ઊડિયા સાહિત્ય

બંદીર આત્મકથા

બંદીર આત્મકથા : ઊડિયા કૃતિ. તેના કર્તા ઓરિસાના સંતકવિ ગોપબંધુ દાસ (1877–1928) ભક્તકવિ અને સ્વાતંત્ર્યસેનાની હતા. એક તરફ એ જેમ ઈશ્વરભક્તિ તરફ વળેલા હતા તેમ બીજી તરફ ગાંધીજીના પ્રભાવથી એ અસહકારના આંદોલનમાં પણ સક્રિય હતા. 1922થી 1925 સુધી એમણે જેલવાસ ભોગવેલો. એમને કટકની જેલમાંથી બિહારની હજારીબાગની જેલમાં લઈ જતા હતા…

વધુ વાંચો >

બારિક સૌરીન્દ્ર

બારિક, સૌરીન્દ્ર (જ. 1938, ઓરિસા) : ઊડિયા સાહિત્યકાર. તેમની ‘આકાશ પરિ નિબિડ’ નામની કૃતિને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી છે. ત્યારપછી તેઓ ભુવનેશ્વરની બી. જે. બી. કૉલેજમાં અંગ્રેજીના રીડર તરીકે જોડાયા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સામાન્ય કથન’ 1975માં પ્રગટ થયો.…

વધુ વાંચો >

બાંકા ઓ સીધા

બાંકા ઓ સીધા (1960) : ઊડિયા કૃતિ. સ્વાતંત્ર્યોત્તરકાળના ખ્યાતનામ ઊડિયા કવિ ગોદાવરીશ મહાપાત્ર(1898–1965)ના આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીએ 1966ની શ્રેષ્ઠ ઊડિયા કૃતિ તરીકે પસંદ કરી પુરસ્કાર આપ્યો હતો. આ સંગ્રહનું ‘બાંકા ઓ સીધા’ (વાંકા અને સીધા) નામ ઘણું સૂચક છે. એમાં રાજકારણમાં પડેલા ભ્રષ્ટાચારી, કાળાંબજાર કરનારા ધનવાનો, સરકારી નાનામોટા કર્મચારીઓ, વેપારીઓ…

વધુ વાંચો >

બેહેરા, રામચંદ્ર

બેહેરા, રામચંદ્ર (જ. 2 નવેમ્બર 1945, બારહાટીપુરા, જિ. કેઓન્ઝાર, ઓરિસા) : ઊડિયા વાર્તાકાર તથા નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ગોપપુર’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.(1969)ની અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.(1986)ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ હિંદી તેમજ…

વધુ વાંચો >

બૌદ્ધગાન ઓ દોહા

બૌદ્ધગાન ઓ દોહા : જુઓ ચર્યાપદ(ઊડિયા)

વધુ વાંચો >

ભંજ, ઉપેન્દ્ર

ભંજ, ઉપેન્દ્ર (સત્તરમી શતાબ્દી) : ઊડિયા લેખક. મધ્યકાલીન ઊડિયાના ખ્યાતનામ કવિ. એમનો જન્મ ગુંજાર જિલ્લાના ધુમુસર ગામના રાજકુટુંબમાં થયો હતો. એમનો જીવનકાળ ઈ. સ. 1680થી ઈ.સ. 1720નો મનાય છે. એમના દાદા ધનંજય ભંજ એ યુગના અગ્રગણ્ય કવિ હતા. એમણે પરંપરાગત રીતે શિક્ષણ લીધું હતું. સંસ્કૃતમાં પાંડિત્ય મેળવ્યું હતું. એમણે 100…

વધુ વાંચો >

ભોઈ, ભીમા

ભોઈ, ભીમા (સંભવત: જ. 1855, જોરંડા, ઢેન્કાનાલ; અ. 1895, ખલિયાપલી, સોનપુર) : ઓગણીસમી સદીના પ્રાચીન ઊડિયાના અંધ ભક્ત-કવિ. જન્મ કાંધા જનજાતિમાં. ભીમસેન ભોઈએ જન્મથી કે યુવાવસ્થામાં ર્દષ્ટિ ગુમાવી હતી. જીવનની શરૂઆતનાં 12 વર્ષ સુધી શ્રીમંત પરિવારનાં પશુઓને ચરાવવાનું કામ તેમણે કર્યું હતું. ભીમા ભોઈની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું. તેમને બં…

વધુ વાંચો >

મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ

મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ (જ. 16 ઑગસ્ટ 1906, સોનપુર, જિ. બલાંગીર; અ. 6 એપ્રિલ 1994) : ઊડિયા નવલકથાકાર. પ્રખ્યાત નવલકથાકાર ગોપીનાથ મહાન્તીના તેઓ મોટા ભાઈ થાય. 1923–24ની સાલમાં કટકની પી. એમ. અકાદમીમાં નવમા ધોરણમાં ભણતા હતા, ત્યારે તેમણે સૌથી પહેલી નવલકથા ‘ઉત્સવવ્યસને’ લખી હતી. પણ હસ્તપ્રત ખોવાઈ જતાં તે પ્રકાશિત થઈ…

વધુ વાંચો >

મહાન્તી, ગુરુપ્રસાદ

મહાન્તી, ગુરુપ્રસાદ (જ. 1924) : ઓરિસાના અગ્રણી કવિ. કટકની રૅવન્શૉ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. અનેક કૉલેજોમાં અધ્યાપન કર્યા પછી, ભુવનેશ્વરમાં બી. જે. બી. કૉલેજના આચાર્ય નિમાયા. આધુનિક ઊડિયા કવિતાના તેઓ પ્રણેતા ગણાય છે. 1950નાં પ્રારંભિક વર્ષોમાં તેમણે અને સચી રાઉતરાયે મળીને ઊડિયા કવિતામાં રીતસર આધુનિક ચળવળનો પ્રારંભ કર્યો. તેમનો…

વધુ વાંચો >

મહાન્તી, ગોપીનાથ

મહાન્તી, ગોપીનાથ (જ. 20 એપ્રિલ 1914, કટક, ઓરિસા ) : ઓરિસાના પ્રખ્યાત નવલકથાકાર. તેમને ‘અમૃતર સંતાન’ નામની નવલકથા માટે 1955ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. શાળાશિક્ષણ સોનેપુરમાં. 1930માં મૅટ્રિક થયા અને 1935માં કટકની રહેવન યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ. એ.માં વિશેષ ગુણવત્તા મેળવી. આઈ. સી. એસ.…

વધુ વાંચો >