ઊડિયા સાહિત્ય
મહાન્તી, વીણાપાણિ
મહાન્તી, વીણાપાણિ (જ. 1936 ચંદોલ, જિ. કટક, ઓરિસા) : ઓરિસાના વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. તેમના વાર્તાસંગ્રહ ‘પાટદેઈ’ માટે તેમને 1990ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે. અર્થશાસ્ત્ર સાથે એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે કટક ખાતે એસ. બી. યુનિવર્સિટીમાં એ જ વિષયના રીડર તથા વાઇસ-પ્રિન્સિપાલ તરીકે કામગીરી સંભાળી.…
વધુ વાંચો >મહાન્તી, સુરેન્દ્ર
મહાન્તી, સુરેન્દ્ર (જ. 1922, પુરષોત્તમપુર, કટક; અ. 21 ડિસેમ્બર 1990) : ઊડિયા વાર્તાકાર અને નવલકથાકાર. તેઓ સમાલોચક, નિબંધકાર અને નાટ્યલેખક પણ હતા. તેમનાં લખાણોની જેમ તેમનું જીવન પણ વિવિધતાભર્યું હતું. ‘ભારત છોડો આંદોલન’માં જોડાવા માટે તેમણે અભ્યાસ પડતો મૂક્યો હતો. તેઓ સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને ભારતની લોકસભાના સભ્ય હતા. વતનનાં નદી,…
વધુ વાંચો >મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ
મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ (જ. 1898; અ. 1965) : ઊડિયા ભાષાના કવિ, ટૂંકી વાર્તાના લેખક અને નવલકથાકાર. ઓરિસામાં તેમની કૃતિઓ સૌથી વધુ વંચાય છે. તેમણે કાવ્યલેખનથી પ્રારંભ કર્યો. ‘બનપુર’ (1918), ‘પ્રભાતકુસુમ’ (1920) અને ‘જે ફૂલ ફુટી થિલા’ તેમના પ્રારંભિક કાવ્યસંગ્રહો છે. પછી તેમણે વ્યંગ્યકળા અને કટાક્ષલેખનમાં સારું પ્રભુત્વ દાખવ્યું અને કટાક્ષલક્ષી સામયિકનું…
વધુ વાંચો >મહાપાત્ર, જયંત
મહાપાત્ર, જયંત (જ. 1928) : ઊડિયા ભાષાના કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિલેશનશિપ’ (1980) માટે 1981ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. કટકની રેવન્શૉ કૉલેજમાં તથા પટણાની વિજ્ઞાન કૉલેજમાં અભ્યાસ. તેમણે કટક(ઓરિસા)માં શાઈબાબલા વિમેન્સ કૉલેજ ખાતે પદાર્થવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી હતી. કાવ્યસર્જન તેમણે મોડું શરૂ કર્યું. તેઓ કવિ…
વધુ વાંચો >મહાપાત્ર, નિત્યાનંદ
મહાપાત્ર, નિત્યાનંદ (જ. 1912) : ઊડિયા ભાષાના લેખક. તેમને વિધિસર શિક્ષણ મળ્યું ન હતું; પરંતુ વૈષ્ણવ તત્વજ્ઞાન તથા હિંદી, બંગાળી અને ઊડિયા સાહિત્યના તેઓ સારા જાણકાર હતા. 1930માં તેઓ સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયા અને ઘણી વાર જેલવાસ વેઠ્યો. 1936માં તેઓ ‘ડાગરો’ના અને 1945માં દૈનિક ‘આશા’ના તંત્રી બન્યા. રાજકારણી વિષયવસ્તુને પરંપરાગત સાહિત્યિક સ્વરૂપમાં…
વધુ વાંચો >મહાપાત્ર, નીલમણિ સાહુ
મહાપાત્ર, નીલમણિ સાહુ (જ. 1926, કટક, ઓરિસા) : ઊડિયા ભાષાના લેખક. તેમના વાર્તાસંગ્રહ ‘અભિશપ્ત ગન્ધર્વ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓ અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ઓરિસા ખાતેના ન્યૂ લાઇફ એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે…
વધુ વાંચો >મહાપાત્ર, લક્ષ્મીકાંત
મહાપાત્ર, લક્ષ્મીકાંત (જ. 1888, કટક; અ. 1953) : ઊડિયા ભાષાના સાહિત્યકાર. તેમણે કટકની રૅવન્શૉ કૉલેજ તથા કૉલકાતાની રિપન કૉલેજમાં અભ્યાસ કર્યો. સ્નાતક થયા બાદ તરત જ તેઓ રક્તપિત્તનો ભોગ બન્યા અને લગભગ પચાસેક વર્ષ સુધી અપંગાવસ્થાનાં કષ્ટ અને યાતના વેઠ્યાં. તેમ છતાં વાચન, લેખન અને સંગીત જેવી મુખ્ય પ્રવૃત્તિઓ તેમણે…
વધુ વાંચો >મહાપાત્ર, સીતાકાંત
મહાપાત્ર, સીતાકાંત (જ. 17 સપ્ટેમ્બર 1937, માહાંગા, ઓરિસા) : ઊડિયા કવિ. શિક્ષણ ઉત્કલ, અલ્લાહાબાદ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. નૃવંશશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ. 1961માં ભારતીય વહીવટી સેવા(આઈ.એ.એસ.)માં જોડાયા. તે પહેલાં રાજ્ય અને કેન્દ્રની યુનિવર્સિટીઓમાં બે વર્ષ માટે અધ્યાપન. ઊડિયા ભાષામાં 12 કાવ્યસંગ્રહો. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ તેમના કાવ્યસંગ્રહ ‘વર્ષા શકાલા’(‘અ મૉર્નિંગ ઑવ્ રેઇન’)ને ભારતીય…
વધુ વાંચો >મહાંતી, શરતકુમાર
મહાંતી, શરતકુમાર (જ. 26 જાન્યુઆરી 1938, જારીપદા, જિ. કટક, ઓરિસા) : ઊડિયા નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ગાંધી મનિષ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1959માં તેઓ ઓરિસા શિક્ષણસેવામાં ગણિતના પ્રાધ્યાપક નિમાયા. તેઓ ઓરિસા રાજ્ય પસંદગી બોર્ડના સભ્યપદેથી 1996માં…
વધુ વાંચો >માટિર માનુષ
માટિર માનુષ (1930) : કાલિંદીચરણ પાણિગ્રહીની ઊડિયા નવલકથા. 1930ના અરસામાં સમગ્ર ભારત બ્રિટિશ શાસન સામેની લડતમાં પ્રવૃત્ત હતું, ત્યારે આ નવલનું પ્રકાશન એક મહત્વની સાહિત્યિક, સામાજિક તથા રાજકીય ઘટના બની રહી. કટક જિલ્લામાં વિટુપા નદીના કાંઠે આવેલા પધાનપરા ગામમાં રહેતા નમ્ર અને રૂઢિપરાયણ ખેડૂત પરિવારની રસપ્રદ કથા આમાં આલેખાઈ છે.…
વધુ વાંચો >