કુમારપાળ દેસાઈ

ગોયલ, સુરેશ

ગોયલ, સુરેશ (જ. 20 જૂન 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 13 એપ્રિલ 1978, વારાણસી) : બૅડમિન્ટનની રમતના આંતરરાષ્ટ્રીય સ્તરના ભારતીય ખેલાડી. તેઓ રેલવેની ટીમ તરફથી વર્ષો સુધી રમ્યા અને 5 વાર રાષ્ટ્રીય વિજેતા બન્યા. મ્યૂનિક ઑલિમ્પિક પૂર્વે યોજાયેલી ડેમૉન્સ્ટ્રેશન ટુર્નામેન્ટમાં વિશ્વના 11 દેશોના ઉત્કૃષ્ટ 22 ખેલાડીઓમાં સ્થાન પામી મ્યૂનિક ગયા. આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

ગૌસ, મોહમ્મદખાન

ગૌસ, મોહમ્મદખાન (જ. 2 નવેમ્બર 1915, મલીહાબાદ; અ. 1982) : વીસમી સદીના ભારતના આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ-ખેલાડી. 1921માં ચેકૉસ્લોવેકિયાના વિજેતા મેંજલને હરાવીને પ્રથમ આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યો. 1933–34માં આગ્રામાં રાષ્ટ્રીય વિજેતા બન્યા. 1939માં વિમ્બલ્ડન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. પાવર-ટેનિસના નિષ્ણાત ગૌસ મોહમ્મદ મધ્યમ ઊંચાઈ ધરાવતા અને મજબૂત બાંધાના…

વધુ વાંચો >

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ (જ. 21 જુલાઈ 1947 બરેલી, ઉત્તર- પ્રદેશ; અ. 16 ઑગસ્ટ 2020, ગુરુગ્રામ) : ભારતનો ઓપનિંગ બૅટ્સમૅન તથા ઑફબ્રેક ગોલંદાજ અને વિકેટની નજીકનો ચપળ ક્ષેત્રરક્ષક. ચેતન ચૌહાણના પિતા આર્મી ઑફિસર હતા. 1960માં તેમણે પૂનામાં વસવાટ કર્યો. ચેતન ચૌહાણે બી.એ.ની ડિગ્રી વાડિયા કૉલેજ પુણેમાંથી મેળવી. તેમણે રોહનટન બારિમા ટ્રોફી…

વધુ વાંચો >

ટાયસન, માઇક

ટાયસન, માઇક (જ. 30 જૂન 1966) : માઇકલ ગેરાર્ડ ટાયસન એ એનું આખું નામ. માત્ર વીસ વર્ષ, ચાર મહિના અને બાવીસમા દિવસે હેવીવેઇટ બૉક્સિંગના WBC, WBA અને IBF જેવી ત્રણ સ્પર્ધાઓમાં સૌથી નાની વયે વિજેતા બન્યા. પ્રથમ 19 વ્યવસાયી બૉક્સિંગ મુકાબલાઓમાં નોક-આઉટથી જીતનાર અને એમાંથી 12 તો પ્રથમ રાઉન્ડમાં જીતનાર…

વધુ વાંચો >

ટેન્ટ બ્રિજનું મેદાન

ટેન્ટ બ્રિજનું મેદાન : ઇંગ્લૅન્ડનું ક્રિકેટ માટેનું મેદાન. નૉટિંગહામશાયર કાઉન્ટીના આ મેદાન પર 1899ની પહેલી જૂને પહેલી વાર ટેસ્ટ મૅચ ખેલાઈ. ટેન્ટ બ્રિજ ઈનની માલિકણ વિધવા મહિલાએ ક્રિકેટના ચાહક વિલિયમ ક્લાર્ક સાથે લગ્ન કર્યાં. આ વિલિયમ ક્લાર્કે બાજુની જમીનનો ક્રિકેટના મેદાન તરીકે ઉપયોગ કર્યો. ઇંગ્લૅન્ડનાં મેદાનોમાં ટેસ્ટ મૅચ માટેનું આ…

વધુ વાંચો >

ટેસ્ટ મૅચ

ટેસ્ટ મૅચ : બે દેશો વચ્ચે ખેલાતી સત્તાવાર ક્રિકેટ મૅચ. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબૉર્નના મેદાન પર સૌપ્રથમ ટેસ્ટ મૅચ 1887ની 15થી 17 માર્ચ દરમિયાન ખેલાઈ. એ અગાઉ 1862, 1864 અને 1873માં ઇંગ્લૅન્ડની ટીમે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. 1877માં ઇંગ્લૅન્ડની ઑલ પ્રોફેશનલ ટીમના સુકાની જેમ્સ લીલીવ્હાઇટે ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતી અગિયાર ખેલાડીઓની…

વધુ વાંચો >

ટૉસ

ટૉસ : ક્રિકેટની મૅચ શરૂ થાય તે પૂર્વે કઈ ટીમ બૅટિંગ કે ફિલ્ડિંગ કરશે તે અંગેની પસંદગી માટે ઉછાળવામાં આવતો સિક્કો. 1774 પહેલાં ટૉસ જીતનારા સુકાનીને બૅટિંગ કે ફિલ્ડિંગની પસંદગી ઉપરાંત પીચની પસંદગીનો અધિકાર આપવામાં આવતો હતો. 1774 પછી મૅચ રમતા બંને દેશો કોઈ ત્રીજા દેશમાં રમતા હોય ત્યારે જ…

વધુ વાંચો >

ટ્રૂમૅન ફ્રેડ

ટ્રૂમૅન ફ્રેડ (જ. 6 ફેબ્રુઆરી 1931 યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1 જુલાઈ 2006, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : આગવી પ્રતિભા ધરાવનારો ઇંગ્લૅન્ડનો ઝડપી ગોલંદાજ, ખાણિયાના પુત્ર ફ્રેડ ટ્રૂમૅને 1952માં ભારત સામે વેધક ઝડપી ગોલંદાજી કરીને શાનદાર ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો. માત્ર 13 રનની સરેરાશથી 119.4 ઓવરમાં ભારતની 29 વિકેટો ઝડપવાને કારણે પોતાની પ્રથમ…

વધુ વાંચો >

ટ્રૅમ્પર વિક્ટર

ટ્રૅમ્પર વિક્ટર (જ. 2 નવેમ્બર 1877, ઑસ્ટ્રેલિયા; અ. 28 જૂન 1915, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનો અત્યંત આકર્ષક ફટકાબાજ બૅટ્સમૅન. તમામ પ્રકારની વિકેટ પર અને બધી જાતનાં હવામાન વચ્ચે તે બ્રેડમૅન જેવો કે બ્રેડમૅનથી પણ વધુ કુશળ બૅટ્સમૅન ગણાતો હતો. શાળાના સમયથી જ તે એટલો સમર્થ બૅટ્સમૅન હતો કે એને આઉટ કરવો…

વધુ વાંચો >

ડિમેલો, ઍન્થની

ડિમેલો, ઍન્થની (જ. 1900, કરાંચી; અ. 24 મે 1961, નવી દિલ્હી) : ત્રીસ વર્ષ સુધી ભારતીય રમતગમતના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કુશળ આયોજક. ‘ટોની’ના હુલામણા નામે જાણીતા  ઍન્થની ડિમેલો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે સિંધના સર્વશ્રેષ્ઠ ખેલાડી હતા. સ્કૂલ અને કૉલેજમાં ક્રિકેટ, ફૂટબૉલ અને હૉકીમાં સુકાનીપદ સંભાળનાર ઍન્થની ડિમેલોએ ખેલકૂદમાં પણ ઘણા…

વધુ વાંચો >