ગિરીશભાઈ પંડ્યા

મૅડ્રિડ

મૅડ્રિડ : સ્પેનનું પાટનગર, મોટામાં મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : તે 40° 30° ઉ. અ. અને 3° 40´ પ. રે.ની આજુબાજુનો લગભગ 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મૅડ્રિડ એ મૅડ્રિડ પ્રાંતનું પણ પાટનગર છે. મૅડ્રિડ પ્રાંતનો વિસ્તાર આશરે 8,028 ચોકિમી. જેટલો છે. આ શહેર સમુદ્રસપાટીથી આશરે…

વધુ વાંચો >

મેઢ, સુકુમાર શ્યામલાલ

મેઢ, સુકુમાર શ્યામલાલ (જ. 2 ઑક્ટોબર 1928, વારાણસી) : ગુજરાતના ખ્યાતનામ ભૂસ્તરવિદ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રણેતા. જન્મ ગુજરાતી નાગર કુટુંબમાં. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં 1948માં એમ.એસસી.ની પદવી મેળવી. 1951માં મ. સ. યુનિવર્સિટી, વડોદરા ખાતે સિવિલ ઇજનેરીમાં ઇજનેરી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં અધ્યાપક તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >

મેદાનો

મેદાનો : ભૂમિસ્વરૂપોનો એક પ્રકાર. વિશાળ વિસ્તારમાં પથરાયેલા સપાટ લક્ષણવાળા ભૂમિભાગો. પૃથ્વીના પટ પરના ખંડીય ભૂમિભાગો જે ઘણો મોટો વિસ્તાર આવરી લેતા હોય, લગભગ સમતલ સપાટ લક્ષણ ધરાવતા હોય અથવા તદ્દન ઓછા તફાવતના ઊંચાણ-નીચાણવાળા તેમજ આછા ઢોળાવવાળા હોય તેમને સામાન્ય રીતે મેદાનો તરીકે ઓળખાવી શકાય, પછી તે સમુદ્રસપાટીથી નજીકની ઊંચાઈએ…

વધુ વાંચો >

મેદિનીપુર (મિદનાપુર)

મેદિનીપુર (મિદનાપુર) : પશ્ચિમ બંગાળના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. જૂનું નામ મિદનાપુર. ભૌગોલિક સ્થાન : તે 22° 16´ ઉ. અ. અને 87° 20´ પૂ. રે.ની આજુબાજુનો 14,081 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં અનુક્રમે પુરુલિયા, બાંકુરા અને હુગલી જિલ્લાઓ,…

વધુ વાંચો >

મૅનિટોબા

મૅનિટોબા : મધ્ય કૅનેડામાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 54° 00´ ઉ. અ. અને 97° 00° પ. રે. પરનો આશરે 6,47,797 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ નૉર્ધર્ન ટેરિટરિઝ, ઈશાનમાં હડસનનો અખાત, પૂર્વ તરફ ઑન્ટેરિયો, પશ્ચિમ તરફ સસ્કેચવાન તથા દક્ષિણમાં યુ.એસ. સાથેની સરહદ આવેલાં છે. તેનો…

વધુ વાંચો >

મૅન્ટેલ, ગિડિયૉન ઍલ્જરનન

મૅન્ટેલ, ગિડિયૉન ઍલ્જરનન (જ. 3 ફેબ્રુઆરી 1790, Lewes Syssex, ઇંગ્લૅન્ડ; અ. 10 નવેમ્બર 1852, લંડન) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી. ડાયનોસૉર જીવાવશેષનો ખોજક. લૂઇસમાં રહેતા મોચીના પુત્ર મૅન્ટેલે લંડન ખાતે તબીબીનો અભ્યાસ કરેલો. 1811માં લૂઇસ ખાતે તેણે સર્જન તરીકે કારકિર્દીની શરૂઆત તો કરેલી, પરંતુ ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસ તરફનો તેનો ઝોક વધતો જતો હતો.…

વધુ વાંચો >

મેન્ડિપ ટેકરીઓ

મેન્ડિપ ટેકરીઓ : ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગમાં આવેલા સમરસેટ પરગણાની ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : 51° 15´ ઉ. અ. અને 2° 45´ પ. રે.ની આજુબાજુ ત્યાં વાયવ્યમાં આવેલા એક્સબ્રિજથી અગ્નિમાં આવેલા શેપ્ટન મૅલેટ સુધીના આશરે 50 કિમી. સુધી તે વિસ્તરેલી છે. તેના પર આવેલું સર્વોચ્ચ શિખર 326 મીટરની ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમ…

વધુ વાંચો >

મેમ્ફિસ (ઇજિપ્ત)

મેમ્ફિસ (ઇજિપ્ત) : પ્રાચીન ઇજિપ્તનું મુખ્ય શહેર અને સર્વપ્રથમ પાટનગર. તે કૅરોની દક્ષિણે 25 કિમી.ને અંતરે નાઇલ નદીના પશ્ચિમ કાંઠે વસેલું હતું. દંતકથા મુજબ ઇજિપ્તના સર્વપ્રથમ રાજા મીનીસે ઉત્તર અને દક્ષિણ ઇજિપ્તની સીમા પર આ શહેર વસાવેલું અને ઈ. સ. પૂ. 3100ના અરસામાં તેને પાટનગર બનાવેલું. પ્રાચીન સામ્રાજ્યોના ઈ. સ.…

વધુ વાંચો >

મેમ્ફિસ (યુ.એસ.)

મેમ્ફિસ (યુ.એસ.) : યુ.એસ.ના ટેનેસી રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 35° 08´ ઉ. અ. અને 90° 10´ પ. રે. પર રાજ્યના નૈર્ઋત્ય કોણમાં મિસિસિપી નદીના પૂર્વ કાંઠે વસેલું છે અને 730 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. શેલ્બી પરગણાનું તે મુખ્ય મથક પણ છે. આજે તે પશ્ચિમ ટેનેસી…

વધુ વાંચો >

મેરઠ

મેરઠ : ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 0´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે.ની આજુબાજુનો 2,590 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો ગંગાના દોઆબ વિસ્તારમાં આવેલો છે. ગંગા નદી તેની પૂર્વ સરહદ રચે છે, જેનાથી બિજનોર…

વધુ વાંચો >