કે. એ. જમના

કલમ્બકમ્

કલમ્બકમ્ : તમિળ સાહિત્યપ્રકાર. ‘કલમ્બકમ્’નો શાબ્દિક અર્થ છે જાતજાતનાં ફૂલોથી ગૂંથેલી માળા. ‘કલમ્બકમ્’માં સાહિત્યિક તથા લોકગીતોની શૈલીનું મિશ્રણ છે. એ શૈલીમાં રચાયેલી પ્રસિદ્ધ રચનાઓ છે. ‘નંદિકલમ્બકમ્’, ‘તિરુક્કલમ્બકમ્’, ‘તિલ્લૈક્કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘નાકૈક્કલમ્બકમ્’, ‘સિરુવરંગકલમ્બકમ્’ વગેરે. એનો વધુ અને વધુ પ્રચાર થતાં ભક્તોએ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ માટે આ કાવ્યપ્રકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારમાં…

વધુ વાંચો >

કલિંગત્તુય્યરણી

કલિંગત્તુય્યરણી (બારમી સદી) : તમિળભરણી-કાવ્ય. આ મધ્યકાલીન તમિળ વીરકાવ્યની રચના જયંકોણ્ડારે કરી હતી. એમાં રાજા કુલોત્તુંગ પહેલાના કલિંગવિજયનું વર્ણન છે. ભરણીકાવ્યોની એક વિશેષતા એ છે કે એમાં વિજયી રાજાઓના કરતાં પરાજિત રાજાઓના વીરત્વનું સવિશેષ નિરૂપણ હોય છે. ઈશવન્દનાથી કાવ્યનો આરંભ થાય છે. તે પછી નગરવૈભવ, મરુભૂમિ તથા કાલીદેવીનું વર્ણન આવે…

વધુ વાંચો >

કલ્કિ

કલ્કિ [જ. 1899, પુત્તમંગલમ (તામિલનાડુ); અ. 1954] : જાણીતા તમિળ લેખક, પત્રકાર, વાર્તાકાર અને નવલકથાકાર. મૂળ નામ રા. કૃષ્ણમૂર્તિ. એ કૉલેજમાં ભણતા હતા ત્યારે ગાંધીજીનું ‘અસહકાર આંદોલન’ (1921) શરૂ થયું. તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું ને જેલમાં ગયા (1922, 1930, 1942). છૂટ્યા પછી કૉંગ્રેસ કાર્યાલયમાં કામ કરતાં કરતાં તમિળ સાહિત્યમાં લેખન શરૂ…

વધુ વાંચો >

કવિયરંગ કવિદૈ

કવિયરંગ કવિદૈ : તમિળ કાવ્યનો અર્વાચીન પ્રકાર. એનો પ્રચાર 1940 પછી થયો. કવિયરંગમ્, કવિસંમેલનની જેમ એક સામૂહિક આયોજન છે. એમાં કવિઓ પહેલેથી નિશ્ચિત કરાયેલા વિષય પર કવિતાપાઠ કરે છે. પરિસંવાદની જેમ ‘કવિયરંગમ્’માં ભાગ લેનારો કવિગણ એક જ વિષયનાં વિવિધ પાસાંનું કાવ્યમાં નિરૂપણ કરે છે. કવિયરંગ કવિદૈ(કવિયરંગમમાં વંચાતી કવિતા)માં વિષય તથા…

વધુ વાંચો >

કંબન (ઈ. નવમીથી બારમી સદી દરમિયાન)

કંબન (ઈ. નવમીથી બારમી સદી દરમિયાન) : તમિળ કવિ. જન્મ ઓલનાડુ તિરુવળુન્દુર નામના ગામમાં એક વૈષ્ણવ કુટુંબમાં. તેમનાં માતાપિતા, જન્મ, જાતિ વગેરે વિશે અનેક કિંવદન્તીઓ છે. તિરુવેણ્ણેય નલ્લુરના શડૈય્યપ વળ્ળલ એમનું ઘણું સન્માન કરતા હતા. એમણે એમના રામાયણમાં કંબનની પ્રશસ્તિનાં દશ પદો લખ્યાં છે. કંબને રચેલી મુખ્ય કૃતિઓ છે ‘રામાયણમ્’,…

