ઊર્મિલા ઠાકર

નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (National Mission for Manuscripts – NMM)

નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (National Mission for Manuscripts – NMM) : હસ્તપ્રતોની જાળવણી અને સુરક્ષા માટેની રાષ્ટ્રીય યોજના. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી, 2003માં વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયીના હસ્તે નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સની યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ (Motto) ભવિષ્ય માટે ભૂતકાળની જાળવણી (Conserving the…

વધુ વાંચો >

યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez)

યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez) (જ. 24 ડિસેમ્બર 1881, મોગુઅર, સ્પેન; અ. 29 મે 1958, સાન યુઆન, પી.આર.) : સ્પૅનિશ કવિ. તેમને તેમના સ્પૅનિશ ભાષામાં લખાયેલાં ઉચ્ચ આધ્યાત્મિક અને કલાત્મક ઊર્મિકાવ્યો માટે 1956નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. આધુનિક કવિતામાં શુદ્ધ કવિતાની ફ્રેંચ વિભાવનાની હિમાયત કરવાનું મહત્વનું…

વધુ વાંચો >

યેન્સન, યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen)

યેન્સન, યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen) (જ. 20 જાન્યુઆરી 1873, ફાર્સ, ડેન્માર્ક; અ. 25 નવેમ્બર 1950, કોપનહેગન, ડેન્માર્ક) : ડેનિશ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને અનેક પૌરાણિક કથાઓના લેખક. યેન્સનને તેમની અદભુત કાવ્યાત્મક કલ્પનાશક્તિ તેમજ એ સાથે વિશાળ વ્યાપ ધરાવતી બૌદ્ધિક જિજ્ઞાસા અને તાજગીપૂર્ણ સર્જનાત્મક શૈલી માટે 1944નો સાહિત્ય માટેનો નોબેલ…

વધુ વાંચો >

લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ

લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ : વિશ્વનું સૌથી મોટું ગ્રંથાલય તેમજ યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની સાંસ્કૃતિક સંસ્થા. આ ગ્રંથાલયની સ્થાપના 1800માં વૉશિંગ્ટન ડી.સી.માં થઈ હતી. 1814માં બ્રિટિશ લશ્કરે વૉશિંગ્ટન કબજે કર્યું અને ઘણાંબધાં સરકારી મકાનોને આગ લગાડી. એનો ભોગ આ ગ્રંથાલય પણ બન્યું; જેમાં 3,000 જેટલા ગ્રંથો નાશ પામ્યા. આ ગ્રંથાલયને ફરી…

વધુ વાંચો >

લેખ્યસૂચિ (documentation)

લેખ્યસૂચિ (documentation) : લેખ્યસૂચીકરણ (પ્રલેખન) એ એક એવી કળા છે, જેમાં પ્રલેખનું પુન: ઉત્પાદન, પ્રલેખ(document)ની વહેંચણી અને પ્રલેખનો ઉપયોગ એ ત્રણનો સમાવેશ થાય છે. માનવપ્રવૃત્તિની સમગ્ર પ્રકારની પ્રલેખનસામગ્રીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને વિતરણની પ્રક્રિયા. ‘લેખ્યસૂચી’ (documentation) શબ્દ – લેખ્ય (document) પરથી આવેલો છે. સૌપ્રથમ 1905માં પૉલ ઑટલેટે – (Paul Otlet) ‘ડૉક્યુમેન્ટેશન’…

વધુ વાંચો >

લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી)

લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી) : યુએસએસઆરનું રાષ્ટ્રીય ગ્રંથાલય. રશિયન સ્ટેટ લાઇબ્રેરી (Rossiiskaia gosudarstvennaia biblioteka, or RGB) તરીકે જાણીતું આ ગ્રંથાલય વિશ્વનાં અગ્રેસર ગ્રંથાલયોમાંનું એક છે. 1લી જુલાઈ 1862ના રોજ રુમિયનત્સેવ મ્યુઝિયમ (Rumiantser Museum). મૉસ્કોના ભાગ તરીકે આ ગ્રંથાલયની સ્થાપના થઈ. અઢારમી અને ઓગણીસમી સદીમાં ઘણા ખાનગી સંગ્રહો…

વધુ વાંચો >

લોસા, મારિયો વર્ગાસ (Llosa, Mario Vargas)

લોસા, મારિયો વર્ગાસ (Llosa, Mario Vargas) (જ. 28 માર્ચ 1936, એરેક્વિપા, પેરુ અ.–) : પેરુવિઅન સ્પૅનિશ લેખક. લૅટિન અમેરિકાના અત્યંત મહત્વના નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર. 2010માં તેમને તેમની સમર્થ રચનાઓની આલેખનકલા અને માણસની પ્રતિકારશક્તિ, બળવો અને હારની આવેશપૂર્ણ કલ્પનાઓ માટે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા…

વધુ વાંચો >

સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert)

સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert) (જ. 23 સપ્ટેમ્બર 1901, ઝિઝકોવ, પ્રાગ, ઑસ્ટ્રિયા-હંગેરી (હવે ઝેક રિપબ્લિક); અ. 10 જાન્યુઆરી 1986, પ્રાગ, ઝેક) : ઝેકોસ્લોવાક કવિ અને પત્રકાર. જેરોસ્લાવ સાઇફર્ટને તેમની ‘તાજગીપૂર્ણ, ઇન્દ્રિયજન્ય અનુભવ કરાવતી, નવીનતાથી સમૃદ્ધ કવિતાઓ માટે’ 1984નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ઝેકોસ્લોવાક…

વધુ વાંચો >

સેફેરિઝ, જ્યૉર્જ (Giorgos Seferis)

સેફેરિઝ, જ્યૉર્જ (Giorgos Seferis) [જ. 13 માર્ચ 1900, સ્મિર્ના, આનાતોલિયા, ઓત્તોમાન એમ્પાયર (ઝમિર, તૂર્કી); અ. 20 સપ્ટેમ્બર 1971 એથેન્સ, ગ્રીસ] : ગ્રીક કવિ, નિબંધકાર અને રાજનીતિદક્ષ. સંસ્કૃતિના પ્રાચીન વિશ્વ (ગ્રીક) માટેની ઊંડી સંવેદનાથી પ્રેરાઈને લખાયેલી વિશિષ્ટ ઊર્મિકવિતા માટે તેમને 1963ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. સેફેરિઝે સ્મિર્નાની શાળામાં…

વધુ વાંચો >