ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
શિપિંગ કૉન્ફરન્સ
શિપિંગ કૉન્ફરન્સ : એકસરખા જ સામુદ્રિક માર્ગ ઉપર વારંવાર આવ-જા કરતાં લાઇનર જહાજોના માલિકોના સમૂહની યાત્રીઓનું ભાડું અને માલ-પરિવહનનું નૂર નક્કી કરવા માટે અવારનવાર મળતી પરિષદ. દરિયાઈ માર્ગવ્યવહારમાં નિશ્ચિત સમયે નૂરના નિશ્ચિત દરે અને નિશ્ચિત માર્ગે માલ વહન કરતાં જહાજો લાઇનર તરીકે ઓળખાય છે. માલ વહન કરવામાં સમય, નૂરના દર…
વધુ વાંચો >શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ
શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ (જ. 29 ઑગસ્ટ 1889, કુહા, જિ. અમદાવાદ; અ. 11 માર્ચ 1974, અમદાવાદ) : દૂરંદેશી ધરાવનારા ઉદ્યોગપતિ, નીડર મહાજન અને વિદ્યાપ્રેમી દાનવીર. પિતાનું નામ હરગોવિંદદાસ. માતાનું નામ નાથીબા. તેમણે બી.એ., એલએલ.બી.ની પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી પસાર કરી હતી. 1912માં તેઓ મુંબઈની ભાઈશંકર કાંગાની પ્રખ્યાત સૉલિસિટરની પેઢીમાં જોડાયા હતા. બે…
વધુ વાંચો >શૅરદલાલ
શૅરદલાલ : શૅર, સ્ટૉક અને અન્ય જામીનગીરીઓનાં ખરીદનાર અને વેચનારની વચ્ચે કડી જેવી મધ્યસ્થીની સેવા આપનાર. શૅરદલાલે કોઈકના વતી શૅર, સ્ટૉક વગેરેનાં ખરીદ-વેચાણ કરવાનાં હોય છે, ત્યારે પ્રતિપક્ષને શોધીને સોદો સંપૂર્ણ કરવાની જરૂર ઊભી થતી નથી. ખરીદનારા કે વેચનારાએ જે ભાવે સોદો કરવાની શૅરદલાલને સૂચના આપી હોય તે ભાવે શૅરદલાલ…
વધુ વાંચો >શૅરબજાર
શૅરબજાર શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. તેનો હેતુ શૅરો અને જામીનગીરીઓના વ્યવસાયમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના વિનિમય તથા હસ્તાંતર માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કાર્ય માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની…
વધુ વાંચો >શૅરમૂડી (પરિમાણાત્મક)
શૅરમૂડી (પરિમાણાત્મક) : લિમિટેડ કંપનીની શૅરમૂડી તેના ધંધા માટે ઇચ્છનીય મૂડી કરતાં વધારે, પર્યાપ્ત (sufficient) અથવા ઓછી છે કે કેમ તે પ્રકારનું વિશ્લેષણ કરીને કંપનીની શૅરમૂડીનું કરવામાં આવતું મૂલ્યાંકન. પ્રત્યેક કંપનીની શૅરમૂડીની જરૂરિયાત (ક) તેના કર્મચારીઓની કાર્યકુશળતા, (ખ) માલનું ઉત્પાદન કરવામાં લાગતો સમય અને (ગ) વેચેલા માલનાં નાણાં મેળવવામાં લાગતો…
વધુ વાંચો >શૅર-સર્ટિફિકેટ અને શૅર-વૉરંટ
શૅર–સર્ટિફિકેટ અને શૅર–વૉરંટ : (1) શૅર-સર્ટિફિકેટ : સભ્યની શૅરમાલિકી સૂચવતો કંપનીની સામાન્ય મહોરવાળો અધિકૃત દસ્તાવેજ. શૅર-સર્ટિફિકેટ/શૅર-પ્રમાણપત્ર સભ્યની શૅરમાલિકી દર્શાવતો પ્રથમદર્શનીય પુરાવો છે. શૅર-પ્રમાણપત્ર દ્વારા કંપની જાહેર જનતા સમક્ષ સભ્યની શૅરમાલિકીનો સ્વીકાર કરે છે. સભ્ય તરફથી દરેક શૅરદીઠ વસૂલ આવેલી રકમ, શૅરનો પ્રકાર, અનુક્રમનંબર, શૅરસંખ્યા તેમજ કંપનીનું અને શૅરધારણ કરનારનું નામ…
વધુ વાંચો >શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (જ. 28 ડિસેમ્બર 1925, અમદાવાદ; અ. 19 જૂન 2014 અમદાવાદ) : બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી ધર્મિષ્ઠ સજ્જન. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ નવી ગુજરાતી શાળા અને આર. સી. હાઈસ્કૂલ, અમદાવાદમાં લીધું હતું. ગુજરાત કૉલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી અમેરિકાની મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >સમઉત્પાદનરેખા
સમઉત્પાદનરેખા : ઉત્પાદનના કોઈ પણ બે ચલ અથવા ફેરફારક્ષમ સાધનોનાં જુદાં જુદાં સંયોજનો એકસરખું ઉત્પાદન આપતાં હોય તો તે સંયોજનોને જોડતી રેખા. તે ઉત્પાદન-વિધેયનો ભાગ ગણવામાં આવે છે. તેને નિયોજકની અથવા પેઢીની સમતૃપ્તિરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ થાય કે જ્યાં સુધી સાધનોના મળતરનો જથ્થો સ્થિર રહેતો…
વધુ વાંચો >સમખર્ચ-રેખા
સમખર્ચ–રેખા : ઉત્પાદનનાં કોઈ પણ બે સાધનો જેમની વચ્ચે અવેજીકરણ શક્ય છે તેવાં સાધનોનાં જુદાં જુદાં સંયોજનો દર્શાવતી રેખા. વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે સમખર્ચ-રેખા ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને તે એવી મુખ્ય ધારણાઓ પર રચાયેલી છે કે પેઢી ઉત્પાદનનાં બે જ સાધનો વડે ઉત્પાદન કરવા ધારે છે…
વધુ વાંચો >સમમૂલ્ય પદ્ધતિ (equivalent production)
સમમૂલ્ય પદ્ધતિ (equivalent production) : સતત ચાલુ પ્રક્રિયાવાળા ઉદ્યોગમાં વર્ષાન્તે સ્ટૉકમાં રહેલા અપૂર્ણ પ્રક્રિયાન્વિત એકમોનું સંપૂર્ણ પ્રક્રિયાન્વિત એકમોના ધોરણે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ. ઘણા પ્રક્રિયા-ઉદ્યોગોમાં પ્રક્રિયાઓ સતત ચાલુ જ રહે છે. કોઈ એક હિસાબી સમયના અંતે વસ્તુના ઉત્પાદન માટે થતી દરેક પ્રક્રિયામાં અપૂર્ણ એકમો તો રહે છે, જે આખરી સ્ટૉકમાં સમાવવામાં…
વધુ વાંચો >