ગણિત
ધ્રુવ અને ધ્રુવી
ધ્રુવ અને ધ્રુવી (Pole and Polar) : સમતલ (plane) પરનાં બિંદુ અને રેખાઓનું સાયુજ્ય (correlation) દર્શાવતો ખ્યાલ. સમતલમાં આવેલા આધાર વર્તુળ (base circle) C નું કેન્દ્ર O છે. P સમતલ પરનું બિંદુ છે અને વર્તુળ C ના સંદર્ભમાં P બિંદુને સાપેક્ષ બિંદુ Q આવેલું છે, જેથી OP.OQ = r2 થાય…
વધુ વાંચો >નારળીકર, જયન્ત વિષ્ણુ
નારળીકર, જયન્ત વિષ્ણુ (જ. 19 જુલાઈ 1938, કોલ્હાપુર) : ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ. વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને તેઓ ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી…
વધુ વાંચો >નારળીકર, વિષ્ણુ વાસુદેવ
નારળીકર, વિષ્ણુ વાસુદેવ (જ. 26, સપ્ટેમ્બર 1908, કોલ્હાપુર; અ. 1 એપ્રિલ 1991, પુણે) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક. જન્મ એક સંસ્કારી કુટુંબમાં. મૂળ વતન કોલ્હાપુર પાસેનું પાટગાંવ. પિતા વાસુદેવ શાસ્ત્રી સંસ્કૃતના પંડિત હતા. ભાગવત પુરાણ ઉપર તેમનાં વ્યાખ્યાનો સાંભળવા મોટી મેદની ભેગી થતી. આ સંસ્કારની વિષ્ણુ નારળીકર ઉપર ઘણી અસર હતી…
વધુ વાંચો >નિશ્ચાયક (determinant)
નિશ્ચાયક (determinant) : સંખ્યાઓની ચોરસ સારણી દ્વારા કોઈ એક સંખ્યાની અભિવ્યક્તિ. નિશ્ચાયક પોતે એક સંખ્યા છે જે પેલી ચોરસ સારણી પર યોગ્ય ક્રિયાઓ કરવાથી મળે છે. દા.ત., બે હાર તથા બે સ્તંભવાળી ચોરસ સારણી એક બે હાર અને બે સ્તંભ વાળો અથવા 2 × 2 નિશ્ચાયક કહેવાય છે. આ બે હારના…
વધુ વાંચો >નેપિયર, જૉન
નેપિયર, જૉન [જ. 1 ફેબ્રુઆરી 1550, મર્કિસ્ટન કેસલ (એડિનબરો પાસે), યુ.કે.; અ. 4 એપ્રિલ 1617, મર્કિસ્ટન કેસલ, યુ.કે.] : સ્કૉટિશ ગણિતશાસ્ત્રી અને બ્રહ્મવિદ્યા (theology) અંગેના લેખક. ગણિતમાં સરળતાથી ગણતરી કરવા માટેના લઘુગણક અંગેના ખ્યાલના શોધક. તેઓ સેંટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં જોડાયા હતા, પરંતુ ત્યાં ટૂંકા રોકાણ બાદ સ્નાતકની ઉપાધિ મેળવ્યા સિવાય…
વધુ વાંચો >નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર)
નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર) (જ. 13 જૂન 1928, વૅસ્ટ વર્જિનિયા, યુ.એસ.; અ. 23 મે 2015, ન્યૂજર્સી, યુ.એસ.) : વિખ્યાત ગણિતજ્ઞ તથા 1994ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓમાંના એક. અમેરિકામાં જન્મસ્થાન બ્લૂફીલ્ડમાં ઉછેર. પિતા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયર, માતા લૅટિનની શિક્ષિકા. શાળાના નિયત અભ્યાસક્રમમાં ઓછી રુચિને લીધે શિક્ષણમાં ધીમી પ્રગતિ. વાચન, ચેસ તથા…
વધુ વાંચો >નોટર, એમી
નોટર, એમી (જ. 23 માર્ચ 1882; અ. 14 એપ્રિલ 1935) : જર્મન મહિલા ગણિતશાસ્ત્રી. ઉચ્ચતર બીજગણિતમાં નવા નવા આવિષ્કારો માટે આધુનિક અરૂપ બીજગણિત(abstract algebra)ના નિષ્ણાતોમાં નામના મેળવનાર. એલાઁગેન વિશ્વવિદ્યાલયમાં બૈજિક નિશ્ચર (algebraic invariants) ઉપર શોધનિબંધ પ્રસિદ્ધ કરી 1907માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1913થી અવારનવાર તેમના પિતાશ્રી મૅક્સનોધરના સ્થાને એલાઁગેનમાં વ્યાખ્યાનો…
વધુ વાંચો >નૉટિકલ માઈલ
નૉટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો લંબાઈ એકમ. નૉટિકલ માઈલ એ પૃથ્વીના કેન્દ્રમાંથી એક અંશ(degree)ના સાઠમા ભાગ(એટલે કે એક મિનિટ)ના ખૂણાની ચાપ(arc)ની પૃથ્વીની સપાટી પરની લંબાઈ, જે 6080 ફૂટ (1.15 માઈલ અથવા 1.85 કિમી.) થાય. નૉટિકલ માઈલ મૂળ ‘નૉટ’ શબ્દ સાથે સંબંધ ધરાવે છે. નૉટ એ વહાણોની ગતિ માપવાનો એકમ…
વધુ વાંચો >નૉયમાન, જ્હૉન ફૉન
નૉયમાન, જ્હૉન ફૉન (જ. 3 ડિસેમ્બર 1903, બુડાપેસ્ટ; અ. 8 ફેબ્રુઆરી 1957, વૉશિંગ્ટન) : હંગેરીમાં જન્મેલા જર્મન-અમેરિકન ગણિતશાસ્ત્રી. ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, મોસમવિદ્યા (meteorology), કમ્પ્યૂટર-વિજ્ઞાન અને ખેલ-સિદ્ધાંત (theory of games) વગેરેમાં તેમનું મહત્વનું યોગદાન છે. પિતા મેક્સ ફૉન નૉયમાન ધનાઢ્ય યહૂદી હતા. 11 વર્ષની વય સુધી જ્હૉનનું શિક્ષણ ખાનગી શિક્ષકો દ્વારા…
વધુ વાંચો >ન્યૂટન, સર આઇઝેક
ન્યૂટન, સર આઇઝેક (જ. 25 ડિસેમ્બર 1642; અ. 20 માર્ચ 1727, વુલ્સથૉર્પ, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું મૃત્યુ થયા બાદ દાદીમાએ ઉછેરેલ. ગામમાં શાળા ન હોવાથી ગામથી દશ કિલોમીટર દૂર ગ્રૅથમની ગ્રામરસ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા. 19 વર્ષની વયે કેમ્બ્રિજની ટ્રિનિટી…
વધુ વાંચો >