ખગોળ

ચાંદ્ર પક્ષાર્ધ

ચાંદ્ર પક્ષાર્ધ : જુઓ ક્ષેત્રકલન

વધુ વાંચો >

ચાંદ્ર-સૌર તિથિપત્ર (luni-solar calendar)

ચાંદ્ર-સૌર તિથિપત્ર (luni-solar calendar) : 12 ચાંદ્ર માસના બનેલા ચાંદ્ર વર્ષ અને ખગોલીય ક્રાંતિવૃત્તનું એક પરિભ્રમણ કરતાં સૂર્યને લાગતા સમયગાળા — સૌરવર્ષ (tropical year) અંગેનું તિથિપત્ર. ચાંદ્ર-સૌર વર્ષમાં બંને પ્રકારનાં વર્ષોનો સમન્વય સાધવામાં તેમજ તાલમેળ જાળવવામાં આવે છે. સામાન્ય વ્યવહારોપયોગી કાળગણના માટે એક અમાસથી બીજી અમાસ કે એક પૂનમથી બીજી…

વધુ વાંચો >

ચુંબકીય મંડળ (magnetosphere)

ચુંબકીય મંડળ (magnetosphere) : તારા કે ગ્રહની ફરતે ચુંબકીય વર્ચસ્ ધરાવતું પર્યાવરણ. તારા કે ગ્રહની આસપાસ આવેલું ચુંબકીય ક્ષેત્ર, વાયુ ગતિકી (gas dynamics) કરતાં વધુ પ્રભુત્વ ધરાવે છે. ચુંબકીય મંડળ એ 1011 વૉટ ઊર્જાનું સર્જન કરનાર, સૌર પવન વડે ઉદભવતું એક કુદરતી જનિત્ર (generator) છે. સૌર પવન પ્રોટૉન, ઇલેક્ટ્રૉન અને…

વધુ વાંચો >

છાંગ હેંગ (Chang Heng or Zhang Heng)

છાંગ હેંગ (Chang Heng or Zhang Heng) (જ. 78, નાનયાંગ, હેનાન, ચીન; અ. 139) : દુનિયાનું સૌપ્રથમ ભૂકંપ આલેખ-યંત્ર (સિસ્મોગ્રાફ) તેમજ અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો બનાવનાર ચીની સંશોધક, ખગોળજ્ઞ અને ગણિતજ્ઞ. ચીનમાં હાન વંશના સામ્રાજ્યને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. આ પૈકી સન 25 થી 220ના કાળને આવરી લેતા સૌથી છેલ્લા…

વધુ વાંચો >

છિદ્રસંશ્લેષણ (aperture synthesis)

છિદ્રસંશ્લેષણ (aperture synthesis) : નાના છિદ્રવાળા બે કે વધુ રેડિયો ટેલિસ્કોપને શ્રેણીમાં ગોઠવી અને પૂર્ણ કદનું છિદ્ર સંશ્લેષિત કરી અવકાશમાંના તારાઓ તેમજ નિહારિકાઓનું સારી વિભેદનશક્તિ(resolving power)વાળું પ્રતિબિંબ મેળવવાની પદ્ધતિ. આ પરિઘટનામાં પૂર્ણ કદનું છિદ્ર સમાન કદનાં નાનાં અવકાશી છિદ્રોમાં વિભાજિત થયેલ હોય છે, જે દરેક પ્રકારની સ્થિતિ અને દિગ્વિન્યાસ(orientation)માં સંયોજિત…

વધુ વાંચો >

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી)

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી) : ‘સિદ્ધાંત સમ્રાટ’ નામે ખગોળ-શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, વિખ્યાત જ્યોતિર્વિદ. જયપુર નગર વસાવનાર મહારાજા સવાઈ જયસિંહ(રાજ્યારોહણ ઈ. સ. 1693)ની સભાના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા. મહારાજા સવાઈ જયસિંહ પોતે ખગોળ જ્યોતિષના સંશોધક હતા. ગ્રહગણિતની સુધારણામાં તેમનું સ્થાન અગ્રિમ હતું. તેમની સભામાં અનેક ગણિતવિદો તથા જ્યોતિષશાસ્ત્રીઓ હતા. સમ્રાટ જગન્નાથ તે…

વધુ વાંચો >

જંતર-મંતર

જંતર-મંતર : ભારતની પ્રાચીન વેધશાળા. ગણિતજ્ઞ અને કુશળ ખગોળવિદ્, જયપુર શહેરના સ્થપતિ (ઇજનેર) અને એના નિર્માતા સવાઈ જયસિંહ બીજાના નામે ઓળખાતા જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા એમ ઉત્તર ભારતમાં આવેલાં પાંચેક સ્થળોએ અઢારમી સદીના પૂર્વાર્ધમાં બાંધેલી થોડાક મીટરથી માંડીને 27.43 મી. સુધીની ઊંચાઈ ધરાવતા અને સામાન્ય…

વધુ વાંચો >

જાપાલ-રંગાપુર વેધશાળા

જાપાલ-રંગાપુર વેધશાળા : હૈદરાબાદ નજીક જાપાલ અને રંગાપુર નામનાં ગામ પાસે, 76° 13’ 39’’ પૂર્વ રેખાંશ અને 17° 05’ 54’’ ઉત્તર અક્ષાંશે 695 મી. ઊંચાઈએ આવેલી વેધશાળા. 1968માં અહીં 1.2 મી. વ્યાસનું પરાવર્તક દૂરબીન ગોઠવવામાં આવ્યું અને ઓસમાનિયા યુનિવર્સિટીના ખગોળવિજ્ઞાન વિભાગનાં આધુનિક ઉપકરણો દ્વારા સંશોધનકાર્ય શરૂ કરવામાં આવ્યું. હાલ અહીં…

વધુ વાંચો >

જીન્સ, સર જેમ્સ હૉપવુડ

જીન્સ, સર જેમ્સ હૉપવુડ (જ. 11 સપ્ટેમ્બર 1877, ઓર્મ્ઝકર્ક, લૅન્કેશાયર; અ. 16 સપ્ટેમ્બર 1946, ડૉરકિંગ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના ગણિતશાસ્ત્રી અને ખગોળ-ભૌતિકશાસ્ત્રી. લખવાનો વારસો કદાચ પત્રકાર પિતા તરફથી મળ્યો હોવાનું માની શકાય, કારણ કે બહુ નાની વયથી એ સમજપૂર્વક લખતા થયા. 9 વર્ષની વયે ઘડિયાળ વિશેની માર્ગદર્શક પુસ્તિકામાં એમણે ઘડિયાળની ગતિ-નિયામક…

વધુ વાંચો >

જુલિયન કાલાવધિ

જુલિયન કાલાવધિ : રોમન ગણરાજ્યના જુલિયન અને ગ્રેગરિયન તિથિપત્ર અનુસારના ત્રણે વર્ષમાનના લઘુતમ સમાન ગુણક (least common multiple) મુજબ 7980 વર્ષની અવધિ. રોમન ગણરાજ્યના તિથિપત્રમાં સામાન્ય વર્ષ 355 સૌરદિનનું ગણાતું અને દર ત્રીજા વર્ષે એક અધિક માસ 23 ફેબ્રુઆરી પછી ઉમેરવાનો રિવાજ હતો. એટલે તેની સરેરાશ વર્ષમાન 365 સૌર દિનની…

વધુ વાંચો >