કાયદાશાસ્ત્ર
તલાટી
તલાટી : મહેસૂલ ખાતાનો વહીવટી અધિકારી તથા ગ્રામ પંચાયતનો મંત્રી. પંચાયતી ધારાની કલમ 10૨ અનુસાર દરેક ગ્રામપંચાયતને તલાટી હોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામની વસ્તી ખાતેદારોની સંખ્યા અને કાર્યોના પ્રમાણને ધ્યાનમાં રાખીને તલાટીની જગ્યા ફાળવવામાં આવે છે. હાલના માળખા પ્રમાણે મહેસૂલ ખાતા માટે તે તલાટીની કામગીરી તથા ગ્રામપંચાયતના મંત્રી તરીકે…
વધુ વાંચો >તાજનો સાક્ષી
તાજનો સાક્ષી : ગુનાના ખટલા દરમિયાન ન્યાયાલય સમક્ષ સત્ય હકીકતોની રજૂઆતના બદલામાં માફી આપવાની શરતે સાક્ષી તરીકે રજૂ કરાતો તે જ ગુનાનો સહતહોમતદાર. સામાન્ય રીતે ગંભીર ગુનાઓના પુરાવા મેળવવા માટે તાજનો સાક્ષી બનાવવામાં આવે છે. 1973ના ભારતીય ફોજદારી કાર્યવાહી ધારા(IPC)ની કલમ 306થી કલમ 309ની જોગવાઈઓ મુજબ જે ગુનો સાત કે…
વધુ વાંચો >દર, પંડિત ભીષ્મનારાયણ
દર, પંડિત ભીષ્મનારાયણ (1864–1916) : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના અગ્રણી રાષ્ટ્રવાદી નેતા. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં બારાબંકી ખાતે જન્મ. પિતા પંડિત કિશનનારાયણ સરકારી નોકરીમાં મુનસફનું પદ ધરાવતા હતા. શરૂઆતનું શિક્ષણ પરંપરાગત પદ્ધતિથી ઉર્દૂ અને ફારસી સાથે લખનૌ ખાતે થયું. ત્યાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાના અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાંથી બૅરિસ્ટરની…
વધુ વાંચો >દરિયા સંબંધી કાયદો
દરિયા સંબંધી કાયદો : ‘દરિયાઈ વિસ્તાર’ હેઠળ ગણાતા માન્ય પ્રદેશના ઉપયોગને તથા દરિયાઈ સંપત્તિના ઉપભોગને નિયંત્રિત કરતી જોગવાઈઓની સંહિતા. ભૂતકાળમાં દરિયો માત્ર નૌકાવહન માટે ઉપયોગી ગણાતો, તેથી તે અંગેનો કાયદો નૌકાવહન પૂરતો મર્યાદિત હતો. હવે દરિયાના તળ ઉપર તથા તેની નીચે ગર્ભમાં રહેલી કુદરતી સંપત્તિને કારણે આ વિષયમાં નવાં પરિમાણો…
વધુ વાંચો >દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ
દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ (જ. 23 જૂન 1916, રાજપીપળા; અ. 15 મે 1979, યુ.એસ.) : ગુજરાતના અગ્રણી ધારાશાસ્ત્રી તથા નાગરિક સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. કટોકટી-કાળે નાગરિક-સ્વાતંત્ર્યના રક્ષણાર્થે રાષ્ટ્રીય સ્તરે તેઓ ધ્યાનાર્હ બની રહેલા. જન્મ એક મધ્યમવર્ગી પરિવારમાં. વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવી બી.એસસી. થયા બાદ એમણે પહેલાં છોટાઉદેપુરમાં ને પછી અમદાવાદમાં શિક્ષક તરીકે…
વધુ વાંચો >દલીલ
દલીલ (argument) : પોતાની વાત સાબિત કરવા માણસ દ્વારા થતી રજૂઆત. તેની જુદી જુદી પદ્ધતિઓ, તેની પ્રમાણભૂતતા, તેની સત્યતા, તેમાં ઊભા થતા દોષ વગેરેનો તર્કશાસ્ત્ર(logic)માં અભ્યાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ, શબ્દ, અનુમાન જેવા જુદા જુદા માર્ગ છે. આવા જ્ઞાનના માર્ગને પ્રમાણ કહે છે. પ્રમાણશાસ્ત્રમાં આ પ્રમાણોની તપાસ…
વધુ વાંચો >દવે, સોમનાથ પ્રભાશંકર
દવે, સોમનાથ પ્રભાશંકર (જ. 18 ઑક્ટોબર 1906, રાણપુર; અ. 5 જાન્યુઆરી 1959, મુંબઈ) : ગુજરાતના મજૂર સંગઠન મજૂર મહાજનના ગાંધીવાદી કાર્યકર. વિ. સં. 1963ના બેસતા વર્ષના દિવસે નબળા દેહ સાથે જન્મ. સૌની ચિંતા દૂર કરતાં મોટાબાપા નારણજીએ તેમના વિશે ઊજળી ભવિષ્યવાણી ભાખેલી. તેમનું બાળપણ વિકટ સંજોગોમાં પસાર થયું. માતા મરકીનો…
વધુ વાંચો >દસ્તાવેજ-પરીક્ષણ
દસ્તાવેજ-પરીક્ષણ અગત્યની માહિતી લખેલ કે મુદ્રિત કરેલ પત્ર, ધાતુની તકતી કે શિલાલેખની વૈજ્ઞાનિક તપાસ. ભારતીય પુરાવા કાયદા 1872ની કલમ 3 પ્રમાણે અક્ષરો, લખાણ, આકૃતિઓ અથવા ચિહનો કે તેમાંનાં એકથી વધારે સાધનો દ્વારા કોઈ પણ પદાર્થ ઉપર કોઈ બાબત દર્શાવી કે વર્ણવી હોય અને તેનો હેતુ પુરાવા તરીકે ઉપયોગમાં લેવાનો હોય…
વધુ વાંચો >દંડ
દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી. દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે…
વધુ વાંચો >દાણચોરી
દાણચોરી : ચોરીછૂપીથી અને સંતાડીને, કર ભર્યા વગર, દેશની સરહદોમાં માલની આયાત કરવી કે દેશમાંથી માલની નિકાસ કરવી તે. સામાન્ય લોકભાષામાં દાણ એટલે કર અથવા જકાત. પરંતુ ખરેખર તો આવો કર માલની આયાત અને નિકાસ એમ બંને ઉપર ભરવાનો થાય છે. કસ્ટમ-ઍક્ટ, 1962માં ‘દાણચોરી’ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવાને બદલે તેને…
વધુ વાંચો >