ઉર્દૂ સાહિત્ય
મલિક ખુશનૂદ
મલિક ખુશનૂદ : સત્તરમા સૈકાના દક્ષિણ ભારતના ઉર્દૂ કવિ. દક્ષિણી (દક્કની) ઉર્દૂની પ્રાચીન પરંપરામાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે જ્યારે સુલતાન મુહમ્મદ આદિલશાહનાં લગ્ન ગોલકોન્ડાના રાજવી અબ્દુલ્લા કુતુબશાહની બહેન ખદીજા સુલતાન સાથે થયાં ત્યારે નવવધૂ પોતાની તેહનાતમાં અન્ય ગુલામો તથા ચાકરોની…
વધુ વાંચો >મસૂદ, હુસેનખાન
મસૂદ, હુસેનખાન (જ. 1919, કરીમગંજ, ફર્રુખાબાદ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ લેખક. તેમના વિવેચનગ્રંથ ‘ઇકબાલ કી નઝરી ઓ અમલી શેરિયત’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ. એ. તથા પીએચ.ડી.ની તેમજ પૅરિસ યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રીઓ મેળવી હતી. તેમણે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમાં…
વધુ વાંચો >મસ્નવી
મસ્નવી : એક કાવ્યપ્રકાર. તે ઉર્દૂ ઉપરાંત ફારસી, તુર્કી તથા એ ભાષાઓથી પ્રભાવિત થયેલી બીજી ભારતીય ભાષાઓમાં પ્રચલિત છે. ‘મસ્નવી’ શબ્દ અરબી છે અને તે ‘સના’ ઉપરથી બન્યો છે. અરબીમાં ‘સના’નો અર્થ બે થાય છે. મસ્નવી કાવ્યપ્રકારમાં દરેક પંક્તિ(બૈત)ના બે ભાગ (મિસરાઓ) સપ્રાસ હોય છે; પરંતુ ગઝલ, કસીદા વગેરેની જેમ…
વધુ વાંચો >મંગરોલી, ખુશતર
મંગરોલી, ખુશતર (જ. 1892, માંગરોળ, જૂનાગઢ) : સૌરાષ્ટ્ર–કાઠિયાવાડના એક વખતના જાણીતા અને લોકપ્રિય ઉર્દૂ માસિક ‘ઝબાન’ના તંત્રી તથા માલિક. તેમનું મૂળ નામ અબ્દુરરહેમાન બિન મુહમ્મદ બિન મુહસિન છે. તેઓ ‘ખુશતર’ના ઉપનામથી જાણીતા છે. તેમની 9 વર્ષની નાની વયે જ તેમના પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢના મહાબત મદરેસા (હાલ નરસિંહ…
વધુ વાંચો >માલ ઔર મઆશિયાત
માલ ઔર મઆશિયાત : ઉર્દૂ લેખક ઝફર હુસેનખાનનો તત્વચિંતનનો ગ્રંથ. લેખકને લાગ્યું કે ઉર્દૂ સાહિત્ય કેવળ થોડા તરજુમા અને ટીકા-ટિપ્પણ પૂરતું જ મર્યાદિત રહ્યું હતું અને તત્વચિંતનના ગહન વિષયોની તેમાં ઊણપ હતી. સાહિત્યની આ ખામી નિવારવાની કોશિશરૂપે આ ગ્રંથ લખાયો છે. ઉર્દૂ જગતને પશ્ચિમની ચિંતનસમૃદ્ધિથી પરિચિત કરવાના ઉમદા આશયથી આ…
વધુ વાંચો >માલિકરામ બવેજા
