કાયદાશાસ્ત્ર
નાડર, રાલ્ફ
નાડર, રાલ્ફ (જ. 27 ફેબ્રુઆરી 1934, વિન્સ્ટેડ, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકાના અગ્રણી ધારાશાસ્ત્રી તથા ગ્રાહકસુરક્ષાના વિખ્યાત હિમાયતી. લેબનોનથી અમેરિકામાં કાયમી વસવાટ માટે દાખલ થયેલાં પ્રવાસી માતાપિતાના પુત્ર. ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી તથા હાવર્ડ લૉ સ્કૂલમાં લીધું. કાયદાના અભ્યાસ દરમિયાન સ્વયંચાલિત વાહનો દ્વારા થતા માર્ગઅકસ્માતોનો તથા તે વાહનોના ઉત્પાદન દરમિયાન…
વધુ વાંચો >નાયર, (સર) સી. શંકરન્
નાયર, (સર) સી. શંકરન્ (જ. 11 જુલાઈ 1857, મંકારા, પાલઘાટ, મલબાર; અ. 24 એપ્રિલ 1934) : પ્રતિભાશાળી ન્યાયવિદ, સમાજસુધારક અને રાષ્ટ્રીય નેતા. આખું નામ (સર) ચેત્તુર શંકરન્ નાયર. જન્મ ચેત્તુર કુટુંબમાં થયો હતો. એ પાલઘાટથી પશ્ચિમે લગભગ 25 કિમી.ને અંતરે આવેલા મંકારાનું જાણીતું માતૃવંશી કુટુંબ હતું. તેમની માતાનું નામ ચેત્તુર…
વધુ વાંચો >નિક્ષેપ (bailment)
નિક્ષેપ (bailment) : માલની કરારહસ્તક સોંપણી. ભારતીય કરારધારાની જોગવાઈઓ પૈકી કલમ 148 મુજબ નિક્ષેપ એટલે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કોઈ હેતુ માટે કરારથી કોઈ માલની કરેલી સોંપણી, જે માલ હેતુ સિદ્ધ થયે કાં તો પરત કરવાનો હોય કે જેનો સોંપનાર વ્યક્તિની સૂચનાઓ મુજબ નિકાલ કરવાનો હોય. કોઈ વ્યક્તિનો માલ બીજી…
વધુ વાંચો >નીતિ આયોગ
નીતિ આયોગ : ભારત સરકારની નીતિઓ માટેની ‘થિન્ક ટૅન્ક’. પૂર્વેના આયોજન પંચના વિકલ્પે રચવામાં આવેલી સંસ્થા. તેનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’. આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. પહેલી જાન્યુઆરી, 2015ના રોજ આયોજન પંચને નાબૂદ કરીને તેના…
વધુ વાંચો >નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ : જુઓ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ.
વધુ વાંચો >નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ (પરક્રામ્ય સંલેખ વટાઉખત અધિનયમ)
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ (પરક્રામ્ય સંલેખ વટાઉખત અધિનયમ) કોઈ ચોક્કસ રકમ અન્ય વ્યક્તિ પાસેથી મેળવવાનો હક્ક ઉત્પન્ન થતો હોય અને એ હક્ક ત્રાહિત વ્યક્તિને આપવા કે તબદીલ કરવા માટે કોઈ અલાયદા દસ્તાવેજ કરવાની આવશ્યકતા ન હોય તેવા સંલેખને લગતો કાયદો. વેપારી રસમ મુજબ શાહજોગ હૂંડી, ડિલિવરી ઑર્ડર, રેલવે-રસીદ, ડિવિડન્ડ વૉરન્ટ વગેરે…
વધુ વાંચો >ન્યાય
ન્યાય : કોઈ પણ ખરાખોટાની તપાસ તથા પરીક્ષા કરી વાજબીપણાને આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા. કાયદાનું એક કાર્ય સમાજમાં ન્યાયની પ્રસ્થાપના અને જાળવણી કરવાનું છે. સમાજમાં શાસન માટે કાયદારૂપી નિયમો જરૂરી મનાયા છે, પણ તેવા નિયમો હોય તેટલું જ પૂરતું નથી, આવા નિયમો વાજબી, ઉચિત, યોગ્ય અને ન્યાયસંગત હોવા જોઈએ. નિયમના…
વધુ વાંચો >ન્યાયતંત્ર
ન્યાયતંત્ર : દેશના બંધારણનાં વિવિધ પાસાંઓનું તથા દેશની સંસદે અને વિધાનસભાઓએ પસાર કરેલા કાયદાઓનું જરૂર પડે ત્યારે અર્થઘટન કરવા માટે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, રાજ્ય અને નાગરિકો વચ્ચે અને નાગરિકો નાગરિકો વચ્ચે ઊભા થતા વિવાદો અંગે ન્યાય આપવા માટે સત્યના પક્ષે ચુકાદો આપવા…
વધુ વાંચો >ન્યાયાધીશ
ન્યાયાધીશ : સમાજના વિવિધ ઘટકો વચ્ચે ઉદભવતા વિવાદોમાં પૂરતી તપાસ કરી સત્યપક્ષને ન્યાય મળે એવો ચુકાદો આપનાર અધિકારી. તે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે ઊભા થતા મિલકત, વારસા કે લેણદેણના ઝઘડાઓમાં સાચા પક્ષે દીવાની હક્કો નક્કી કરી હુકમનામું કરી શકે છે. કૌટુંબિક લગ્નાદિવિષયક તકરારોમાં સાચા પક્ષને રક્ષણ-લાભ મળે એવું કરી શકે…
વધુ વાંચો >ન્યુરમબર્ગ ખટલો
ન્યુરમબર્ગ ખટલો : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નેતાઓએ આચરેલ યુદ્ધનાં ગુનાઇત કૃત્યોને કારણે તેમના પર કામ ચલાવવા માટે મિત્ર-રાષ્ટ્રોએ હાથ ધરેલ ખટલો. 1945–49 દરમિયાન ત્યાં આવા 13 ખટલાઓ ચલાવવામાં આવ્યા હતા. એડૉલ્ફ હિટલરના નેતૃત્વવાળા જર્મનીના નાઝી પક્ષે પોતાના પ્રચાર માટે ન્યુરમબર્ગને કેન્દ્ર બનાવી અનેક વાર વિશાળ રૅલીઓ યોજી હતી. આ…
વધુ વાંચો >