ઔષધશાસ્ત્ર
પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ
પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ વનસ્પતિનાં મૂળ, પર્ણ વગેરેમાં કુદરતી રીતે મળી આવતાં સંયોજનોનું રાસાયણિક અન્વેષણ અને તેમની ઔષધીય ઉપયોગિતા. પ્રાચીન ભારતમાં વનસ્પતિના ઔષધીય ઉપયોગો પર આધારિત એક શ્રેષ્ઠ ચિકિત્સાપદ્ધતિ વિકસાવાઈ હતી, જે આયુર્વેદ તરીકે ઓળખાય છે. ચાર હજાર વર્ષ પુરાણી આ પદ્ધતિ વિશ્વવિખ્યાત છે. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ…
વધુ વાંચો >પ્રાણીજન્ય ઔષધો
પ્રાણીજન્ય ઔષધો પ્રાણીઓનાં વિવિધ અંગો કે અવયવોમાંથી મેળવાતાં ઔષધો. મોટાભાગની (~90%) ઔષધિઓ વનસ્પતિમાંથી, 5%થી 7% પ્રાણીઓમાંથી અને બાકીની ખનિજ પદાર્થોમાંથી મેળવાય છે. પ્રાણીઓમાંથી મુખ્યત્વે ઇન્સ્યુલિન, ઑક્સિટૉક્સિન જેવા અંત:સ્રાવો (hormones) મળે છે. પ્રાણીઓના વિભિન્ન અવયવોમાંથી પેપ્સિન, પૅન્ક્રિયાટીન, રેનિન, ટ્રિપ્સીન જેવા ઉત્સેચકો (enzymes) મેળવી શકાય છે. તે ઉપરાંત કૉડલિવર ઑઇલ, મધ, કસ્તૂરી…
વધુ વાંચો >ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો
ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો : ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં શર્કરાસમૂહયુક્ત ફ્લેવોનૉઇડ સંયોજનો. સેન્ટ જૉર્જ તથા તેમના સાથીદારોએ જોયું કે કુદરતી સ્રોતમાંથી પ્રાપ્ત કરેલા વિટામિન-સીની એક બનાવટ રક્તવાહિનીની દીવાલોને વિટામિન-સી કરતાં વધુ મજબૂતાઈ પૂરી પાડે છે. આ બનાવટમાં રહેલો અજાણ્યો પદાર્થ લીંબુમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો અને તેને સાઇટ્રિન નામ આપવામાં આવ્યું. તે…
વધુ વાંચો >બાષ્પશીલ તેલયુક્ત ઔષધો
બાષ્પશીલ તેલયુક્ત ઔષધો છોડ અથવા વૃક્ષના વિવિધ ભાગોમાંથી મેળવાતાં સુગંધિત ઉડ્ડયનશીલ તેલ ધરાવતાં ઔષધો. આવાં ઉડ્ડયનશીલ યા બાષ્પશીલ તેલનું નામ જે તે છોડ યા વૃક્ષના નામ મુજબ જ રાખવામાં આવે છે. આવું તેલ અર્ક પણ કહેવાય છે, કારણ કે તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી ભૌતિક રીતો દ્વારા અર્ક રૂપે મેળવાય છે.…
વધુ વાંચો >ભાંગ
ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…
વધુ વાંચો >મેથી
મેથી : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum–graecum Linn. (સં. મેથિકા, અશ્વબલા; મ. હિં. બં. ગુ., મેથી; ક. મેથક, મેથય; તે. મેંલ; ત. વેંદાયામ; મલ. ઊળુવા; અં. ફેનુગ્રીક) છે. તેનું મૂળ વતન ઈશાન યુરોપ અને પશ્ચિમ આફ્રિકા છે. તે કાશ્મીર, પંજાબ અને…
વધુ વાંચો >મોદી, ઇન્દ્રવદન
મોદી, ઇન્દ્રવદન (જ. 18 ફેબ્રુઆરી 1926, હાંસોટ, જિ. ભરૂચ, દક્ષિણ ગુજરાત; અ. 26 નવેમ્બર 2012, અમદાવાદ) : ભારતના ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ. પિતા અંબાલાલ રેલવેમાં નોકરી કરતા હતા અને માતા કલાબા ગૃહકામમાં વ્યસ્ત રહેતાં. બાળપણમાં માતાનું અકાળ અવસાન થતાં દાદીમાએ તેમનો ઉછેર કર્યો અને તે જ તેમના ત્યારપછી માર્ગદર્શક રહ્યાં.…
વધુ વાંચો >રિસર્પીન (reserpine)
રિસર્પીન (reserpine) : રાઉવુલ્ફિયા સર્પેન્ટિના અથવા સર્પગંધા નામના એપોસાયનેસી વર્ગના ક્ષુપ(shrub)ના મૂળિયામાંથી મેળવાતું લોહીના ઊંચા દબાણમાં વપરાતું ઔષધ. તે એક આલ્કેલૉઇડ છે. રાઉવુલ્ફિયાની લગભગ 86 પ્રકારની જાતોમાં રિસર્પીન ઓછાવત્તા અંશે મળે છે, જેનો મુખ્ય સ્રોત ભારતમાંનો R. serpentina છે. ભારતીય ક્ષુપના મૂળિયામાં તેનું પ્રમાણ 0.05 %(જમ્મુ)થી 0.17 % (હલફાની) હોય…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી (RRL) – જમ્મુ-તાવી
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી (RRL), જમ્મુ-તાવી : ભારતની કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સંસ્થાની ઔષધવિજ્ઞાનને લગતી જમ્મુ-તાવી ખાતે આવેલ પ્રયોગશાળા. તેની સ્થાપના 1941માં ‘‘ડ્રગ રિસર્ચ લૅબોરેટરી ઑવ્ જે ઍન્ડ કે સ્ટેટ’ તરીકે થઈ હતી, જેને 1957માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)નું અંગ બનાવવામાં આવી હતી. તેના પ્રથમ…
વધુ વાંચો >રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો
રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો પાઇન અને ચીડ પ્રકારનાં વૃક્ષો તથા અન્ય છોડવામાંથી મળી આવતા ઔષધીય ગુણ ધરાવતા ઘટકો. રેઝિન એ પાઇન અને ચીડ જેવાં વૃક્ષોમાંથી ઝરતો અને હવામાં સખત બની જતો પદાર્થ છે, જ્યારે લિગ્નિન એ કાષ્ઠીય (woody) છોડવાની કોષદીવાલોમાંથી મળી આવતો કુદરતી બહુલક છે. તેમનો સીધો યા આડકતરો…
વધુ વાંચો >