વધુ વાંચો >

કુડુમ્બ વિળક્કુ

કુડુમ્બ વિળક્કુ (રચનાસાલ – 1942) : ગૃહસ્થ જીવન અંગેનું તમિળ કાવ્ય. રચયિતા ભારતીદાસન. તે પાંચ ખંડોમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ખંડમાં ગૃહસ્થ જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન છે અને તે દ્વારા આદર્શ ગૃહિણીનું ચિત્ર રજૂ થયેલું છે. બીજા ખંડમાં ગૃહિણી દ્વારા થતા અતિથિસત્કારનું વર્ણન છે. આ ખંડમાં કવિએ નારીશિક્ષણ તથા ભોજન…

વધુ વાંચો >

કૂત્તુ

કૂત્તુ : નૃત્યવર્ણન માટેનો તમિળ પારિભાષિક શબ્દ. કૂત્તુનો શાબ્દિક અર્થ છે નૃત્ય. પ્રાચીન તમિળ મહાકાવ્ય ‘શિલપ્પદિકારમ્’ના પુહારક્કાણ્ડમમાં તત્કાલીન તમિળ સમાજમાં પ્રચલિત અગિયાર પ્રકારનાં નૃત્યોનાં વર્ણનો આવે છે. એમાં ઉલ્લેખિત નૃત્યો છે કોડુકોટ્ટિઆડલ, પાંડ, રંગકકૂત્તુ, અલ્લિય તોકુદિ, મલ્લાડલ, તુડિકકૂત્તુ, કુડૈકકૂત્તુ, કૂડકકૂત્તુ, પેડિકકૂત્તુ, મરક્કાલકૂત્તુ, પાવૈકકૂત્તુ તથા કડૈયકકૂત્તુ. જુદા જુદા સમયમાં દેવતાઓએ અસુરસંહારને…

વધુ વાંચો >

કુમરગુરુપરર

કુમરગુરુપરર (જ. 1628, શ્રીવૈકુંઠમ, જિ. તિરુનેલવેલ, તામિલનાડુ; અ. 1688) : સત્તરમી સદીના પ્રસિદ્ધ મધ્યકાલીન તમિળ કવિ. એમનો જન્મ એક શૈવ કુટુંબમાં થયો હતો. પહેલાં પાંચ વર્ષ સુધી એ મૂગા હતા. તિરુચ્ચેન્દૂરના ભગવાન મુરુગનની કૃપાથી એમને વાણીની શક્તિ પ્રાપ્ત થઈ એમ કહેવાય છે. એમની પ્રસિદ્ધ રચનાઓમાં ‘મીનાક્ષી-યમ્મૈ પિળ્ળૈ’, ‘મુત્તુકુમાર સ્વામી પિળ્ળૈ’,…

વધુ વાંચો >

કુરિંજિત્તેન

કુરિંજિત્તેન (1963) : તમિળ ભાષાની જાણીતી નવલકથા. તેનાં લેખિકા રાજમકૃષ્ણન (જ. 1925). નીલગિરિ પ્રદેશના આદિવાસી પડગુ લોકોના જીવનનું તેમાં નિરૂપણ થયેલું છે. ‘કુરિંજિત્તેન’ શબ્દનો અર્થ ‘પહાડનું મધ’ થાય છે. પહાડી લોકોનો પ્રાચીન ઇતિહાસ, તેમની જીવનપદ્ધતિ, ખાનપાન, રીતરિવાજ, વ્યવસાય વગેરેનું તાર્દશ ચિત્ર લેખિકાએ એમાં દોર્યું છે. બાર વર્ષમાં એક વાર કુરંજિપુષ્પો…

વધુ વાંચો >

કુરુંતોગૈ

કુરુંતોગૈ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી) : સંઘકાલીન એટ્ટતોગૈમાં પ્રાચીનતમ તમિળ કૃતિ. ‘કુરુંતોગૈ’નો શાબ્દિક અર્થ છે લઘુકવિતાઓનો સંગ્રહ. એમાં 205 સંઘકાલીન કવિઓનાં 401 પ્રણય ગીતો સંગ્રહાયાં છે. આ ગીતો રચનારા કવિઓમાં કેટલાક ચોલ, ચેર તથા પાંડેય રાજાઓ સાથે સંબંધ ધરાવે છે. પદો ચારથી આઠ પંક્તિઓ સુધીનાં હોય…

વધુ વાંચો >