ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
હડતાળ (strike)
હડતાળ (strike) : માલિકો પાસેથી કામદારોએ ધારેલો લાભ પ્રાપ્ત કરવા માટે કામદારો દ્વારા પોતાની કામગીરીનો પુરવઠો આંશિક ઓછો અથવા પૂરેપૂરો બંધ કરવાનું સાધન. કામદાર/કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો આર્થિક સંબંધો છે. સંબંધો બાંધતા અને નિભાવતા માલિકનો હેતુ સામાન્યત: એ હોય છે કે કર્મચારીને ન્યૂનતમ વળતર આપીને મહત્તમ ઉત્પાદકતા મેળવવી, તેથી…
વધુ વાંચો >હપતેથી વેચાણ-પ્રથા
હપતેથી વેચાણ-પ્રથા : પ્રથમ હપતામાં આંશિક કિંમત ચૂકવીને બાકીની કિંમત નિશ્ચિત રકમના નિશ્ચિત સંખ્યાના હપતામાં ચૂકવી મોંઘી વસ્તુ ખરીદવાની પ્રથા. કોઈ એક વ્યક્તિ કોઈ એક ચીજ ખરીદવાની (ખરીદ)શક્તિ પ્રાપ્ત કરે તે પહેલાં તે ચીજ ખરીદવા માંગતી હોય અને વેચનાર તેના પર ભરોસો મૂકવા તૈયાર હોય તો વેચાણની જે કેટલીક પ્રથાઓ…
વધુ વાંચો >હરાજી (લીલામ)
હરાજી (લીલામ) : અનેક ખરીદનારાઓની હાજરીમાં નિયત ન્યૂનતમ ભાવથી વેચાણપાત્ર ચીજ કે ચીજો વેચવાની જાહેરાત કરીને સૌથી વધારે બોલી બોલનારને તે વેચી દેવાની પ્રક્રિયા. હરાજી દ્વારા વેચાણની વ્યવસ્થા કરનાર તેમજ તે માટે બોલી બોલાવનાર હરાજી કરનાર તરીકે ઓળખાય છે. હરાજી કરવાનો સૌથી પહેલો નિર્ણય વેચનાર કરે છે. પોતાની ચીજ અથવા…
વધુ વાંચો >હવાઈ પરિવહન
હવાઈ પરિવહન : જુઓ પરિવહન.
વધુ વાંચો >હવાઈ વહનપત્ર (air consignment note Air waybill)
હવાઈ વહનપત્ર (air consignment note, Air waybill) : હવાઈ માર્ગે માલ મોકલનારે (પ્રેષક) માલની સોંપણી માલગ્રહણ કરનાર(પ્રેષિત)ને સરળતાથી થાય તે માટે કરી આપેલો દસ્તાવેજ. રેલવે, ભારખટારા, જહાજ અને વિમાન દ્વારા માલ મોકલીને વ્યાપાર-ધંધો કરવામાં આવે છે. આંતરિક વ્યાપાર મહદ્અંશે માર્ગ-વ્યવહાર દ્વારા થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહદ્અંશે દરિયાઈ અને હવાઈ…
વધુ વાંચો >હિસાબી પદ્ધતિ (accounting system)
હિસાબી પદ્ધતિ (accounting system) : ધંધા કે ઉદ્યોગોએ અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે કરેલા નાણાકીય વ્યવહારોની નોંધણી કરીને વ્યવસાયમાં થયેલા નફા/નુકસાનને આધારે આર્થિક સધ્ધરતા જાણવા માટે વૈજ્ઞાનિક ઢબે દફતર રાખવાની પદ્ધતિ. પ્રત્યેક ધંધો કે ઉદ્યોગ પોતાના દૈનિક નાણાકીય વ્યવહારોના હિસાબકિતાબ રાખે છે, વર્ષાન્તે નફાનુકસાન ખાતું અને સરવૈયું તૈયાર કરે છે…
વધુ વાંચો >હિસાબી વ્યવસ્થા
હિસાબી વ્યવસ્થા : ધંધાને સ્પર્શતા જે બનાવો બને તેને નોંધવા માટેની વ્યવસ્થા. હિસાબી વ્યવસ્થા ધંધાકીય એકમના સંદર્ભે થતા વ્યવહારો અને બનાવોના નાણાકીય તેમજ આર્થિક પાસાંઓને નોંધવા માટેની પ્રવિધિ, પ્રથા, દસ્તાવેજોનો સંપુટ અને જાળવણી છે. જુદા જુદા સમયે જુદા જુદા દેશોમાં જે હિસાબી પ્રથાઓ અમલમાં મુકાઈ હતી તેમાં એકનોંધી હિસાબી પ્રથા…
વધુ વાંચો >