ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
મહેતા, પ્રિયવદન છગનલાલ
મહેતા, પ્રિયવદન છગનલાલ (જ. 1 મે 1920, સૂરત; અ. 26 મે 1996, અમદાવાદ) : અટીરાના પૂર્વનિયામક અને કાપડ-ઉદ્યોગના ખ્યાતનામ સંશોધક અને વિજ્ઞાની. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિષય સાથે સ્નાતક બન્યા. તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવેલા અને તે બદલ શિષ્યવૃત્તિ મેળવી ફરી ટૅકનૉલૉજીના સ્નાતક બન્યા. ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતાં તેઓ…
વધુ વાંચો >મહેતા, મફતલાલ મોહનલાલ
મહેતા, મફતલાલ મોહનલાલ (જ. 27 સપ્ટેમ્બર 1917, મુંબઈ) : હીરાના અગ્રગણ્ય વ્યાપારી અને દાનવીર. માતાનું નામ દિવાળીબેન. કુમળી વયમાં જ પિતાનો સ્વર્ગવાસ થવાથી મોટા ભાઈ ચંદુલાલે તેમને મૅટ્રિક સુધી અભ્યાસ કરાવ્યો. સંજોગવશાત્ નાની વયે રાયચંદ ઍન્ડ સન્સ નામની કૌટુંબિક પેઢીમાં મફતલાલ જોડાયા, જ્યાં હીરાના ઉદ્યોગની ઘનિષ્ઠ તાલીમ પામ્યા. 1939માં મોટા…
વધુ વાંચો >મહેતા, રોહિત ચીનુભાઈ
મહેતા, રોહિત ચીનુભાઈ (જ. 26 ઑગસ્ટ 1930, અમદાવાદ) : અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક. માતા વિમળાબહેન. 1946માં મૅટ્રિક અને 1950માં મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. 1956માં અમેરિકાની બ્હાન્સન કું. સાથે તકનીકી સહયોગ કરીને ઔદ્યોગિક વાતાનુકૂલનનાં ઉપકરણો બનાવવા માટે ઇન્ડસ્ટ્રિયલ મશીનરી મૅન્યુફૅક્ચરિંગ કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ કૉર્ન…
વધુ વાંચો >મહેતા, લલ્લુભાઈ શામળદાસ (સર)
મહેતા, લલ્લુભાઈ શામળદાસ (સર) (જ. 14 ઑક્ટોબર 1863, ભાવનગર; અ. 14 ઑક્ટોબર 1936) : ભારતમાં સહકારી પ્રવૃત્તિના અગ્રણી. પિતા ભાવનગર રિયાસતના દીવાન હતા. તેઓ સંસ્કૃત, ફારસી, હિંદી અને વ્રજ ભાષાઓના જાણકાર હતા. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લઈ મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તેઓ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતને…
વધુ વાંચો >મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ
મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ (જ. 26 ઑક્ટોબર 1891, ભાવનગર; અ. 28 ઑક્ટોબર 1964, મુંબઈ) : સહકારી પ્રવૃત્તિના પ્રખર જ્યોતિર્ધર. વૈકુંઠભાઈના પિતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર સ્ટેટની નોકરીનું ત્યાગપત્ર આપી તેમના સમગ્ર પરિવાર સાથે કાયમ માટે ઑક્ટોબર 1900માં મુંબઈ ખાતે આવી સ્થાયી થયા હતા. વૈકુંઠભાઈનાં માતુશ્રી સત્યવતીબહેન ભીમરાવ દિવેટિયા, અમદાવાદના શ્રી…
વધુ વાંચો >માધવાણી, મનુભાઈ
માધવાણી, મનુભાઈ (જ. 15 માર્ચ 1930, જિંજા, યુગાન્ડા ) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભારતમાં લીધું હતું. 1949માં યુગાન્ડા પાછા ફરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. તેમનું કાર્યક્ષેત્ર ખાંડ, ચા, કપાસ અને જિનિંગના ઉદ્યોગો અને વ્યાપાર હતું. મનુભાઈએ તેમાં સમયાંતરે લોખંડ, પ્લાસ્ટિક, કાચ, સાબુ, દીવાસળી અને પૅકેજિંગના…
વધુ વાંચો >મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)
મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…
વધુ વાંચો >મારફતિયો
મારફતિયો : ઉત્પાદક અને વેપારીઓને તેમના માલની હેરફર કરવા માટે મધ્યસ્થી તરીકે સેવા આપનાર વ્યક્તિ. મારફતિયો એ બિનવેપારી આડતિયાનો એક પ્રકાર છે. આડતિયાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે : એક વેપારી આડતિયા અને બીજા બિનવેપારી આડતિયા. વેપારી આડતિયા માલધણી વતી તેના માલસામાનના ખરીદ-વેચાણ કરવાના અધિકાર ધરાવે છે. વેચેલા કે વેચાવા…
વધુ વાંચો >માર્કેટિંગ (વિપણન)
માર્કેટિંગ (વિપણન) : ઉત્પાદનને ઉત્પાદકને ત્યાંથી શરૂ કરી વપરાશકર્તા સુધી પહોંચાડવા માટેની તમામ પ્રવૃત્તિઓનો સમાહાર. સામાન્ય અર્થમાં માર્કેટિંગ એટલે વેચાણ એવી સમજ પ્રવર્તે છે, જે અધૂરી છે. કોઈ પણ ઉત્પાદનનો હેતુ વપરાશ છે. માર્કેટિંગમાં ગ્રાહકની જરૂરિયાત, ઇચ્છા અને માંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તે અનુસાર ઉત્પાદન, આયોજન અને વિકાસ…
વધુ વાંચો >માલિક-મંડળ
માલિક-મંડળ : સમાન હેતુને સિદ્ધ કરવા, સાચવવા અને સંવર્ધન કરવા માટે માલિકોનું થતું સંગઠન. સમાન હેતુને માટે ભેગા થયેલા માણસોનાં હિત પણ મહદ્અંશે સરખાં હોય છે. માણસની મૂળગત કબજાવૃત્તિમાંથી માલિકીભાવ પેદા થયો છે. ભારત સહિત મોટાભાગના દેશોનાં બંધારણોમાં માલિકીહક્કને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. માલિકી મેળવ્યા પછી તેને સાચવવા,…
વધુ વાંચો >