ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

ટ્રિફિન યોજના

ટ્રિફિન યોજના : આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) હેઠળની નાણા-વ્યવસ્થામાં સુધારા દાખલ કરવાના હેતુથી 1960માં રજૂ કરવામાં આવેલ યોજના. યેલ યુનિવર્સિટીના પ્રોફેસર રૉબર્ટ ટ્રિફિને રજૂ કરેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વિનિમયની તરલતાની સમસ્યાનું નિરાકરણ કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની સ્થાપના(1944)ના કેટલાક મહત્વના ઉદ્દેશોમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક સહકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન…

વધુ વાંચો >

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ : વ્યાપારી બૅંકો પાસેથી સરકાર દ્વારા ફરજિયાતપણે મંગાવાતાં ઉછીનાં નાણાંની અનામતોની પહોંચ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940ના જુલાઈ માસમાં સૌપ્રથમ વાર ટ્રેઝરી ડિપૉઝિટ રસીદો ઇંગ્લૅન્ડમાં અસ્તિત્વમાં આવી હતી અને ત્યારે તેના પરના વ્યાજનું ધોરણ 1.5 % હતું. રોકડ નાણાંની કટોકટીના સમયમાં બૅંકો આ રસીદોનાં નાણાં વટાવી શકતી. 1945…

વધુ વાંચો >

ટ્રેડ માર્ક

ટ્રેડ માર્ક : વસ્તુની ઓળખ કરાવવા માટે તથા પ્રચાર દ્વારા તેનું વેચાણ વધારવા માટે તેના ઉત્પાદકે વસ્તુ અથવા સેવા અંગે કાયદા હેઠળ નોંધાવેલી નિશાની કે સંજ્ઞા. આધુનિક યુગમાં ઉત્પાદક પોતાની વસ્તુ કે સેવાના મહત્તમ વેચાણ માટે તેના ઉપર ખાસ પસંદ કરેલ નિશાની (brand) કે સંજ્ઞાનો ઉપયોગ કરે છે. આવી નિશાનીની…

વધુ વાંચો >

ટ્રેડ યુનિયન

ટ્રેડ યુનિયન : વેતન મેળવતા કામદારોએ પોતાનું જીવનધોરણ ટકાવવા, તેમાં સુધારો કરવા તથા માલિકો સામે પોતાના હિતની જાળવણી માટે રચેલું સંગઠન. ઔદ્યોગિક ક્રાંતિ (1760–1840) પછીના શરૂઆતના ગાળામાં માત્ર ઔદ્યોગિક કારખાનાંના કામદારો જ પોતાનાં સંગઠનો રચતા હતા; પરંતુ હવે બધા જ વ્યવસાયમાં રોકાયેલા કામદારો અને કર્મચારીઓ પોતાનાં આર્થિક હિતોનું જતન અને…

વધુ વાંચો >

ઠાકરશી, સર વિઠ્ઠલદાસ દામોદર

ઠાકરશી, સર વિઠ્ઠલદાસ દામોદર (જ. 30 નવેમ્બર 1873, મુંબઈ; અ. 1921) : મુંબઈના લબ્ધપ્રતિષ્ઠ ઉદ્યોગપતિ, જાહેર કાર્યકર્તા અને દાનવીર. (સર) વિઠ્ઠલદાસનો જન્મ ભાટિયા જ્ઞાતિના શ્રીમંત વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ નાથીબાઈ હતું. 1879થી 1891માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ડિસેમ્બર, 1891માં તેમણે મુંબઈ…

વધુ વાંચો >

ડિબેંચર

ડિબેંચર : કરાર દ્વારા કંપનીએ ઉછીનાં લીધેલાં નાણાં/ઊભાં કરેલાં દેવાં અંગે પોતાની મહોર સાથે આપેલો સ્વીકૃતિપત્ર. એમાં દેવાની ચોક્કસ રકમની ચુકવણી ભવિષ્યમાં ચોક્કસ તારીખે થાય ત્યાં સુધી ચોક્કસ દરે વ્યાજની ચુકવણી કરવા અંગેની બાંયધરી આપેલી હોય છે. કંપનીના આ પ્રકારના દેવાની જામીનગીરી તરીકે સામાન્ય રીતે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ…

વધુ વાંચો >

ડિવિડન્ડ અને વ્યાજ

ડિવિડન્ડ અને વ્યાજ : કંપનીના શૅરહોલ્ડરને સભ્યપદના વળતર તરીકે કંપનીના નફામાંથી આપવામાં આવતો ભાગ તે લાભાંશ કે ડિવિડન્ડ અને કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં ઉપર વળતર તરીકે આપવી પડતી રકમ તે વ્યાજ. ‘ડિવિડન્ડ’નો કોઈ સ્પષ્ટ અર્થ મળી શકતો નથી. 1956ના કંપનીધારામાં પણ કોઈ જોગવાઈ આ બાબતે નથી. ડિવિડન્ડ…

વધુ વાંચો >

ડૉક વૉરન્ટ

ડૉક વૉરન્ટ : ડૉક કંપની દ્વારા ગોદામમાં  રાખવામાં આવેલા માલનો માલિકીહક દર્શાવતી રસીદ. આ રસીદ દ્વારા તેમાં જણાવેલ વ્યક્તિને અથવા માલના માલિક દ્વારા દર્શાવેલ ત્રાહિત પક્ષને ગોદીમાંથી માલ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આમ ડૉક વૉરન્ટ એ એક અગત્યનો દસ્તાવેજ છે. જો માલને ડૉક વૉરન્ટના  આધારે બૅંક કે સંસ્થામાં ગીરો…

વધુ વાંચો >

ડૉલર

ડૉલર : વિશ્વના કેટલાક દેશોનું મુખ્ય ચલણ તથા આંતરરાષ્ટ્રીય વિનિમયનું પ્રમુખ માધ્યમ. કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, હૉંગકૉંગ, સિંગાપોર, અમેરિકા વગેરે પંદરેક જેટલા દેશોના ચલણનું નામ ડૉલર છે; પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારોમાં ડૉલર એટલે અમેરિકાનું નાણું એમ જ સમજવામાં આવે છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો ડૉલર અનૌપચારિક રીતે આંતરરાષ્ટ્રીય નાણું…

વધુ વાંચો >

તંત્રનિયમાવલી

તંત્રનિયમાવલી (manual) : વ્યાવસાયિક વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે ટૂંકાણમાં વ્યવહારુ અને સ્પષ્ટ સૂચનાઓ આપતી માર્ગદર્શક પુસ્તિકા. ધંધાકીય એકમો વિસ્તૃત બજાર માટે ઉત્પાદન કરતા હોવાથી તેમનાં કદ મોટાં થયાં છે અને તેમનાં કાર્યો અને કાર્યસંબંધો જટિલ બન્યાં છે. તેથી ઉત્પાદન એકમના આયોજનના અમલ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ ઉપર અંકુશ  અને…

વધુ વાંચો >