પારની…

વધુ વાંચો >

રામગંગા નદી યોજના

રામગંગા નદી યોજના : ઉત્તરાંચલ રાજ્યના ગઢવાલ જિલ્લામાં કાલાગઢથી આશરે 3 કિમી.થી ઉપરવાસમાં આવેલા સ્થળે રામગંગા નદી પર તૈયાર કરવામાં આવેલો બહુહેતુક યોજના ધરાવતો બંધ. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 78° 45´ પૂ. રે. તેના જળરાશિથી સિંચાઈ, ઊર્જા-ઉપલબ્ધિ અને પૂરનિયંત્રણના હેતુ સર્યા છે. ઇતિહાસ : 1943માં સર્વપ્રથમ…

વધુ વાંચો >

રામનાથપુરમ્

રામનાથપુરમ્ : તામિલનાડુ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9° 23´ ઉ. અ. અને 78° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4,232 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પસુમ્પન થીવર થિરુમગન (મુથુરામલિંગમ્) અને પુડુકોટ્ટાઈ જિલ્લા, પૂર્વ અને દક્ષિણે અનુક્રમે બંગાળના ઉપસાગરના ફાંટારૂપ…

વધુ વાંચો >

રામપુર

રામપુર : ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´થી 29° 10´ ઉ. અ. અને 78° 51´થી 79° 28´ પૂ. રે. વચ્ચેનો 2,367 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 81 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 49 કિમી. જેટલી…

વધુ વાંચો >

રામસે, ઍન્ડ્ર્યુ ક્રૉમ્બી

રામસે, ઍન્ડ્ર્યુ ક્રૉમ્બી (જ. 1814; અ. 1891) : બ્રિટનના એક આગળ પડતા ક્ષેત્રભૂસ્તરશાસ્ત્રી. તેમણે બ્રિટિશ ટાપુઓમાં પ્રવર્તેલા હિમીભવનના પુરાવાઓ એકત્રિત કરી પ્રસ્થાપિત કરેલા. તેઓ ખડક થાળાંમાં થયેલા હિમનદીજન્ય ઘસારાના સિદ્ધાંત માટે તેમજ નદીજન્ય ધોવાણના સિદ્ધાંતને આગળ ધરવા માટે તેમના જીવનકાળ દરમિયાન ખૂબ જાણીતા થયેલા. તેમણે ઇંગ્લૅન્ડ અને વેલ્સના ભૂસ્તરીય નકશા…

વધુ વાંચો >

રાય (Rye)-1

રાય (Rye)-1 : ન્યૂયૉર્ક(યુ.એસ.)ના વેસ્ટચેસ્ટર પરગણામાં લૉંગ આઇલૅન્ડના અખાતી ભાગ પર આવેલું શહેર તેમજ તેનો પરાવિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 58´ ઉ. અ. અને 73° 41´ પ.રે.. તેનું મૂળ નગર-સ્થળ તો 1660માં કનેક્ટિકટના ગ્રિનવિચમાંથી આવેલા લોકોએ જ્યાં વસાહતો સ્થાપેલી તે પૅન્ડિગો નેક ખાતે હતું. 1788માં સત્તાવાર રીતે તેની સરહદ આંકવામાં…

વધુ વાંચો >