ગણિત
પરંપરિત અપૂર્ણાંક (continued fraction)
પરંપરિત અપૂર્ણાંક (continued fraction) : યુક્લિડની રીત પ્રમાણે પગલાં લઈ સંમેય (rational) સંખ્યાનું વિશિષ્ટ અપૂર્ણાંકના સ્વરૂપમાં નિરૂપણ તે પરંપરિત-અપૂર્ણાંક. એક અપૂર્ણાંક કે જેનો છેદ, કોઈ પૂર્ણાંક સંખ્યા અને બીજી કોઈ અપૂર્ણાંકના સરવાળા બરાબર હોય વળી તેનો છેદ બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા અને અન્ય કોઈ અપૂર્ણાંકના સરવાળા બરાબર હોય અને આમ…
વધુ વાંચો >પરિમાણ
પરિમાણ : ભૌમિતિક અવકાશ(પછી તે રેખા હોય, સમતલ હોય કે અવકાશ હોય)નું પરિમાણ એટલે તે અવકાશના કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે જે લઘુતમ માપોની જરૂર પડે તેમની સંખ્યા; દા. ત., અમદાવાદ-મુંબઈ હાઈવે પર કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે કેવળ એક જ સંખ્યા આપવી પડે (તે હાઈવે પર અમદાવાદથી…
વધુ વાંચો >પાયથાગોરાસ
પાયથાગોરાસ [જ. આશરે ઈ. પૂ. 58૦, સેમોસ, આયોનિયા (હાલનું એશિયા માઇનોર); અ. : આશરે ઈ. પૂ. 5૦૦, મેટાપોન્ટમ લ્યુકેનિયા, દક્ષિણ ઇટાલી] : ગ્રીક ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી. તેઓ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી થેઇલ્સના શિષ્ય હતા. થેઇલ્સના સૂચનથી તેમણે ઇજિપ્ત અને બીજા દેશોની મુલાકાત લઈ ઘણું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેમને ઘણા શિષ્યો હતા.…
વધુ વાંચો >પાસ્કલ બ્લેઝ
પાસ્કલ, બ્લેઝ (જ. 19 જૂન 1623, ક્લેરમૉન્ટ ફરાન્ડ, ફ્રાંસ; અ. 19 ઑગસ્ટ 1662, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ફ્રેંચ ગદ્યના પ્રખર પંડિત. શાળાએ ગયા વગર જ પિતા પાસેથી પ્રાચીન ગ્રીક અને લૅટિન કલા અને સાહિત્ય શીખ્યા હતા. 12 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભૂમિતિનો અભ્યાસ કરી લીધો…
વધુ વાંચો >પિયર્સન કાર્લ
પિયર્સન, કાર્લ (જ. 24 માર્ચ 1857, લંડન; અ. 27 એપ્રિલ 1936, લંડન) : વિખ્યાત અંગ્રેજ જનીનવિદ્યાવિશારદ (geneticist) અને આંકડાશાસ્ત્રી. 1866માં લંડનમાં અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને કારણે શાળામાંથી ઉઠાડી ખાનગી ટ્યૂશન દ્વારા ઘેર અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો. ત્યારબાદ શાળા-શિક્ષણ કેમ્બ્રિજમાં પૂરું કર્યું. કૉલેજનો અભ્યાસ કિંગ્ઝ કૉલેજ-કેમ્બ્રિજમાં શરૂ કર્યો. કૉલેજમાં…
વધુ વાંચો >પીએનો જીઉસિપ્પી
પીએનો, જીઉસિપ્પી (જ. 27 ઑગસ્ટ 1858, સ્પિનેટ્ટા, ઇટાલી; અ. 20 એપ્રિલ 1932, તુરિન, ઇટાલી) : ઇટાલિયન ગણિતશાસ્ત્રી અને સંજ્ઞાત્મક તર્કશાસ્ત્ર(symbolic logic)ના પ્રણેતા. પિતાનું નામ બાર્ટોલોમિયો અને માતાનું નામ રોઝા કેવેલો હતું. બાર વર્ષની ઉંમરે તે અભ્યાસ કરવા મોસાળ તુરિન નગરમાં ગયા. શરૂઆતનું શિક્ષણ ઘરમાં જ શિક્ષકો પાસેથી મેળવ્યું. 1873માં કેવર…
વધુ વાંચો >પૂર્વધારણા (postulate)
પૂર્વધારણા (postulate) : નિ:શંકપણે સ્વીકારી શકાય તેવી સરળ, સ્પષ્ટ હકીકત. સરળ ભૂમિતિનું કોઈ પુસ્તક જોઈએ તો તેમાંની ધારણાઓ (assumptions) બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળશે : (i) અભિગૃહીત કે ગૃહીત (axiom) અને (ii) પૂર્વધારણા (postulate). કેટલીક વાર ગૃહીત અને પૂર્વધારણાને એકબીજાના પર્યાય તરીકે વાપરવામાં આવે છે; પરંતુ બંને વચ્ચે સ્પષ્ટ તફાવત…
વધુ વાંચો >પૅરેટો વિલફ્રેડો ફ્રેડરિકો દમાસો
પૅરેટો, વિલફ્રેડો ફ્રેડરિકો દમાસો (જ. 15 જુલાઈ 1848, પૅરિસ; અ. 19 ઑગસ્ટ 1923, Celigny, સ્વિટ્ઝર્લૅન્ડ) : તુષ્ટિગુણ-વિશ્લેષણમાં ગણિતીય પદ્ધતિઓનો વિનિયોગ કરનાર ઇટાલિયન અર્થશાસ્ત્રી. તેમણે ઇજનેર તરીકે તાલીમ લીધેલી અને તે ક્ષેત્રમાં વીસ વર્ષ કામગીરી બજાવેલી (1872-92). ઇટાલીની રેલવેમાં તેઓ તેમના પિતાના સ્થાન પર અને એ પછી 1874માં ખાણોના અધીક્ષક તરીકે…
વધુ વાંચો >પોઇન્કારે હેન્રી
પોઇન્કારે, હેન્રી (જ. 29 એપ્રિલ 1857, નાન્સી, ફ્રાન્સ; અ. 17 જુલાઈ 1912, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, સૈદ્ધાંતિક ખગોળવેત્તા અને વૈજ્ઞાનિક તત્વવેત્તા. માધ્યમિક શિક્ષણ નાન્સીમાં મેળવેલું અને 19 વર્ષની વયે સ્નાતક થયેલા. તેમનું કુટુંબ મધ્યમવર્ગનું પણ આર્થિક રીતે સધ્ધર હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ગણિતશાસ્ત્રમાં રસ હતો. 1872થી 1875 દરમિયાન તેઓ પૉલિટૅકનિકમાં…
વધુ વાંચો >પ્રક્ષેપ (projection)
પ્રક્ષેપ (projection) : અમુક નિયમોને આધારે ભૌમિતિક આકૃતિનું સમતલ પરનું આલેખન. દા.ત., જ્યારે કોઈ વસ્તુની તસવીર લેવામાં આવે છે ત્યારે તે વસ્તુના પ્રત્યેક બિંદુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ કૅમેરાના લેન્સમાંથી પસાર થઈ કૅમેરાની અંદરની ફિલ્મ પર પડે છે. આથી ફિલ્મ પર તે વસ્તુનું પ્રક્ષેપણ મળે છે. નિશ્ચિત સમતલ α ઉપર p…
વધુ વાંચો >