ગિરીશભાઈ પંડ્યા

યુરેનિનાઇટ (uraninite)

યુરેનિનાઇટ (uraninite) : યુરેનિયમનું મુખ્ય ખનિજ. પિચબ્લેન્ડ એ તેનો દળદાર, અશુદ્ધ ખનિજપ્રકાર છે. રાસા. બં. UO2. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ક્યૂબિક કે ક્યૂબોઑક્ટાહેડ્રલ; નાના સ્ફટિકો વૃક્ષાકાર સમૂહોમાં; દળદાર, ઘનિષ્ઠથી દાણાદાર; ક્વચિત્ કચરાયેલા સ્વરૂપે; દ્રાક્ષના ઝૂમખા જેવી પોપડીઓ કે જૂથસ્વરૂપે; પટ્ટાદાર વિકેન્દ્રિત રેસાદારથી સ્તંભાકાર રચનાઓમાં પણ મળે (દા.ત., પિચબ્લેન્ડ). યુગ્મતા…

વધુ વાંચો >

યુરેલાઇટીભવન (uralitization)

યુરેલાઇટીભવન (uralitization) : વિકૃતિજન્ય પરિવર્તનપ્રક્રિયા. આ પરિવર્તનપ્રક્રિયા બેઝિક અગ્નિકૃત ખડકોમાં નિમ્ન કક્ષાની વિકૃતિ દરમિયાન અથવા ક્યારેક ઉષ્ણજળજન્ય પરિવર્તનથી અંતિમ કક્ષાએ થતી હોય છે. અગ્નિકૃત ખડકોમાંના પાયરૉક્સિનનું મોટેભાગે રેસાદાર જથ્થાવાળા ઍમ્ફિબૉલ(જેને પહેલાં જુદા જ ખનિજ ‘યુરેલાઇટ’ તરીકે ઘટાવવામાં આવેલું, તેથી આ નામ પડેલું છે.)માં પરિવર્તન થતું હોય છે. આ ઉપરાંત ઍપિડોટ…

વધુ વાંચો >

‘યૂ’ આકાર સરોવર (ox-bow lake)

‘યૂ’ આકાર સરોવર (ox-bow lake) : અંગ્રેજી મૂળાક્ષર U જેવા ચાપ આકારનું, ઘોડાના પગની ખરી નીચે લગાડવામાં આવતી નાળને આબેહૂબ મળતું આવતું સરોવર. નદી જ્યારે તેની પુખ્ત (યુવા) અવસ્થાના ખીણપ્રદેશમાંથી પ્રૌઢ અવસ્થાના ખીણપ્રદેશમાં વહેતી વહેતી આગળ વધે છે ત્યારે ઘટી ગયેલા વહનવેગને કારણે નિક્ષેપ-જમાવટનું પ્રમાણ વધે છે. ખીણ-વિસ્તાર સપાટ બનતો…

વધુ વાંચો >

યેમેન

યેમેન : અરબી દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 30´ થી 18° 00´ ઉ. અ. અને 42° 30´થી 52° 30´ પૂ. રે.ની વચ્ચેનો 5,28,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાઉદી અરેબિયા અને પૂર્વ તરફ ઓમાન આવેલાં છે, જ્યારે દક્ષિણે એડનનો અખાત અને…

વધુ વાંચો >

યોકોહામા

યોકોહામા : જાપાનનું બંદર તથા વેપાર-ઉદ્યોગનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 35° 27´ ઉ. અ. અને 139° 39´ પૂ. રે. તે હૉન્શુ ટાપુ પર, ટોકિયોની દક્ષિણે આશરે 32 કિમી.ના અંતરે આવેલું છે. યોકોહામા જાપાનના કાનાગાવા પ્રીફ્રૅક્ચર(રાજકીય એકમ)નું પાટનગર છે તથા ટોકિયો પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર છે. વસ્તી :…

વધુ વાંચો >

યોસેમિટે (યોસેમાઇટ) :

યોસેમિટે (યોસેમાઇટ) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વેરાન પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 37o 51´ ઉ. અ. અને 119o 33´ પ. રે. વગડા જેવો આ પ્રદેશ સાન ફ્રાન્સિસ્કોથી પૂર્વમાં આશરે 320 કિમી. અંતરે સિયેરા નેવાડા પર્વતોમાં આવેલો છે. આ વિસ્તારમાં આશરે 1,100 જેટલી તો પગદંડીઓ પડેલી છે. તે પૈકીની…

વધુ વાંચો >

રણ (desert)

રણ (desert) તદ્દન ઓછો વરસાદ મેળવતા ગરમ, સૂકા અને ઉજ્જડ ભૂમિવિસ્તારો. આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલ્પ રહેતું હોવા છતાં તે તદ્દન વેરાન કે ખરાબાના પ્રદેશો હોતા નથી. તેમાં ભૂમિસ્વરૂપોની વિવિધતા પણ જોવા મળે છે. દુનિયાનાં મોટાભાગનાં રણોમાં ઓછામાં ઓછી એક કાયમી નદી પણ હોય છે, તેમ છતાં ભેજવાળા પ્રદેશોની જેમ…

વધુ વાંચો >

રણદ્વીપ (oasis)

રણદ્વીપ (oasis) : ચારેબાજુ રણના અફાટ વિસ્તારથી ઘેરાયેલો, રણના શુષ્ક લક્ષણથી અલગ તરી આવતો, વનસ્પતિજીવન સહિતનો ફળદ્રૂપ મર્યાદિત વિભાગ. સામાન્ય રીતે તો રણની જમીનો બંધારણની ર્દષ્ટિએ ફળદ્રૂપ અને ઉપજાઉ હોય છે, પરંતુ તેમાં વનસ્પતિ કે ખેતીવિકાસ માટે જરૂરી ભેજનો જ માત્ર અભાવ વરતાતો હોય છે. રણોમાં જ્યાં નદીઓ કે ઝરણાં…

વધુ વાંચો >

રતલામ

રતલામ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 75° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,861 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મંદસૌર જિલ્લો અને રાજસ્થાનની સરહદ, ઈશાનમાં શાજાપુર જિલ્લો (આંશિક ભાગ), પૂર્વમાં ઉજ્જૈન જિલ્લો, દક્ષિણમાં ધાર અને…

વધુ વાંચો >

રત્નપરખવિદ્યા (gemology)

રત્નપરખવિદ્યા (gemology) : રત્નોની પરખ અને મૂલ્યાંકન કરતું વિજ્ઞાન. તે ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા ખનિજવિદ્યાનો એક પેટાવિભાગ ગણાય, કારણ કે રત્નો મૂળભૂત રીતે તો ખનિજો જ હોય છે. કુદરતી રીતે મળતાં ખનિજોને કાપીને, ઘસીને, ચમક આપીને રત્નો – ઉપરત્નો તૈયાર કરવામાં આવતાં હોય છે. રત્નોનો વ્યવસાય કરનારા ઝવેરી કહેવાય છે. મોટા ભાગના…

વધુ વાંચો >