માલિકરામ બવેજા (જ. 1906, ફાલિયર, ગુજરાત પ્રાંત, પાકિસ્તાન; અ. 1993, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યકાર. ઉર્દૂ સાહિત્યમાં તેઓ માલિકરામ તરીકે પ્રસિદ્ધ છે. તેમના જન્મના માંડ 10થી 12 દિવસ પછી તેમના પિતા લાલા નિહાલચંદનું 35 વર્ષની યુવાન વયે અવસાન થયું હતું. તેમની માતાએ તેમનો ઉછેર કર્યો. બાળપણથી જ સતેજ બુદ્ધિપ્રતિભા અને યાદશક્તિને…
વધુ વાંચો >મિયાં દાદખાન ‘સય્યાહ’
મિયાં દાદખાન ‘સય્યાહ’ (જ. 1829; અ. 1907, સૂરત) : ગુજરાતના ઉર્દૂ કવિ તથા લેખક. ઉર્દૂના વિખ્યાત કવિ મિર્ઝા ગાલિબના શિષ્ય. તેમનું તખલ્લુસ ‘સય્યાહ’ હતું. મિર્ઝા ગાલિબે તેમને ‘સય્ફુલ હક’ (સત્યની તલવાર)નું બિરુદ આપ્યું હતું. ‘સય્યાહ’ના પિતા મુનશી અબ્દુલ્લાખાન ઔરંગાબાદના રઈસ હતા. ‘સય્યાહ’ 1840–45ના ગાળામાં સૂરત આવ્યા અને મીર ગુલામબાબાના મિત્ર-વર્તુલમાં…
વધુ વાંચો >મિયાં ‘દિલગીર’ ઝુન્નુલાલ
મિયાં દિલગીર ઝુન્નુલાલ (જ. 1781, લખનઉ; અ. 1846) : ઉર્દૂ કાવ્ય-પ્રકાર મરસિયાના અગ્રણી કવિ. મરસિયા શોક કે માતમ-કાવ્ય તરીકે ઓળખાય છે. મરસિયા સામાન્ય રીતે ઇરાકમાં આવેલ કરબલા મુકામે હક અને અશકન માટે સહકુટુંબ પ્રાણની કુરબાની આપનાર ઇમામહુસેનની મહાન શહાદતની યાદમાં લખવામાં આવેલ. પછી વ્યક્તિવિશેષના અવસાન પ્રસંગે પણ લખાતા થયા. મરસિયાની…
વધુ વાંચો >મિયાં સમઝૂ ગુલામ મુહમ્મદ
મિયાં સમઝૂ ગુલામ મુહમ્મદ (જ. સૂરત, હયાત ઓગણીસમા સૈકામાં) : ગુજરાતના ઉર્દૂ કવિ. તેમના દીવાન(કાવ્યસંગ્રહ)માં ઉર્દૂના પ્રચલિત કાવ્યપ્રકારો – ગઝલ, કસીદા, મસ્નવી, મુક્તક ઉપર આધારિત કાવ્યકૃતિઓ જોવા મળે છે. મિયાં સમઝૂએ પોતાનાં કાવ્યોમાં પ્રેમ, મિલન, વિરહ જેવા રૂઢિગત વિષયો ઉપરાંત પોતાના સમકાલીન રાજકીય તથા સામાજિક પ્રવાહોનો પણ ઉલ્લેખ કર્યો છે,…
વધુ વાંચો >મિર્ઝા અઝીમબેગ ચુઘતાઈ
મિર્ઝા અઝીમબેગ ચુઘતાઈ (જ. 1895, જોધપુર; અ. 1941) : ઉર્દૂના હાસ્યલેખક. તેમની નવલકથાઓ, નવલિકાઓ તથા ટૂંકી વાર્તાઓને ભારતીય ઉપખંડમાં સારો આવકાર મળ્યો હતો. તેમના પિતા કસીમબેગ ચુઘતાઈ આગ્રાના રહેવાસી તથા ઉત્તરપ્રદેશમાં વિવિધ સ્થળે જિલ્લા કલેક્ટરના હોદ્દા ઉપર રહી ચૂક્યા હતા. મિર્ઝા અઝીમબેગનાં બહેન અસ્મત ચુઘતાઈ તેમજ તેમની માતાના પિતા મુનશી…
વધુ વાંચો >